દેશમાં 100 લોકો રાતોરાત કરોડપતિ બની ગયા પણ થોડીક ક્ષણોમાં કંઈક એવું થયું કે તેઓ ઠેરના ઠેર થયા !!! જાણો સમગ્ર મામલો

|

May 31, 2022 | 7:20 AM

ખાનગી બેંકના જણાવ્યા અનુસાર આ મામલો સોફ્ટવેરની સમસ્યાને કારણે થયો હતો, જે મેન્ટેનન્સ દરમિયાન થયો હતો. આ સિવાય બેંક ખાતાઓમાં જમા કરાયેલા વધારાના પૈસા ઉપાડી ગયા છે કે કેમ તેની તપાસ કરી રહી છે.

દેશમાં 100 લોકો રાતોરાત કરોડપતિ બની ગયા પણ થોડીક ક્ષણોમાં કંઈક એવું થયું કે તેઓ ઠેરના ઠેર થયા !!! જાણો સમગ્ર મામલો
ટેક્નિકલ એરરથી બેંકના ખાતાઓમાં ધનવર્ષા થઇ

Follow us on

તમિલનાડુની રાજધાની ચેન્નાઈ(Chennai)માં એચડીએફસી બેંક (HDFC Bank)ના ગ્રાહકો માટે રવિવારનો દિવસ ખાસ રહ્યો હતો. આ ગ્રાહકોને કરોડપતિ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.  બેંક શાખાના 100 જેટલા ગ્રાહકોના બેંક ખાતામાં લાખોથી સીધો કરોડો રૂપિયાનો વધારો થયો છે. જોકે  આ ખુશી થોડા કલાકો માટે જ હતી. હકીકતમાં ચેન્નાઈમાં સ્થિત દેશની સૌથી મોટી ખાનગી બેંકની શાખાના કેટલાક ગ્રાહકો ટેક્નિકલ ખામીને કારણે રવિવારે થોડા કલાકો માટે કરોડપતિ બની ગયા હતા. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે બેંકની ટી નગર શાખા સાથે જોડાયેલા 100 બેંક ખાતાઓમાં ખાતા દીઠ 13 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. એટલે કે કુલ 1,300 કરોડ રૂપિયા જમા થયા હતા.

જો કે બેંકે એવા દાવાઓને નકારી કાઢ્યા હતા કે અલગ-અલગ ખાતાઓમા હજાર રૂપિયાથી માંડીને 13 કરોડ રૂપિયા સુધીની જમા રકમ હતી. વધુમાં બેંકે કહ્યું કે આ મામલો ટેકનિકલ ખામીને કારણે હતો અને ચેન્નાઈમાં એચડીએફસી બેંક(HDFC Bank)ની  શાખાઓમાં અમુક ખાતાઓ સુધી સીમિત હતો.

આ પાછળનું કારણ શું છે?

ખાનગી બેંકના જણાવ્યા અનુસાર આ મામલો સોફ્ટવેરની સમસ્યાને કારણે થયો હતો, જે મેન્ટેનન્સ દરમિયાન થયો હતો. આ સિવાય બેંક ખાતાઓમાં જમા કરાયેલા વધારાના પૈસા ઉપાડી ગયા છે કે કેમ તેની તપાસ કરી રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એક અખબારી અહેવાલ મુજબ ચેન્નાઈની એક શાળાના ડિરેક્ટર જેનું HDFC બેંકની બેસંત નગર શાખામાં ખાતું છે તેમણે સોમવારે બપોરે નેટબેંકિંગ દ્વારા તેમના ખાતામાં 3.1 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. થોડીવાર પછી જ્યારે તેણે બેલેન્સ ચેક કર્યું ત્યારે તેને તેના ખાતામાં વધારાના પૈસા હોવાની ખબર પડી. તેણે કહ્યું કે તે સમજી ગયો કે આવું કોઈ ટેકનિકલ ખામીને કારણે થઈ શકે છે. તેણે માહિતી આપી કે જ્યારે તેણે 10 મિનિટ પછી ફરીથી લોગ ઈન કર્યું તો તેના એકાઉન્ટમાં એક એરર દેખાઈ અને તે કોઈ ટ્રાન્ઝેક્શન કરી શક્યા નહીં. સાંજ સુધીમાં તમામ હિસાબો ક્લિયર થઈ ગયા હતા .

બેંક શું કહી રહી છે ?

બેંકે જણાવ્યું હતું કે રવિવાર સાંજ સુધીમાં મામલો ઉકેલાઈ ગયો હતો અને ખાતાઓને વ્યવહારો માટે તૈયાર કરી દેવામાં આવ્યા હતા.મામલો ભલે ચકચારી બન્યો પણ આ ટેક્નિકલ એરેરે ઘણા લોકોને થોડી પળો માટે કરોડપતિ બનાવી દીધા હતા.

Published On - 7:20 am, Tue, 31 May 22

Next Article