સુરતના ડાયમંડ બુર્સમાં દુબઈના 10 રોકાણકારોએ ઓફિસ ખરીદવા રસ દાખવ્યો

દુબઇમાં ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી વિષય પર આયોજિત એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં દુબઇના 10 થી વધુ રોકાણકારોએ સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવા માટે તૈયારી દર્શાવી છે.

સુરતના ડાયમંડ બુર્સમાં દુબઈના 10 રોકાણકારોએ ઓફિસ ખરીદવા રસ દાખવ્યો
10 investors from Dubai ready to buy office at Diamond Bourse in Surat
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 03, 2021 | 12:17 PM

ગુજરાતમાં(Gujarat)રોકાણની તકો અંગે દુબઇની તાજ બિઝનેસ હોટેલમાં યોજાયેલી કોન્ફરન્સમાં સુરતમાં(Surat)આકાર પામી રહેલા ડાયમંડ બુર્સનું( Diamond Bourse)પ્રેઝન્ટેશન નિહાળીને વિશ્વના દિગ્ગજ બિઝનેસમેન ભારે પ્રભાવિત થયા હતા. દુબઇમાં (Dubai)આયોજિત બિઝનેસ એક્ષ્પોને સમાંતર દુબઇમાં ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી વિષય પર આયોજિત એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં દુબઇના 10 થી વધુ રોકાણકારોએ સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવા માટે તૈયારી દર્શાવી  છે.

આ ડાયમંડ બુર્સ આવનારા દિવસોમાં હીરાના વેપારનું હબ બનશે. દુબઇમાં યોજાયેલા આ કોન્ફરન્સમાં સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સનું એક ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન જોઇને વિશ્વના દિગ્ગજ બિઝનેસમેન પ્રભાવિત થયા હતા તેમ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજિયન ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું..

સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સની ખ્યાતિ હવે વિશ્વભરમાં પ્રસરી રહી છે . દુબઇની તાજ બિઝનેસ હોટેલમાં ગુજરાતમાં રોકાણની તકો અંગે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઇ હતી . જેમાં સુરતથી હીરા ઉદ્યોગપતિ અને જીજેઇપીસીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ દિનેશ નાવડીયાના કહેવા મુજબ વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણની તકો અંગે જુદા જુદા પ્રોજેક્ટથી માહિતીગાર કરવામાં આવ્યા હતા .

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ગુજરાતમાં કયા કયા ક્ષેત્રોમાં રોકાણ લાભદાયી નિવડશે , સરકાર કેવી રીતે મદદરૂપ થશે વગેરે બાબતોથી વાકેફ કરવામાં આવ્યા હતા . આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં સુરતમાં આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ સમા ડાયમંડ બુર્સનું વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ માટે વૈશ્વિક કક્ષાનું મોટામાં મોટું સેન્ટર આકાર પામી ચૂક્યું છે એ જાણીને તેઓ ભારે પ્રભાવિત થયા હતા .

પ્રેઝન્ટેશન બાદ દુબઇના સ્થાનિક હીરા ઝવેરાત ઉદ્યોગપતિઓ ઉપરાંત વિશ્વભરના ઉદ્યોગ સમૂહોના બિઝનેસ ટાયકૂન્સે સુરતના ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવા માટે તૈયારી દાખવી હતી . જેમાં 10 થી વધુ રોકાણકારો એવા છે જેમણે તાત્કાલિક ઓફિસ ખરીદવા માટે પૂછપરછ કરી હતી . ડાયમંડ બુર્સમાં ભારતના હીરા ઝવેરાતના અગ્રણી ઉદ્યોગકારો તો રસ દાખવી રહ્યા છે પરંતુ હવે ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સમાં પણ ડાયમંડ બુર્સના પ્રોજેક્ટ એ સુરતના હીરા ઉદ્યોગનું નામ વૈશ્વિક ફલક પર ગૂંજતું કરી દીધું છે.

g clip-path="url(#clip0_868_265)">