આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાનો જો બાકી રહ્યો હોય તો ગભરાશો નહીં, સરકારે આપી મોટી રાહત, જાણો કેટલાં દિવસમાં તમે કરી શકશો લિંક

કેન્દ્ર સરકારે બાયોમેટ્રિક ID આધારને પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ સાથે લિન્ક કરવા માટે મોટી રાહત આપી છે. સરકારે આ માટે 6 મહિના, એટલે કે 30 સપ્ટેમ્બર, 2019 સુધી લંબાવી છે. આને કારણે ઘણા લોકોને રાહત થશે. એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરાઈ છે. જો કે આ સાથે જ એવી પણ સ્પષ્ટતા કરી છે કે […]

આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાનો જો બાકી રહ્યો હોય તો ગભરાશો નહીં, સરકારે આપી મોટી રાહત, જાણો કેટલાં દિવસમાં તમે કરી શકશો લિંક
Follow Us:
| Updated on: Apr 01, 2019 | 2:06 AM

કેન્દ્ર સરકારે બાયોમેટ્રિક ID આધારને પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ સાથે લિન્ક કરવા માટે મોટી રાહત આપી છે. સરકારે આ માટે 6 મહિના, એટલે કે 30 સપ્ટેમ્બર, 2019 સુધી લંબાવી છે. આને કારણે ઘણા લોકોને રાહત થશે. એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરાઈ છે.

જો કે આ સાથે જ એવી પણ સ્પષ્ટતા કરી છે કે ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ કરવા માટે આધાર નંબર આપવો ફરજિયાત જ રહેશે. સુપ્રીમ કોર્ટે આ માટે ઓર્ડર આપ્યો છે. સરકારે વ્યક્તિઓ માટે એમના PAN કાર્ડને એમના આધાર કાર્ડ નંબર સાથે જોડવા માટેની ડેડલાઈન આ છઠ્ઠી વાર લંબાવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે હવે પેન કાર્ડને આધાર નંબર સાથે જોડવાની કટ-ઓફ્ફ ડેટ સપ્ટેમ્બર 30, 2019 કરવામાં આવી છે. CBDT દ્વારા જણાવાયું છે કે એવા અહેવાલો હતા કે જેમના PAN એમના આધાર નંબર સાથે 31 માર્ચ સુધીમાં લિન્ક કરવામાં આવ્યા નહીં હોય તે અમાન્ય ગણાશે.

આ પણ વાંચો : ટીવી-9 ભારતવર્ષના સંમેલનમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ભાજપનું ભવિષ્ય ભાખ્યું,’લોકસભાની ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો જીતી શકશે નહીં’

સરકારે વિચારણા કરી છે અને મુદતને 30 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. જો કે 1 એપ્રિલ, 2019થી આવકવેરા રિટર્ન ફાઈલિંગ સાથે આધાર નંબર જોડવો ફરજિયાત રહેશે.સુપ્રીમ કોર્ટે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારની આધાર યોજનાને બંધારણીય રીતે કાયદેસર ઘોષિત કરી હતી અને એવો ચુકાદો આપ્યો હતો કે ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ કરવા અને PAN ની ફાળવણી કરવા માટે આધાર નંબર જોડવો ફરજિયાત રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">