ચાતુર્માસ દરમિયાન કયા દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ? જેથી બગડેલા કાર્યો પણ પૂર્ણ થાય
દેવશયની એકાદશી પછી, ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિદ્રામાં ગયા છે. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ સમયગાળા દરમિયાન વિશ્વનું સંચાલન કોણ કરી રહ્યું છે અને કયા દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ?

દેવશયની એકાદશી પૂરી થઈ ગઈ છે અને ચાતુર્માસ શરૂ થઈ ગયો છે. હવે 4 મહિના એટલે કે અષાઢ શુક્લ એકાદશીથી કાર્તિક શુક્લ એકાદશી સુધી શુભ કાર્યો પર પ્રતિબંધ છે. આ મહિનાઓ દરમિયાન બ્રહ્માંડના નિયામક ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં હોય છે. આ કારણે આ સમયને તપસ્યા, ઉપવાસ, ધ્યાન અને સંયમનો સમયગાળો માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન યાત્રા, લગ્ન, ગૃહપ્રવેળ વગેરે જેવા શુભ કાર્યો કરવા જોઈએ નહીં.
આ સમયગાળો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે કારણ કે વરસાદની ઋતુમાં માનવ પાચન શક્તિ નબળી પડી જાય છે અને પાણી અને હવામાં બેક્ટેરિયા વધુ વધે છે. આવી સ્થિતિમાં, જ્યારે ભગવાન વિષ્ણુ સૂતા હોય છે, ત્યારે ભગવાન શિવ બ્રહ્માંડનું નિયંત્રણ કરે છે. આ સાથે, આ સમયગાળા દરમિયાન કેટલાક અન્ય દેવી-દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે…
અષાઢ મહિનો
અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીથી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે, એટલે એકાદશી પછી કોઇ શુભ કાર્યથતા નથી.આ મહિનામાં ગુરૂપૂર્ણિમાં, દિવાસો જેવો તહેવાર આવે છે.
શ્રાવણ મહિનો
ચાતુર્માસનો પહેલો મહિનો શ્રાવણ છે, જે શિવની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય છે. આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ સમય દરમિયાન ભક્તો શિવલિંગ પર પાણી, દૂધ, બિલીપત્ર વગેરે ચઢાવીને ભગવાનની પૂજા કરે છે. 16મો સોમવારનો ઉપવાસ આ મહિનાથી જ શરૂ થાય છે. ઉપરાંત, શ્રાવણમાં શિવ સહસ્ત્રનામ, રુદ્રાભિષેક અને પાર્થિવ શિવલિંગ પૂજા પણ થાય છે.
ભાદ્રપદ મહિનો
ચાતુર્માસનો બીજો મહિનો ભાદરવો છે, જેમાં ભગવાન ગણેશ પૂજા કરવાનું મહત્વ છે. આ મહિનામાં ગણેશ ચતુર્થી જેવા મોટા તહેવારો આવે છે. આ મહિનાને પિતૃ મહિનો પણ કહેવામાં આવે છે. પિતૃને શાંતિ માટે આ મહિનામાં તર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.
અશ્વિન મહિનો
શારદીય નવરાત્રી અસો મહિનામાં ઉજવવામાં આવે છે, જેમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવીના ભક્તો નવ દિવસ ઉપવાસ રાખે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો)