Budget 2022 : 5 રાજ્યની ચૂંટણીની બજેટમાં અસર દેખાશે? શું છે નિષ્ણાંતોનું અનુમાન

ઉત્તર પ્રદેશ ભાજપ માટે મહત્વનું રાજ્ય છે. ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર મોટી અસર પડશે.

Budget 2022 : 5 રાજ્યની ચૂંટણીની બજેટમાં અસર દેખાશે?  શું છે નિષ્ણાંતોનું અનુમાન
Budget 2022 માં 5 રાજ્યની ચૂંટણીની અસર દેખાઈ શકે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:20 AM

Budget 2022 : 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં આ વખતે સરકારનું ફોકસ ગામ તરફ કેન્દ્રિત રહેવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં કિસાન આંદોલન બાદ નિર્મલા સીતારામન(finance minister of india nirmala sitharaman) ખેડૂતો ઉપર વર્ચસ્વ વધારવા માટે ગ્રામીણ ભારત માટે કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે.

ઉત્તર પ્રદેશ ભાજપ માટે મહત્વનું રાજ્ય છે. ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર મોટી અસર પડશે. કિસાન આંદોલન પછી ખેડૂતોમાં ખાસ કરીને પશ્ચિમ યુપીના ના ખેડૂતોમાં પાર્ટીનું વર્ચસ્વ કંઈક અંશે નબળું પડી ગયું છે. હવે બજેટ ખેડૂતોને આકર્ષવાની સારી તક છે.

વચનોની ભરમાર રહેશે

અર્થશાસ્ત્રી પ્રણવ સેન કહે છે કે આ બજેટમાં મોટી સંખ્યામાં વચનો હશે તેમાં કોઈ શંકા નથી. યુપીમાં ભાજપનું સૂત્ર ડબલ એન્જિન છે. તેથી બજેટમાં કેટલીક કેન્દ્રીય યોજનાઓની જાહેરાત થઈ શકે છે જેનો ફાયદો યુપી જેવા ચૂંટણી વાળા રાજ્યમાં શાસક સરકારને થશે.

માંગ વધારવા પર ભાર

ડેલોઈટ ઈન્ડિયાના અર્થશાસ્ત્રી રુમકી મજુમદાર કહે છે “માગ સર્જનની જરૂરિયાતને જોતાં સરકાર રોજગાર સર્જન અને કાર્યક્ષમ કાર્યબળ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે” તે બજેટ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને સ્થિરતા જાળવવાનો પ્રયાસ કરવાની આશા રાખે છે. હવે ધારીએ કે સીતારામન ગ્રામીણ યુવાનો માટે જોબ સ્કીમની જાહેરાત કરે છે અથવા હાલની યોજનાઓ માટે સબસિડીમાં વધારો કરે છે તે આચારસંહિતાને કારણે વધુ વિગતમાં જશે નહીં. તેનાથી યુપી અને ઉત્તરાખંડના યુવાનોને ફાયદો થશે. આમાં માત્ર મેસેજનો સમાવેશ થશે અને કેમપેઇન મેનેજર સંલગ્ન સૂત્ર આગળ વધારશે.

ત્રીજી લહેરની અસર મર્યાદિત હોઈ શકે છે

એક અખબારી અહેવાલ અનુસાર નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે કોવિડ ત્રીજી લહેર ઝડપથી વધી રહી છેઅને તે પણ ઝડપથી ઘટશે. આ કારણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તેની આર્થિક અસર મર્યાદિત રહી શકે છે. રાજીવ કુમારનું માનવું છે કે આ વખતે અવરોધો ઘણા ઓછા છે. 2021-22 માટે જીડીપી વૃદ્ધિ 9-9.2 ટકા રહેશે જે અપેક્ષા કરતાં થોડી ઓછી છે.

આ પણ વાંચો : Budget 2022 : બજેટમાં જીડીપીના 6 ટકાની ફાળવણી શિક્ષણ માટે હોવી જોઈએ

આ પણ વાંચો : Budget 2022: આ બજેટમાં સુરત માટે ટેક્સ્ટાઈલ પાર્કની જાહેરાતની વેપારીઓને અપેક્ષા, બે જગ્યાનું પ્રપોઝલ મુકાયું

Latest News Updates

સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