Budget 2022: રિવર લિંકિંગ યોજના હેઠળ દમણ-ગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની ઘોષણાઃ જાણો, શું છે આખો પ્રોજેક્ટ

નિર્મલા સિતારામને રજૂ કરેલા બજેટમાં રિવર લિંકિંગ યોજનાની જાહેરાત કરી છે, આ જાહેરાતમાં કેન્દ્રીય મંત્રીએ દમણ-ગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની વાત કરી છે, આ યોજનાને કારણે આ ત્રણ નદીઓની વચ્ચે આવતી પૂર્ણા, અંબિકા અને ઔરંગા સહિતની કુલ સાત મોટી નદીઓ પર ડેમ બનાવી પાણીનો સંગ્રહ કરાશે

Budget 2022: રિવર લિંકિંગ યોજના હેઠળ દમણ-ગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની ઘોષણાઃ જાણો, શું છે આખો પ્રોજેક્ટ
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 4:25 PM

નાણામંત્રી નિર્મલા સિતારામ (Finance Minister Nirmala Sitaraman)ને રજૂ કરેલા બજેટમાં રિવર લિંકિંગ યોજનાની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં કેન્દ્રીય મંત્રીએ દમણ-ગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની વાત કરી છે. આ જોજનાને કારણે આ ત્રણ નદીઓની વચ્ચે આવતી પૂર્ણા, અંબિકા અને ઔરંગા સહિતની અન્ય સાત મોટી નદીઓ પણ આ પાણીથી તરબતર કરવામાં આવશે. ચોમાસા સિવાય ઓછું પાણી ધરાવતી આ નદીઓમાં નર્મદા અને દમણ ગંગાના જોડાણથી બારેમાસ પાણી જોવા મળે એ દિવસો દૂર નથી

ગુજરાતમાં બહુ ઓછી નદીઓમાં બારેમાસ પાણી રહે છે તેથી નદી (river) ઓના જોડાણની તાતી જરૂરીયાત છે. નદીઓના જોડાણથી જ્યાં પાણીની જરૂરીયાત છે ત્યાં આસાનીથી પહોંચાડી શકાશે. ઉપલબ્ધ જળ સંશાધનોની જળસ્ત્રોતોના સંકલિત વ્યવસ્થાપન દ્વારા સપ્રમાણમાં વહેંચણી કરી શકાશે.

દરિયામાં વહી જતાં પાણીનો સદઉપયોગ કરાશે

દક્ષિણ ગુજરાતની નદીઓમાં જરૂરિયાત કરતાં પણ વધુ પાણી છે તેથી આ નદીઓને દરિયામાં વહી જતા પાણીનો આ યોજના દ્વારા સદઉપયોગ કરાશે. વર્ષે દરિયામાં નકામા વેડફાઇ જતાં વધારાના પાણીનો યોગ્ય ઉપયોગ થશે. સિંચાઇ તેમજ પીવાનાં પાણીની જરૂરિયાતો પૂરી પાડવા માટે અત્યંત ઉપયોગી થશે

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સાત નદીઓ પર સાત ડેમ બંધાશે

402 કિલોમીટર લંબાઈ ધરાવતી પાર-તાપી-નર્મદા લીંક દ્વારા વાર્ષિક 1350 મીલીયન ધન મીટર વધારાના પાણી નર્મદા યોજનાનાં કમાંન્ડ વિસ્તાર સુધી વહન કરવાનુ આયોજન છે. દમણગંગા-પીંજલ લીંક દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ શહેરને વાર્ષિક 577 મીલીયન ધન મીટર વધારાનુ પાણી પીવાનાં હેતુસર પુરૂ પાડવાનું આયોજન છે. પાર તાપી- નર્મદા લીંક કેનાલનાં આયોજનમાં દક્ષિણ ગુજરાતની પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીઓનાં સ્ત્રાવક્ષેત્રમાં ફુલ સાત જળાશયાનાં બાંધકામનો સમાવેશ થાય છે. દમણગંગા-પીંજલ લીંક નાં આયોજનમાં દમણગંગા નદીનાં સ્ત્રાવક્ષેત્રમાં કુલ બે જળાશયોનાં બાંધકામનો સમાવેશ થાય છે.  ગુજરાત સરકાર દક્ષિણ ગુજરાતની સાત નદીઓને જોડીને પાર તાપી નર્મદા લીંક પ્રોજેકટ શરૃ કરનાર છે. આ પ્રોજેકટ હેઠળ દક્ષિણ ગુજરાતની સાત નદીઓને એકબીજા સાથે જોડી દેવાશે. જેમાં દરેક નદીઓ પર એક ડેમ બાંધવામાં આવશે. અને તમામ સાત નદીઓને જોડીને જે પાણી સંગ્રહાશે તે તમામ ડેમનું પાણી ઉકાઇ જળાશયમાં ઠલવાશે.ઉકાઇ ડેમથી એક કેનાલ બનાવીને તેને સરદાર સરોવર સાથે જોડી દેવાશે.

આ પણ વાંચોઃ Budget 2022: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર શરુ કરાશે

આ પણ વાંચોઃ Budget 2022: બજેટમાં ડિજિટલ યુનિવર્સિટી અને 60 લાખ નવી નોકરીઓનું વચન આપવામાં આવ્યું છે, જુઓ કેવી છે વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા

g clip-path="url(#clip0_868_265)">