Gujarat Budget 2026-27 : ઉદ્યોગો માટે ₹13,942 કરોડની ફાળવણી ; ટેક્સટાઇલ અને MSME પર સરકારનો મોટો દાવ, જાણો કારીગરો અને ઉદ્યોગપતિઓ માટે શું છે ખાસ

રાજ્ય સરકારે ઉદ્યોગ અને કુટિર ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા બજેટમાં મોટી જાહેરાતો કરી છે. ટેક્સટાઇલ એકમો માટે ₹2,755 કરોડ અને 'વાજપાઈ બેંકેબલ યોજના' માટે ₹494 કરોડની જોગવાઈ સાથે નાના કારીગરોથી લઈને મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે.

Gujarat Budget 2026-27 : ઉદ્યોગો માટે ₹13,942 કરોડની ફાળવણી ; ટેક્સટાઇલ અને MSME પર સરકારનો મોટો દાવ, જાણો કારીગરો અને ઉદ્યોગપતિઓ માટે શું છે ખાસ
Image Credit source: Tv9Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2026 | 7:41 PM

ગુજરાતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના વિઝન સાથે રાજ્ય સરકારે બજેટમાં ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹13,942 કરોડ તથા કુટિર અને ગ્રામોદ્યોગ માટે ₹979 કરોડની માતબર રકમ ફાળવી છે. આ બજેટમાં મુખ્યત્વે ટેક્સટાઇલ, MSME અને સ્થાનિક કારીગરોને ડિજિટલ માર્કેટ સાથે જોડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

ઉદ્યોગો માટે માળખાગત સુવિધાઓ અને પ્રોત્સાહન

ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવા માટે સરકાર દ્વારા નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે:

  • ટેક્સટાઇલ અને MSME: ટેક્સટાઇલ એકમોને પ્રોત્સાહન આપવા માટે ₹2,755 કરોડ અને ‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ’ અંતર્ગત MSME ને સહાય માટે ₹1,775 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ હબ: દહેજ અને સાયખામાં CETP (ટ્રીટમેન્ટ પ્લાન્ટ) માટે ₹50 કરોડ અને અદ્યતન સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે ₹50 કરોડનું આયોજન છે.
  • ધોલેરા SIR: ધોલેરામાં રસ્તાઓના વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹182 કરોડ ફાળવવામાં આવ્યા છે.
  • નિકાસ વધારવા નવી પહેલ: રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા માટે ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC) ની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે.

કુટિર અને ગ્રામોદ્યોગ: કારીગરો માટે ડિજિટલ ક્રાંતિ

નાના કારીગરો અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે પણ બજેટમાં વિશેષ ધ્યાન અપાયું છે:

  • વાજપાઈ બેંકેબલ યોજના: સ્વ-રોજગાર મેળવવા ઈચ્છતા યુવાનો અને કારીગરોની સબસિડી માટે ₹494 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ODOP અને માર્કેટિંગ: ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ (ODOP) માટે ₹25 કરોડ અને ખાદી સંસ્થાઓના પ્રદર્શન મેળા માટે ₹57 કરોડ ફાળવાયા છે.
  • ઇ-કોમર્સ સહાય: પરંપરાગત કારીગરોની આવક વધારવા માટે તેમને આધુનિક ડિજિટલ માર્કેટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડવા માટે વિશેષ સહાય આપવામાં આવશે.

Gujarat Budget 2026-27: શ્રદ્ધાળુઓ આનંદો ! ગુજરાતના યાત્રાધામોનો થશે વિકાસ, કરોડોના ખર્ચે અંબાજી, ડાકોર, દ્વારકાને વિકસાવાશે, વાંચવા માટે અહીં ક્લિક કરો