New Tax Rules : 7 લાખ સુધી કોઈ ટેક્સ નહીં… સાંભળીને લોકો ચોંકી ગયા, કહ્યું ઉત્સવની તૈયારી કરો ભાઈ

|

Feb 01, 2023 | 1:40 PM

No Tax upto 7 Lakh:નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2023-24માં મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

New Tax Rules : 7 લાખ સુધી કોઈ ટેક્સ નહીં... સાંભળીને લોકો ચોંકી ગયા, કહ્યું ઉત્સવની તૈયારી કરો ભાઈ
7 લાખ સુધી કોઈ ટેક્સ નહીં
Image Credit source: Twitter

Follow us on

હવે 7 લાખની આવક પર ટેક્સ નહીં… કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ 2023ના બજેટમાં જાહેરાત કરતાની સાથે જ ટીવી સ્ક્રીન પર લોકો જોતા રહી ગયા હતા. મધ્યમ વર્ગ અને નોકરીયાત લોકોના દિલ ખીલી ઉઠ્યા. સામાન્ય જનતા જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે આખરે નરેન્દ્ર મોદી 2.0 સરકારે આ બજેટમાં લોકોને આપી દીધી છે. લોકો આનંદથી ઉછળી પડ્યા અને ટ્વિટર પર મોદી સરકારની પ્રશંસામાં લોકગીતો સંભળાવવા લાગ્યા.

ફની મીમ્સ વાયરલ થયા

નાણામંત્રીની આવકવેરા મુક્તિ અંગેની ઐતિહાસિક જાહેરાત બાદ ટ્વિટર પર રૂ.7 અને #incometax સાથે લોકોની પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. જો કે, હજુ પણ ઘણા લોકોમાં એ કુતૂહલ છે કે તેની પાછળ નિયમો અને શરતો છે કે કેમ. હવે ટ્વિટર પર જૂની અને નવી ટેક્સ વ્યવસ્થાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે આ ડિસ્કાઉન્ટનો કોઈ ફાયદો નથી. તે જ સમયે, નાણાં પ્રધાનની જાહેરાતથી ઘણા લોકો ઉજવણીમાં મગ્ન થયા છે. આ સાથે તેઓ ફની મીમ્સ શેર કરી રહ્યા છે. આવો જોઈએ લોકોની પ્રતિક્રિયાઓ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

વર્ષ 2023-2024 માં ટેક્સ બદલાવ

  • 0 – 3 લાખ પર કોઇ ટેક્સ નહીં
  • 3 લાખ રૂપિયાથી 6 લાખ રૂપિયાની કમાણી પર 5% 6 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયાની કમાણી પર 10%
  • 9 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયાની કમાણી પર 15% 12 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયાની કમાણી પર 20% 15 લાખ રૂપિયા અને તેથી વધુની કમાણી પર 30%

 

 

 

 

 

 

 

 

Next Article