AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: વરિષ્ઠ નાગરિકોની આ છે અપેક્ષાઓ, વ્યાજદર વધે, એન્યુટી ઈન્કમ ટેક્સ ફ્રી કરવામા આવે

બજેટમાં વરિષ્ઠ નાગરિકોની માંગ છે કે વ્યાજ દરમાં વધારો કરવામાં આવે. વધુમાં, વાર્ષિકી આવકને કરમુક્ત બનાવવી જોઈએ. હાલમાં તેના પર ટેક્સ ભરવો પડે છે.

Budget 2022: વરિષ્ઠ નાગરિકોની આ છે અપેક્ષાઓ, વ્યાજદર વધે, એન્યુટી ઈન્કમ ટેક્સ ફ્રી કરવામા આવે
Senior citizens also have high expectations from the budget.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 5:33 PM
Share

બજેટ (Budget 2022) રજુ થવામાં એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી છે. નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ પાસેથી દરેકને ઘણી આશાઓ છે. આવી સ્થિતિમાં વરિષ્ઠ નાગરિકોને (Senior Citizens)  પણ બજેટથી ઘણી આશાઓ છે. ઓછા વ્યાજદરના કારણે વરિષ્ઠ નાગરિકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને નુકસાન થઈ રહ્યું છે. વરિષ્ઠ નાગરિકો તેમની દૈનિક જરૂરિયાતો માટે નિશ્ચિત આવકમાં રોકાણ કરે છે. બેંક ફિક્સ્ડ ડિપોઝિટ એ મોટાભાગના વરિષ્ઠ નાગરિકોની પ્રથમ પસંદગી છે, જેને હાલમાં 6 ટકાથી ઓછા દરે વ્યાજ મળી રહ્યું છે. બજેટમાં વરિષ્ઠ નાગરિકોની માંગ છે કે વ્યાજદરમાં (Interest Rate) વધારો કરવામાં આવે. આ ઉપરાંત, વાર્ષિકી આવકને કરમુક્ત બનાવવી જોઈએ. હાલમાં તેના પર ટેક્સ ભરવો પડે છે.

વાર્ષિક આવક કરમુક્ત બનાવવા આવે –  નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અથવા અન્ય પેન્શન સ્કીમમાંથી મળેલી વાર્ષિકી અથવા પેન્શન પર ટેક્સ ચૂકવવો પડે છે. એકસાથે મળવા પાત્ર રકમ કરમુક્ત છે, પરંતુ માસિક કે વાર્ષિક મેળવેલી વાર્ષિકી પર ટેક્સ ભરવો પડે છે. આના કારણે વરિષ્ઠ નાગરિકો એકસાથે વાર્ષિકી રકમ લે છે, જેના કારણે તેમને પાછળથી નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વરિષ્ઠ નાગરિકો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર બજેટમાં એન્યુટી ઈન્કમને ટેક્સ ફ્રી કરે.

વ્યાજ દરોમાં વધારો

કોરોના મહામારીના કારણે, આરબીઆઈ આર્થિક વૃદ્ધિને સુનિશ્ચિત કરવા માટે છેલ્લા બે વર્ષથી વ્યાજ દરો નીચા રાખી રહી છે. ઓછા વ્યાજદરના કારણે વરિષ્ઠ નાગરિકોને નુક્સાની થઈ રહી છે. તેમને નિશ્ચિત આવકથી ઓછો નફો મળી રહ્યો છે. સરકારે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજની આવક મેળવવા માટે વ્યાજ દર વધારવાની જરૂર છે. આ સિવાય વરિષ્ઠ નાગરિકોની માંગ છે કે સરકારે એફડી  (Fixed Deposit) પર વિશેષ વ્યાજ દરની જાહેરાત કરવી જોઈએ.

પોસ્ટ ઓફિસમાં રોકાણ મર્યાદા વધારવામાં આવે

બજેટમાંથી વરિષ્ઠ નાગરિકોની અનેક માંગણીઓ છે. વરિષ્ઠ નાગરિકો પોસ્ટ ઓફિસમાં રોકાણની મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. આ સિવાય તેમની માંગ છે કે સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણની મર્યાદા દૂર કરવી જોઈએ.

વીમા પ્રીમિયમ પર કર મુક્તિની માંગ

વરિષ્ઠ નાગરિકો માટે નવા ઉત્પાદનો લોન્ચ કરવામાં આવે જે ટેક્સ એફીશિએંટ હોય. વરિષ્ઠ નાગરિકોની આવક વધારવા માટે વિચારણા કરવી જોઈએ. પેન્શન કપાત અને વીમા કર મુક્તિમાં ફેરફાર કરવાની જરૂર છે.

આ પણ વાંચો :  Budget Expectations 2022: MSME ને આ બજેટથી શુ છે અપેક્ષાઓ, શું ટેક્સનો બોજ ઘટશે?

આ પણ વાંચો : Budget 2022: દેશમાં નિકાસ વધારવા માટે સરકારે લેવા જોઈએ પગલા, નિકાસકારોની નાણામંત્રી પાસે આ છે માંગણીઓ

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">