Tulsi Mala: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે તુલસી માળા? જાણો તુલસી માળાથી મંત્રજાપની મહત્તા

તુલસી માળા અત્યંત પવિત્ર અને ખૂબ જ લાભદાયી મનાય છે. આ માળા વિધિવત રીતે ઘરમાં આવે અને ત્યારબાદ તેને સિદ્ધ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. એટલું જ નહીં, એ ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે કે તુલસી માળાથી કોના-કોના જાપ કરી શકાય ?

Tulsi Mala: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે તુલસી માળા? જાણો તુલસી માળાથી મંત્રજાપની મહત્તા
તુલસી માળા
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 24, 2021 | 9:40 AM

એક નાનકડાં મંત્રમાં (mantra) પણ દુર્ભાગ્યને ભાગ્યમાં બદલવાની શક્તિ રહેલી હોય છે. અને કહે છે કે મંત્રની આ જ શક્તિ ત્યારે અનેકગણી વધી જાય છે, કે જ્યારે માળા (mala) દ્વારા તેનો જાપ કરવામાં આવે ! કારણ કે મંત્રજાપ માળાની મદદથી જ વધુ સરળ થઈ શકે છે ! મંત્રજાપ માટે માળાનો ઉપયોગ એટલાં માટે કરવામાં આવે છે, કે જેથી મંત્રની સંખ્યામાં કોઈ ભૂલ ન પડે ! અને મંત્રજાપની સંખ્યાનો ક્રમ પૂર્ણપણે સચવાયેલો રહે. પણ, મંત્રજાપ માટેની આ માળાને પસંદ કરતી વખતે પણ, કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ત્યારે આવો, આજે તુલસીની માળા (Tulsi Mala) વિશે વાત કરીએ.

તુલસી માળા અત્યંત પવિત્ર અને ખૂબ જ લાભદાયી મનાય છે. એટલે ઘણાં ભક્તો તુલસી માળા ઘરે લઈ આવે છે. અને તેનાથી વિવિધ મંત્રનો જાપ કરવા લાગે છે. પરંતુ, આ માળાની ખરીદી કરવી જ પૂરતી નથી. આ માળા વિધિવત રીતે ઘરમાં આવે અને ત્યારબાદ તેને સિદ્ધ કરવામાં આવે તે પણ જરૂરી છે. એટલું જ નહીં, એ ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે કે તુલસી માળાથી કોના-કોના જાપ કરી શકાય. જેમ કે તુલસી માળાથી શિવજી, ગણેશજી કે લક્ષ્મીજી સંબંધી જાપ ન કરી શકાય. વાસ્તવમાં તો તુલસી માળા એ શ્રીવિષ્ણુ સંબંધી મંત્રોના જાપ માટે ફળદાયી બની રહે છે.

શ્રીનારાયણને જેમ તુલસીપત્ર અત્યંત પ્રિય છે, તે જ રીતે તેમને તો તુલસીની માળા પણ એટલી જ પ્રિય છે. અને એટલે જ શ્રીહરિ સંબંધી મંત્રોના જાપ માટે તુલસી માળાનો ઉપયોગ કરવો લાભદાયી બની રહે છે. એ જ રીતે વિષ્ણુ અવતાર જેમ કે, શ્રીરામ અને શ્રીકૃષ્ણ સંબંધી મંત્રોના જાપ માટે પણ તુલસી માળાનો પ્રયોગ કરવો ફળદાયી બની રહે છે. તો, ગાયત્રી મંત્રના જાપ માટે પણ તુલસી માળા જ શુભદાયી મનાય છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

માળાને કેવી રીતે કરશો સિદ્ધ ? ⦁ તુલસી માળાની ખરીદી સોમવાર કે મંગળવારના રોજ શુભ તિથિએ કરવી જોઈએ. ⦁ માળાની ખરીદી બાદ તેને ગંગાજળથી શુદ્ધ કરી પંચોપચારથી તેની પૂજા કરવી જોઈએ. ⦁ માળાને ગુલાબી રંગના કે આછા પીળા રંગના પુષ્પ અર્પણ કરવા. ⦁ ગુલાબી રંગના આસન પર બેસી તુલસીની માળાથી મંત્રજાપ કરવો. આ પ્રયોગથી વિશેષ લાભની પ્રાપ્તિ થશે. ⦁ ઉલ્લેખનીય છે કે મંત્રજાપ બાદ તુલસીમાળાને હંમેશા ગુલાબી રંગના વસ્ત્રથી ઢાંકી રાખવી.

તુલસી માળાના લાભ ⦁ તુલસી માળા દ્વારા મંત્રજાપથી ઘરની અશાંતિ દૂર થાય છે. ⦁ પારિવારિક સુખ, શાંતિની પ્રાપ્તિ થાય છે. ⦁ તુલસી માળા દ્વારા મંત્રજાપથી વ્યક્તિની કલા સંબંધી ક્ષેત્રે પ્રગતિ થાય છે. ⦁ માન્યતા અનુસાર તુલસી માળા વિકારોથી મુક્તિ અપાવી ગળા સંબંધી બીમારીઓનો પણ નાશ કરી દે છે !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ સૌભાગ્ય અને સમૃદ્ધિના આશિષ પ્રદાન કરશે સ્ફટિકની માળા, જાણો માળાને સિદ્ધ કરવાની રીત

આ પણ વાંચોઃ રુદ્રાક્ષની માળા ઘરમાં લાવતા પહેલાં રાખો આ ખાસ વાતનું ધ્યાન, તો જ પ્રાપ્ત થશે મહાદેવના આશીર્વાદ

g clip-path="url(#clip0_868_265)">