દેશને મોટો બદલાવ લાવનારા બજેટની જરૂર, 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવામાં મળશે મદદ

|

Jan 31, 2022 | 9:24 PM

2022-23ના બજેટથી વાસ્તવિક અર્થમાં મોટા ફેરફારની અપેક્ષા રાખવામાં આવી રહી છે. એક પરિવર્તનકારી બજેટ માટે હાલની સ્થિતિ પણ સકારાત્મક જોવા મળી રહી છે.

દેશને મોટો બદલાવ લાવનારા બજેટની જરૂર, 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવામાં મળશે મદદ
A big change is being expected from the budget of 2022-23.

Follow us on

2022-23ના બજેટથી  (Budget 2022)  ખરા અર્થમાં મોટા ફેરફારની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વર્તમાન પરિસ્થિતિ પણ પરિવર્તનકારી બજેટ માટે સકારાત્મક દેખાઈ રહી છે. આ વર્ષે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) 232 લાખ કરોડ રૂપિયા રહેવાની ધારણા છે, જો કે, પહેલા 197 લાખ કરોડ રૂપિયા હતો, એટલે કે તેમાં 17 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. તે મુજબ આ વધારો 35 લાખ કરોડ રૂપિયાનો થશે, જે ભારતના ઈતિહાસમાં ક્યારેય થયો નથી. જો એક ડોલરની કિંમત 75 રૂપિયા માનવામાં આવે તો આ જીડીપી 466 અબજ ડોલર થશે, જે ચાલુ વર્ષ માટે વિશ્વના અન્ય કોઈપણ દેશની સરખામણીમાં કોઈપણ એક દેશ માટે સૌથી વધુ છે. આ ઉપરાંત આવક (Revenue) વધારવાના સરકારના પ્રયાસો નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યા છે.

બજેટના અંદાજ મુજબ નવેમ્બર સુધી કુલ ગ્રોસ ટેક્સ કલેક્શન  22 લાખ કરોડ રૂપિયાનું છે અને આમાં હજું વૃદ્ધિ થઈ રહી છે. એવી ધારણા છે કે આ કલેક્શન 4-5 લાખ કરોડ રૂપિયાનું હોઈ શકે છે, જે બજેટ અંદાજ કરતાં વધુ હશે. એટલે કે તેમાં 18 ટકાનો વધારો થશે. ભારતીય અર્થતંત્રના ઈતિહાસમાં આ અભૂતપૂર્વ છે.

કોર્પોરેટ સેક્ટરમાંથી વધુ આવક થવાને કારણે ટેક્સ કલેક્શનનું સ્તર ઊંચું છે. કોર્પોરેટ સેક્ટરમાં નફો અત્યારે ઓલ ટાઈમ હાઈ પર છે, સાથે જ કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25 ટકા કરવાથી પણ ફાયદો થયો છે. એ જ રીતે વ્યક્તિગત ટેક્સમાં પણ વિવિધ કારણોસર વધારો થયો છે. ઊંચી વૃદ્ધિ અને વધેલી આયાતને કારણે કસ્ટમ ડ્યૂટીમાં વધારો થયો છે, ઈંધણના વધુ વપરાશને કારણે એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો થયો છે. જોકે ડિસેમ્બરમાં ટેક્સમાં ઘટાડો થવાને કારણે એક્સાઈઝ ડ્યુટી થોડી ઓછી થઈ છે. એ જ રીતે GST નિયમોનું સારૂ અનુપાલન અને દેખરેખને કારણે GST સંગ્રહમાં પણ વધારો થયો છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

