ભગવાન રામની કુંડળીમાં એવા ક્યાં યોગ હતા જેમણે શ્રીરામને બનાવ્યા મર્યાદા પુરુષોત્તમ,વાંચો રામની જન્મ કુંડળી વિશે
ભગવાન શ્રી રામના જન્મપત્રીકામાં ગુરુ અને ચંદ્ર લગ્ન સ્થાને બિરાજમાન જે લગ્નમાં જ ગજ કેસરી યોગનું નિર્માણ કરે છે.ઉપરાંત પાંચ ગ્રહો શનિ, મંગળ, ગુરુ, શુક્ર અને સૂર્ય પાતની ઉચ્ચ રાશિમાં સ્થિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે,અને તે ચંન્દ્ર સાથે લગ્નમાં બિરાજમાન છે. આ કારણે તેમની કુંડળીમાં ગજકેસરી યોગ રચાયો હતો જેમણે તેમને ખુબ કીર્તિ અપાવી, પરંતુ શનિ તેની ઉચ્ચ રાશિ તુલા રાશિમાં ચોથા ભાવમાં સ્થિત છે અને તેની દ્રષ્ટી લગ્ન પર છે.
આજે દશેરા છે, ત્રેતાયુગમાં ભગવાન રામે આજના દિવસે રાવણનો વધ કર્યો હતો.આજે આપણે ભગવાન રામની જન્મ કુંડળીના યોગ વિશે વાત કરીશું જેમણે રામને આટલા પ્રરાક્રમી બનાવ્યા, ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ રામચરિત માનસ અનુસાર, ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસની શુક્લ નવમીના દિવસે પુનર્વસુ નક્ષત્રના ચોથા ચરણમાં અને કર્ક રાશિમાં થયો હતો.
આ યોગના કારણે ભગવાન પર આવી હતી મુશ્કેલી
ભગવાન શ્રી રામના જન્મપત્રીકામાં ગુરુ અને ચંદ્ર લગ્ન સ્થાને બિરાજમાન જે લગ્નમાં જ ગજ કેસરી યોગનું નિર્માણ કરે છે.ઉપરાંત પાંચ ગ્રહો શનિ, મંગળ, ગુરુ, શુક્ર અને સૂર્ય પાતની ઉચ્ચ રાશિમાં સ્થિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે,અને તે ચંન્દ્ર સાથે લગ્નમાં બિરાજમાન છે. આ કારણે તેમની કુંડળીમાં ગજકેસરી યોગ રચાયો હતો જેમણે તેમને ખુબ કીર્તિ અપાવી, પરંતુ શનિ તેની ઉચ્ચ રાશિ તુલા રાશિમાં ચોથા ભાવમાં સ્થિત છે અને તેની દ્રષ્ટી લગ્ન પર છે.
આ સિવાય મંગળ સાતમા ભાવમાં ઉચ્ચ રાશિ મકર રાશિમાં સ્થિત છે, આમ ભગવાન રામ માંગલિક હતા. અને સપ્તમભાવમાં બેઠેલા મંગળની સીધી દ્રષ્ટી લગ્ન પર પડે છે. આ કારણે, બે સૌમ્ય ગ્રહો ગુરુ અને ચંદ્ર બે અશુભ ગ્રહો મંગળ અને શનિથી દ્રષ્ટ છે,આ કારણે ભગવાન રામની કુંડળીમાં એક મજબૂત રાજભંગ યોગ રચાયો હતો, જેના કારણે તેમના રાજ્યાભિષેકના સમયથી તેમના જીવનભર તેમના માર્ગમાં અવરોધો આવતા રહ્યા.
આ ગ્રહોએ કર્યા રામને પરેશાન
જ્યોતિષના મતે જે સમયે રાજ્યાભિષેક થવાનો હતો તે સમયે શનિની મહાદશામાં મંગળનું અંતર ચાલી રહ્યું હતું. આ રીતે શનિ અને મંગળે પણ ભગવાન શ્રી રામને પરેશાન કર્યા અને તેમને જીવનભર સંઘર્ષ કરવા મજબૂર કર્યા.
પરાક્રમ સ્થાને ઉચ્ચ રાશિમાં રાહુએ તેમને બહાદુર બનાવ્યા છે જ્યારે ચોથા ભાવમાં ઉચ્ચ રાશિવાળા શનિદેવે પણ ‘ચક્રવર્તી યોગ’ બનાવ્યો છે. માતાના ભાવમાં શનિની હાજરીને કારણે તે સુખનો અભાવ દર્શાવે છે જ્યારે જન્મ કુંડળીમાં બનેલા અન્ય યોગો અત્યંત છે.
આ કારણથી મળ્યો પત્નિનો વિયોગ
શ્રી રામની જન્મ પત્રિકા અનુસાર, તેઓ માંગલીક હતા, મંગળ તેમના સાતમા (પત્ની) સ્થાને બિરાજમાન છે. જ્યોતિષ અનુસાર રાહુ જો 3, 6, 11 ભાવમાં સ્થિત હોય તો તે અશુભ પ્રભાવોને દૂર કરે છે. પરંતુ આ ગ્રહોના કારણે ભગવાન શ્રી રામ વૈવાહિક, પિતૃ અને ભૌતિક સુખ મેળવી શક્યા નહીં. જો કે, દસમા ઘરમાં ઉચ્ચના સુર્ય બિરાજમાન હતા, જેમણે તેમને ઉત્તમ રાજા બનાવ્યા, જેના કારણે જ રામરાજ્યની લોકો વાતો કરે છે.
પાંચ સ્થાન (જ્ઞાન) અને નવમું સ્થાન (ભાગ્ય) ભાવ છે જેના પર ગુરુના પ્રભાવને કારણે, રામ ધર્મને અનુસરવાનું તેમના જીવનનું લક્ષ્ય બનાવ્યું અને આ માર્ગથી ક્યારેય ભટક્યા નહીં. શનિ અને મંગળને કારણે ભલે તેમને ભૌતિક સુખો ન મળ્યા, પરંતુ ત્યાગ અને સંઘર્ષના માર્ગે ચાલીને તેમણે તેમના મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપને સૌની સામે મૂક્યું જેથી મનુષ્ય તેમનું અનુકરણ કરી શકે. કષ્ટો સહન કરવા છતાં, તેઓ હંમેશા સત્ય, ધર્મ અને જન કલ્યાણના માર્ગે ચાલ્યા, આ આરોહણમાં ગુરુ અને ચંદ્રના સંયોગને કારણે શક્ય બન્યું.
રામ રાજ્ય 11 હજાર વર્ષ સુધીનું માનવામાં આવે છે
ધાર્મિક ગ્રંથો અનુસાર રામ રાજ્ય 11 હજાર વર્ષ સુધી ચાલ્યું હતું અને તેમનો જન્મ એક કરોડ 25 લાખ 58 હજાર 98 વર્ષ પહેલા ચૈત્ર શુક્લ નવમી તિથીએ થયો હતો.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો