Share Market : બેન્કિંગ સ્ટોક્સમાં તેજી, Bank Nifty માં 500 અંકનો વધારો

|

Feb 01, 2022 | 4:06 PM

બેંક શેરો(Bank Stocks)માં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક 2 ટકાથી વધુ વધ્યા હતા.

Share Market : બેન્કિંગ સ્ટોક્સમાં તેજી, Bank Nifty માં 500 અંકનો વધારો
બેન્ક નિફટીમાં 800 અંકનો વધારો નોંધાયો છે.

Follow us on

બજેટ(Budget 2022) પહેલા શેરબજારો(Budget 2022 Share Market) જોરદાર શરૂઆત થઇ છે. મંગળવારે પ્રથમ ટ્રેડિંગ કલાકમાં સેન્સેક્સ(Sensex )850 પોઈન્ટથી વધુ અને નિફ્ટી(Nifty ) 200 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. સેન્સેક્સની શરૂઆત 631 પોઈન્ટના વધારા સાથે થઈ હતી. માત્ર પ્રથમ મિનિટમાં જ રોકાણકારોએ 2.5 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

બેંકના શેરોમાં વધારો

બેંક શેરો(Bank Stocks)માં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક 2 ટકાથી વધુ વધ્યા હતા. બેંકના શેરોમાં તેજી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 800 પોઈન્ટના વધારા સાથે 38,750ની ઉપર જોવામાં આવી રહ્યો છે. SBI બેંક, HDFC બેંક, ICICI બેંકમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે.

Bank Nifty   – 38505  + 530 (1.40%)

આ શેર્સમાં વધારો થયો

ICICI બેંક, ઇન્ડસઇન્ડ બેંક, HDFC, ઇન્ફોસિસ, સનફાર્મા અને કોટક બેંકનો તેજી દર્શાવનાર શેર્સમાં સમાવેશ થાય છે. આ સિવાય એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, લાર્સન એન્ડ ટુબ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, બજાજ ફાઇનાન્સ પણ સારી સ્થિતિમાં વેપાર કરી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ, ટાઇટન, SBI અને પાવરગ્રીડના શેરમાં સાધારણ વધારો થયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નિફટી બેન્ક ઇન્ડેક્સના TOP Gainers

Company Name High Last Price Prev Close Change % Gain
IndusInd Bank 906.55 897.2 872.1 25.1 2.88
ICICI Bank 812.45 810.05 788.8 21.25 2.69
Axis Bank 793 790.75 773.05 17.7 2.29
Kotak Mahindra 1,905.00 1,899.35 1,857.25 42.1 2.27
AU Small Financ 1,357.00 1,335.90 1,309.55 26.35 2.01
HDFC Bank 1,517.00 1,515.00 1,485.70 29.3 1.97
RBL Bank 152.2 150.6 148.3 2.3 1.55
IDFC First Bank 47.65 47.45 46.75 0.7 1.5
Bandhan Bank 321.45 319.2 315.55 3.65 1.16
SBI 543.95 542.35 538.3 4.05 0.75

આ કંપનીઓ પરિણામ જાહેર કરશે

આજે ફેબ્રુઆરી 1 2022 ના રોજ ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની, એલિકોન એન્જિનિયરિંગ, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હોટેલ્સ, ઈન્ડોકો રેમેડીઝ, જુબિલન્ટ ઈંગ્રેવિયા, કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ, લાક્સીડ ઈન્ડસ્ટ્રીઝ. મેંગલોર કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઇજીન એન્ડ હેલ્થ કેર, પૂનાવાલા ફિનકોર્પ, સોના BLW પ્રિસિઝન ફોર્જિંગ્સ, ત્રિવેણી ટર્બાઇન, TTK પ્રેસ્ટિજ અને VIP ઇન્ડસ્ટ્રીઝ તેમના પરિણામો જાહેર કરશે.

 

આ પણ વાંચો :  Budget 2022 Share Market Updates : બજેટ પૂર્વે શેરબજારની તેજીમાં રોકાણકારોને 2.5 લાખ કરોડની કમાણી, Sensex માં 800 અને Nifty 225 અંકનો ઉછળ્યા

 

આ પણ વાંચો : Budget 2022 : કોરોનાકાળના બીજા બજેટમાં શેરબજારની કેવી રહેશે ચાલ? જાણો છેલ્લા 10 વર્ષના બજેટ સમયે શેરબજારનો કેવો હતો મૂડ

 

Published On - 10:37 am, Tue, 1 February 22

Next Article