સરકારની આવક વધી

આવક પ્રાપ્તિના તમામ સ્ત્રોતોમાં વધારો થયો છે. સરકારે ગયા વર્ષે આવક વધારવાની તકોનો વધુ સારો ઉપયોગ કર્યો, જેથી રાજકોષીય ખાધને 9.8 ટકા પર લાવી શકાય. સરકારે નાની બચત ભંડોળની જવાબદારીઓ સંભાળી લીધી, જેના કારણે સબસિડી વધીને 5.5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. આ વર્ષે પણ સરકારે બે પૂરક માંગણીઓ રજૂ કરી, જેનો હેતુ 3.23 કરોડ રૂપિયાના વધારાના ખર્ચને પહોંચી વળવાનો હતો. તેમાંથી લગભગ 67 હજાર કરોડ રૂપિયા એર ઈન્ડિયાના ઋણ માટે છે. 53 હજાર કરોડ નિકાસ સબસિડી માટે છે. જે ગયા વર્ષે આપવામાં આવી ન હતી, અને બાકીની વધેલી રકમ ખાદ્ય સબસીડી, ખાતર સબસીડી, આવાસ કાર્યક્રમો માટે સબસીડી વગેરે માટે છે.

સરકાર તેની નાણાકીય બેલેન્સ શીટ આ રીતે ફિક્સ કરી રહી છે, એ સુનિશ્ચિત કરી શકાય કે બજેટની બહાર કશું બાકી ન રહે. ગયા વર્ષે અને આ વર્ષે જોઈ શકાય છે કે સરકારનો નાણાકીય હિસાબ ચોખ્ખો રહ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજકોષીય ખાધ 6.8 ટકા હોઈ શકે છે, જો કે ગણતરી કરેલ રાજકોષીય ખાધ તેનાથી પણ ઓછી હોઈ શકે છે. પરંતુ જો LICનો IPO આવે છે તો આ કલેક્શન 1.20 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જ્યારે બજેટમાં 1.75 લાખ કરોડ રૂપિયાનો અંદાજ હતો.

નોન-ટેક્સ રેવેન્યુ (લાઈસન્સ શીટ્સ દ્વારા ટેલિકોમ ઉદ્યોગમાંથી મળતી રકમ વિવિધ ડિવિડન્ડ) મોરચે, આરબીઆઈએ લગભગ 97 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે, જે બજેટ અંદાજ કરતાં 43 હજાર રૂપિયા વધુ છે. તેવી જ રીતે, જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસેથી મળેલું ડિવિડન્ડ 55 હજાર કરોડ રૂપિયાનું હોઈ શકે છે. જેમાંથી 40 હજાર કરોડ મળી ચૂક્યા છે. તેનો અર્થ કે નોન-ટેક્સ રેવન્યુ વધી શકે છે. તેનું કારણ ટેલિકોમ કંપનીઓ દ્વારા ભવિષ્ય માટે આપવામાં આવતી લાયસન્સ શીટની ચૂકવણી અને આરબીઆઈ અને પીએસયુ દ્વારા વધુ ડિવિડન્ડ છે. આ સાથે, ડિસઇન્વેસ્ટમેન્ટને કારણે ઓછું કલેક્શન સંતુલિત કરી શકાય છે. એકંદરે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ખર્ચ અને આવકમાં વધારો થવા છતાં રાજકોષીય ખાધ 6.8 ટકાથી નીચે રહી શકે છે.

બોન્ડ માર્કેટમાં થોડી ચિંતા છે, કારણ કે 10-વર્ષનો જી-સેક રેટ વધીને લગભગ 6.5 ટકા થયો છે, જે થોડા મહિના પહેલા 6 ટકાથી ઓછો હતો. તેનું કારણ સરકારનું વધેલું દેવું અને કોવિડ-19 સંબંધિત આશંકાઓ છે. આવતા વર્ષે વિકાસ દર 9 ટકાથી ઉપર રહી શકે છે. 5 ટકાના મોંઘવારી દર સાથે, અમે નજીવા ધોરણે લગભગ 14 ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા રાખી શકીએ છીએ. આ કારણે, મજબૂત વૃદ્ધિની સંભાવનાઓને લઈને, આ બજેટમાં મોટા ફેરફારો કરવામાં આવી શકે છે.

