ક્યારે લાગે છે શનિની સાડાસાતી,જાણો ગણિત તથા શુભ- અશુભ પ્રભાવ
બધા ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિનો ગ્રહ છે, તેથી કોઈપણ રાશિના લોકો પર તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. શનિદેવ માત્ર અશુભ ફળ જ નથી આપતા, પરંતુ તેના શુભ પ્રભાવથી જાતકોને સુખ- સમૃદ્ધિ પણ મળે છે. શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે.

લોકો હંમેશા શનિ અને તેની સાડાસાતીની વાત આવે તો લોકો ડરી જાય છે. શનિની સાડાસાતી તમામ રાશિઓમાંથી પસાર થાય છે. શનિની સાડાસાતીના કારણે લોકોના મનમાં ભયનો માહોલ સર્જાય છે. બધા ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિનો ગ્રહ છે, તેથી કોઈપણ રાશિના લોકો પર તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે.
શનિદેવ માત્ર અશુભ ફળ જ નથી આપતા, પરંતુ તેના શુભ પ્રભાવથી જાતકોને સુખ- સમૃદ્ધિ પણ મળે છે. શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિની ધીમી ગતિને કારણે, તેમની અસર લાંબા સમય સુધી રહે છે. ચાલો જાણીએ કે શનિની સાડાસાતી શું છે અને તે વ્યક્તિના જીવનમાં કેવી રીતે કામ કરે છે.
શનિની સાડાસાતી શું છે ?
તેના નામ પ્રમાણે જ શનિની અસર સાડાસાત વર્ષ સુધી રહે છે. શનિ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી બીજી રાશિમાં ગોચર કરે છે. આ રીતે વ્યક્તિના સમગ્ર આયુષ્યમાં ત્રણ વખત સાડાસાતીનો પ્રભાવ આવે છે, જો વ્યક્તિનું આયુષ્ય સરેરાશ હોય તો પણ વ્યક્તિએ બે વખત શનિની સાડાસાતીના તબક્કામાંથી પસાર થવું પડે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કુલ 12 રાશિઓ છે અને શનિ એક રાશિમાં અઢી વર્ષ રહ્યા પછી જ બીજી રાશિમાં જાય છે. આ રીતે, એક વખત કોઈ પણ રાશિમાં સાડાસાતી શરૂ થાય તો તે અઢી વર્ષ રહ્યા બાદ બીજી રાજીમાં જાય છે.
સાડાસાતી કોઈપણ રાશિ પર ત્રણ ચરણ માંથી પસાર થાય છે. જેમાં પ્રથમ, બીજો અને ત્રીજો તબક્કો છે. સાડાસાતીના પ્રથમ તબક્કાને પ્રારંભિક સાડાસાતી કહેવામાં આવે છે. બીજા તબક્કાને ચરમ કાળ સાડાસાતી કહેવામાં આવે છે અને ત્રીજા તબક્કાની સાડાસાતીને ઉતરતી સાડાસાતી કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાડાસાતીનો દરેક તબક્કો અઢી વર્ષનો હોય છે. આ રીતે સાડાસાતીનો અંત આવતાં સાડાસાત વર્ષ સુધી ચાલે છે.
સાડાસાતીનો પ્રથમ તબક્કો
સાડાસતીનો પ્રથમ તબક્કો ખૂબ જ પીડાદાયક માનવામાં આવે છે. જ્યારે રાશિ પરિવર્તન કરતી વખતે વ્યક્તિના જન્મ રાશિ માંથી પસાર થાય છે શનિદેવ કન્યા રાશિમાં હોય ત્યારે તેને સાડાસાતીનું પ્રથમ ચરણ કહેવામાં આવે છે.
સાડાસતીનો બીજો તબક્કો
જ્યારે શનિદેવ વ્યક્તિની રાશિમાં આવે છે ત્યારે તેને સાડાસાતીનો બીજો ચરણ કહેવામાં આવે છે.
સાડાસાતીનો ત્રીજો તબક્કો
જ્યારે શનિદેવ વ્યક્તિના જન્મ રાશિને છોડીને આગળની રાશિ તરફ પ્રયાણ કરે છે, ત્યારે તેને સાડાસાતીનો છેલ્લો તબક્કો કહેવામાં આવે છે.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)