Budget 2023 Share Market : શેરબજારને બજેટ સારું રહેવાની અપેક્ષા, સેન્સેક્સ 450 અંક અને નિફટી 0.85% ઉછાળા સાથે ખુલ્યા

|

Feb 01, 2023 | 9:15 AM

Budget 2023 Share Market : ગત મહિને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ બજારમાંથી મોટી સંખ્યામાં તેમના નાણાં પાછા ખેંચી લીધા છે. સ્થાનિક શેરબજારોમાંથી રૂ. 16,500 કરોડથી વધુ ઉપાડી લીધા છે. આ સિવાય રોકાણકારો મોંઘવારી અને વૈશ્વિક મંદીના ડરથી પણ સાવચેત છે.

Budget 2023 Share Market : શેરબજારને બજેટ સારું રહેવાની અપેક્ષા, સેન્સેક્સ 450 અંક અને નિફટી 0.85% ઉછાળા સાથે ખુલ્યા
Share Market

Follow us on

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે  1 ફેબ્રુઆરી 2023 ના રોજ સંસદમાં મોદી સરકારનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ બજેટને લઈને દરેક ક્ષેત્રના લોકોમાં વિશેષ ઉત્સાહ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સામાન્ય જનતા અને રોકાણકારો બજેટમાંથી પોતાના માટે ખાસ આશા રાખીને બેઠી છે. ભારતીય શેરબજારના રોકાણકારો આ વખતે સંતુલિત બજેટ રજૂ થાય તેવી અપેક્ષા છે. સંતુલિત બજેટના આગમનથી શેરબજારની ચાલ પર નોંધપાત્ર અસર પડી શકે છે. બજેટ સારું રહેવાની આશાઓ વચ્ચે બજારે જોરદાર આવકાર આપ્યો છે. બજેટ પહેલા શેરબજાર ખુબ સારી  સ્થિતિમાં ખુલ્યું છે. નિફટી 149.45 અંક મુજબ  17,811.60 ઉપર ખુલ્યો છે તો બીજી તરફ સેન્સેક્સએ 451.27 પોઇન્ટ અનુસાર  60,001.17 ઉપર કારોબારની શરૂઆત કરી છે.

અર્થતંત્રને સુધારવા પર ભાર સામાન્ય બજેટમાં દેશમાં તમામ પ્રકારના રોકાણમાં યોગદાન આપનારા રોકાણકારો, રોજગારમાં વધારો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચમાં વધારો, ખાધને દૂર કરવા અને ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો કરે છે. સરકાર પાસેથી અર્થતંત્રમાં સુધારો થવાની આશા છે.

છેલ્લા 10 વર્ષમાં શું સ્થિતિ હતી

સામાન્ય બજેટ પહેલા શેરબજારોમાં સામાન્ય રીતે સુસ્તીનું વાતાવરણ જોવા મળે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. એકંદરે છેલ્લા 10 વર્ષમાં બજેટ પહેલા 6 વખત વધારો થયો છે અને બાકીના સમયમાં ઘટાડો થયો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

છેલ્લા 5 વર્ષમાં બજેટના દિવસે બેન્કિંગ શેર્સમાં એક્શન જોવા મળ્યું છે

  • ICICI BANK :  2016 માં ICICI બેંક  બજેટના દિવસે 5.5 ટકા લપસી ગઈ હતી. 2017માં તેમાં 4.5 ટકાનો વધારો થયો હતો. 2018માં 2 ટકા તૂટ્યો હતો. 2019માં 3 ટકા તૂટ્યો. 2020માં 4 ટકા તૂટ્યો. 2021માં 12.5 ટકા મજબૂત. 2022 માં 3 ટકા મજબૂત.
  • SBI : 2016ના બજેટમાં SBI 4 ટકા નબળી પડી હતી. 2017માં તેમાં 4 ટકાનો વધારો થયો હતો. 2018માં તે 2.5 ટકા નબળો પડ્યો હતો. 2019માં 3.5 ટકા તૂટ્યો. 2020માં 5 ટકા તૂટ્યો. 2021માં 10 ટકા મજબૂત થયો, જ્યારે 2022માં 1.1 ટકા તૂટ્યો.

બજેટના દિવસે શેરબજારની મૂવમેન્ટનો ઇતિહાસ

છેલ્લા સાત બજેટમાં બજારમાં સરેરાશ 0.9 ટકાની પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી છે. છેલ્લા ત્રણ બજેટમાં બજારમાં સરેરાશ 1.5 ટકાની વધઘટ જોવા મળી હતી. 2021માં બજેટના દિવસે બજાર 5 ટકા વધ્યું હતું.

આ કંપનીઓના પરિણામ આજે આવશે

આજે  Ajanta Pharma, Alembic Pharma, Jubilant FoodWorks, Mahindra Logistics, Ramco Systems, Raymond, Redington, RPG Life Sciences, Sundram Fasteners, Tata Chemicals, Timken India, UTI Asset Management Company, Whirlpool of India  જેવી કંપનીઓના પરિણામ  આવશે.

શેરબજારમાંથી 16,500 કરોડ પાછા ઉપાડી લેવાયા

ગત મહિને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ બજારમાંથી મોટી સંખ્યામાં તેમના નાણાં પાછા ખેંચી લીધા છે. સ્થાનિક શેરબજારોમાંથી રૂ. 16,500 કરોડથી વધુ ઉપાડી લીધા છે. આ સિવાય રોકાણકારો મોંઘવારી અને વૈશ્વિક મંદીના ડરથી પણ સાવચેત છે.

Published On - 9:13 am, Wed, 1 February 23

Next Article