જો આપણે છેલ્લાં પાંચ ત્રિમાસિક ગાળા દરમિયાન કોર્પોરેટ નફા પર નજર કરીએ તો તેમાં ત્રિમાસિક-દર-ક્વાર્ટરના આધારે વધારો જોવા મળ્યો છે. આમાં, કોમોડિટી સેક્ટર મોખરે છે, મોટા ભાવ વધારાને કારણે, જોકે ઓટો સેક્ટરે સારું પ્રદર્શન કર્યું નથી, જે સેમિકન્ડક્ટરની અછતને કારણે છે. એનપીએ પર અંકુશ અને ધિરાણની ઓછી કિંમતને કારણે નફામાં વધારો થવાને કારણે બેન્કિંગ સેક્ટરમાં સુધારો થયો છે. અન્ય ઉદ્યોગો પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે, જોકે કેટલાક ઉદ્યોગોમાં હજુ સુધારો થવાનો છે.

2022-23ના બજેટમાં ગ્રોસ ટેક્સ કલેક્શનમાં 4 લાખ કરોડ રૂપિયાનો વધારાનો વધારો જોવા મળી શકે છે અને તે 26 લાખ કરોડ રૂપિયાથી વધીને 30 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. આનાથી કેન્દ્ર સરકાર માટે ટેક્સ કલેક્શનમાં ઓછામાં ઓછા 2.5 લાખ કરોડ રૂપિયાનો વધારો થશે. આ રકમનો ઉપયોગ રાજ્યોના લેણાં ચૂકવ્યા પછી સરકારના વિવિધ કાર્યક્રમો માટે કરી શકાય છે.

ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક પૂરો થવાની અપેક્ષા નથી

આગામી વર્ષ માટે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ. 1.75 લાખ કરોડ મેળવવાનો લક્ષ્યાંક પૂરો થાય તેવી શક્યતા નથી કારણ કે તે સમયે LICનો IPO સમાપ્ત થઈ ગયો હશે. જો કે, અમે સરકારી કંપનીઓ પાસેથી ઊંચા ડિવિડન્ડની અપેક્ષા રાખી શકીએ છીએ અને સંભવ છે કે 1 લાખ કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ મેળવી શકીએ. પરંતુ જો સરકાર હિન્દુસ્તાન ઝિંક અને બીપીસીએલમાં પોતાનો હિસ્સો વેચે તો ડિસઇન્વેસ્ટમેન્ટથી આવક વધી શકે છે. તેથી, આગામી વર્ષે આવકમાં વધારો થવાની ધારણા છે. છેલ્લા ચાર મહિનામાં જીએસટી કલેક્શન 1.3 લાખ કરોડ રૂપિયાનું રહ્યું છે, જાન્યુઆરીમાં મળેલું જીએસટી કલેક્શન ખૂબ જ પ્રભાવશાળી રહેશે.

સરકાર આગામી વર્ષ માટે ખર્ચના મોરચે તેનું બજેટ વધારી શકે છે. સરકાર રેલવે અને રોડ સેક્ટરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વધારા સાથે સંરક્ષણ અને અન્ય ઈન્ફ્રા સેક્ટરમાં તેના ખર્ચમાં વધારો કરી શકે છે અને તેની સમગ્ર અર્થવ્યવસ્થા પર સારી અસર પડશે. ઇન્ફ્રા ખર્ચમાં વધારો તેમજ ખાનગી ક્ષેત્ર દ્વારા મૂડી ખર્ચમાં વધારો થવાની સાથે, જે અપેક્ષિત છે, આગામી 3 થી 5 વર્ષ સુધી વૃદ્ધિની સંભાવનાઓ મજબૂત થશે.

ખાનગી ક્ષેત્ર પણ તેના મૂડી ખર્ચમાં વધારો કરવા તૈયાર થઈ રહ્યું છે, જ્યાં સ્ટીલ ક્ષેત્ર તેનું નેતૃત્વ કરી શકે છે. હાલમાં, ભારતની સ્ટીલ ક્ષમતા લગભગ 130 મિલિયન ટન છે અને એવી અપેક્ષા છે કે 2025 સુધીમાં આ ક્ષમતા 200 મિલિયન ટન થઈ શકે છે. એ જ રીતે, આપણે ટેલિકોમ સેક્ટરમાં વધુ મૂડી ખર્ચ જોઈ શકીએ છીએ કારણ કે આગામી સમયમાં 5G સેવા શરૂ થવાની સંભાવના છે.

