Gujarat Budget 2023-24: પાણીપુરવઠા વિભાગ માટે 6000 કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ, વાંચો ક્યાંથી નિકળી પાણી ક્યાં પહોંચશે

આજે રજૂ થયેલ બજેટમાં પાણીપુરવઠા વિભાગ માટે કુલ 6,000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં રાજ્યના દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે નલ સે જલ યોજના અંતર્ગત 2602 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

Gujarat Budget 2023-24: પાણીપુરવઠા વિભાગ માટે 6000 કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ, વાંચો ક્યાંથી નિકળી પાણી ક્યાં પહોંચશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 8:24 PM

આજે રાજ્યનું આત્મનિર્ભર બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે નાણામંત્રી કનુદેસાઈ લાલ રંગની બજેટ પોથી લઇને વિધાનસભામાં પહોંચ્યા હતા. આ બજેટ પોથીમાં ગુજરાતના વિવિધ પ્રતીક તેમજ ગુજરાતની ઓળખની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ત્યારે આજે રજૂ થયેલ બજેટમાં પાણીપુરવઠા વિભાગ માટે કુલ 6,000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં રાજ્યના દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે નલ સે જલ યોજના અંતર્ગત 2602 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો :Gujarat Budget 2023-24 : રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 567 કરોડ રુપિયાની જોગવાઈ

આદિજાતિ વિસ્તારમાં 3052 ગામોને આવરી લેતી અંદાજિત કિંમત 4009 કરોડની યોજના પ્રગતિ હેઠળ છે. જ્યારે 2592 ગામોને આવરી લેતી 2362 કરોડ રુપિયાની 66 યોજનાઓના કામો આયોજન હેઠળ છે. આ યોજનાઓ માટે 909 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સૌરાષ્ટ્રમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરુરિયાતને પહોંચી વળવા, નાવડા, બોટાદ,ગઢડા,ચાવંડ, બુઘેલ,બરોડા, ધરાઈ, ભેંસાણમા બલ્ક પાઈપલાઈનના કામ અમલ મુકેલ છે. જે કામો માટે 800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બુધેલથી બોરડા સુધીની 56 કિ.મ. લંબાઈની બલ્ક પાઈપલાઈન અંદાજીત કિંમત 376 કરોડના કામો પુર્ણતાના આરે છે.

બોટાદ,રાજકોટ, અમરેલી,જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટેની નાવડા થી ચાવંડ સુધીની 85 કિ.મી. બલ્ક પાઈપલાઈનના અંદાજે 644 કરોડના કામો પ્રગતિ હેઠળ છે.

અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર,ગીર-સોમનાથ,જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકી થી નાવડા સુધીની 97 કિ.મી. બલ્ક પાઈપલાઈન અંદાજીત 1044 કરોડના કામો પ્રગતિ હેઠળ છે.

જૂનાગઢ જિલ્લા માટેની ઘરાઈ ભેંસાણ સુધીની પાણી પુરું પાડવા માટેની 63 કિ.મી. લંબાઈની બલ્ક પાઈપલાઈનના અંદાજિત 392 કરોડના કામો પ્રગતિ હેઠળ છે.

પાણીની ઉપલબ્ધિ સુનિશ્વિત કરવાની સાથે લોકસહકારથી તેના કરકસરભર્યા ઉપયોગ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

ગુજરાત ઘર વપરાશ પાણી અધિનિયમ, 2019 અંતર્ગત પાણીનું વિતરણ કરતી 6500 ગ્રામ પંચાયતો અને 363 જૂથ યોજના હેઠળના 2000 હેડવકર્સ, પાણી વિતરણના સ્થળોનું વોટર ઓડિત પૂર્ણ કરેલ છે.

પાણીના પરિવહન અને વિતરણમાં જવાબદેહી લાવવા અને પાણીનો બગાડ અટકાવવા 2200 જેટલા અગત્યના સ્થળો પર વોટરફ્લો મીટર લગાડવાની અને અંદાજે 500 જેટલા હેડવકર્સ ઉપરથી પાણીની ગુણવત્તાની માપણી અને તેના મોનિટરીંગની વ્યવસ્થા પ્રગતિમાં છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">