1 શેર પર 685 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણો ક્યારે છે રેકોર્ડ ડેટ
આ કંપનીએ એક શેર પર 160 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ ચૂકવવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત કંપની દરેક શેર પર રૂ. 525નું ખાસ ડિવિડન્ડ આપશે. જેમાં રોકાણકારોને શેર દીઠ રૂ. 685નો ફાયદો થશે. કંપનીની રેકોર્ડ ડેટ કઈ છે તે અંગે આ લેખમાં જાણીશું.
ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓ પર દાવ લગાવતા રોકાણકારો માટે સારા સમાચાર છે. 3M ઇન્ડિયા લિમિટેડે અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની આગામી સપ્તાહે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ તરીકે કરશે. ત્યારે આ લેખમાં કંપની વિશે અને શેરના ભાવ વિશે વિગતવાર જાણીએ.
આ અઠવાડિયે છે રેકોર્ડ ડેટ
3M ઇન્ડિયા લિમિટેડે એક શેર પર 160 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ ચૂકવવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત કંપની દરેક શેર પર રૂ. 525નું ખાસ ડિવિડન્ડ આપશે. જેમાં રોકાણકારોને શેર દીઠ રૂ. 685નો ફાયદો થશે. કંપની 5 જુલાઈના રોજ એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરશે. એટલે કે આ દિવસે જે રોકાણકારોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેમને જ ડિવિડન્ડનો લાભ મળશે.
કંપનીએ સૌપ્રથમ 21 નવેમ્બર, 2022ના રોજ એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કર્યો હતો. ત્યારબાદ કંપનીએ 850 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ આપ્યું હતું.
શેરબજારમાં કંપનીનું કેવું છે પ્રદર્શન ?
3M ઇન્ડિયા લિમિટેડનો શેર 28 જૂનના રોજ 2.04 ટકાના ઘટાડા સાથે રૂ. 36,701.05 પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો છે. તો 5 વર્ષમાં શેરના ભાવમાં 58 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક મહિનામાં સ્ટોકમાં 9.5 ટકાનો વધારો થયો છે. શેરની 52 સપ્તાહની ઉચ્ચ સપાટી 39,876 રૂપિયા છે. જ્યારે 52 સપ્તાહની લો સપાટી રૂ. 26,6628 છે.
કંપનીમાં પ્રમોટરોનો કુલ હિસ્સો 75 ટકા છે. જ્યારે પબ્લિક હિસ્સો 12.89 ટકા છે. કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડનો કુલ હિસ્સો 7.21 ટકા છે. તો વિદેશી રોકાણકારોનો કુલ હિસ્સો 3.64 ટકા છે. આ કંપની ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ અને ઉત્પાદનો બનાવે છે.