કરવેરાના મોરચે, ખાનગી કંપનીઓ કોર્પોરેટ ટેક્સ વધારીને 25 ટકા કરવાથી ખુશ છે અને વિનંતી કરે છે કે વિવિધ ટેક્સ વિવાદો પણ ઉકેલવામાં આવે. આ જૂના વિવાદોમાં ઘણા પૈસા ફસાયેલા છે, આમાં લગભગ 9 લાખ કરોડ રૂપિયા સામેલ છે અને આ મામલાઓનો ઉકેલ લાવવાની જરૂર છે. જો નાણામંત્રી આગામી એક વર્ષમાં આ વિવાદોનો ઉકેલ લાવવાની જાહેરાત કરે તો તેનાથી કર પ્રણાલીમાં વિશ્વાસ વધશે અને ટેક્સનો ભય પણ ઓછો થશે.

સરકારે GST સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ, આ માટે ઘણા બધા દરો એકસાથે મર્જ કરી શકાય છે, સાથે જ ઈનવર્ટેડ ટેક્સ રેટ પણ ઘટાડી શકાય છે. સિમેન્ટ અને ટાયર જેવા ઘણા ક્ષેત્રો માટે ટેક્સના દરમાં ઘટાડો થવાથી ખર્ચમાં ઘટાડો થશે અને કરચોરીની ઘટનાઓમાં ઘટાડો થશે.

જ્યાં સુધી પર્સનલ ટેક્સનો સવાલ છે, કોવિડને કારણે દેશનો મધ્યમ વર્ગ ખરાબ રીતે પ્રભાવિત થયો છે, ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે અને સારવારના ખર્ચને કારણે લોકોની બચતને અસર થઈ છે. સામાન્ય માણસને નાણામંત્રી પાસેથી ટેક્સ સ્લેબ બદલવાની અપેક્ષા છે જેથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ન લાગે. 5-10 લાખ પર 10 ટકા, 10-15 લાખ પર 20 ટકા અને 15 લાખ અને તેથી વધુની આવક પર 30 ટકા (અને 15 ટકાનો સરચાર્જ) લાદવામાં આવી શકે છે.

સાથે જ એ સુનિશ્ચિત કરવુ જોઈએ કે, વર્તમાન કર માળખાં અને નવા ભલામણ કરેલ કર માળખાં (જ્યાં તબીબી વીમા માટે 80D અને ચેરિટી માટે 80G ની જોગવાઈઓ સિવાય 80C ડીડકશનની જોગવાઈ નથી) વચ્ચે વિકલ્પ પસંદ કરી શકે.

તે સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે કે આકારણી કાર્ય સમયસર પૂર્ણ થાય અને ટેક્સ રિફંડ ઝડપથી થાય. નોંધનીય છે કે 2021-22ની સરખામણીમાં આવતા વર્ષે સરકારી ખર્ચ લગભગ 1.20 લાખ ઓછો રહેશે. કારણ કે આવતા વર્ષે એર ઈન્ડિયાને ફંડ આપવાની જરૂર નહીં રહે અને ન તો બાકી નિકાસ સબસિડી ચૂકવવાની રહેશે. બધુ કહેવામાં અને કરવામાં આવી ચુક્યું છે.  મોટા ફેરફાર લાવનારા બજેટ માટે સ્ટેજ તૈયાર છે. અને તેના દ્વારા 2026 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની ઈચ્છા પૂરી થઈ શકે છે.

આ પણ વાંચો :  Economic Survey 2022 : ઇકોનોમિક સર્વે રિપોર્ટ 2022 સંસદમાં રજૂ થયો, FY23 માટે GDP ગ્રોથ 8-8.5 રહેવાનું અનુમાન

Next Article