ॐ નો મંત્ર જાપ કરવાથી આધ્યાત્મિકની સાથે સ્વાસ્થ લાભ પણ થાય છે ! જાણો તેના ફાયદા અને કેવી રીતે કરશો જાપ

હિન્દુ સંસ્કૃતિ અનુસાર ॐ ને બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ કહેવામાં આવે છે અને તેથી તેને બ્રહ્માંડનો સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી ધ્વનિ માનવામાં આવે છે.

ॐ નો મંત્ર જાપ કરવાથી આધ્યાત્મિકની સાથે સ્વાસ્થ લાભ પણ થાય છે ! જાણો તેના ફાયદા અને કેવી રીતે કરશો જાપ
ॐ મંત્ર જાપ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 11:55 AM

ॐ એક એવો મંત્ર છે જેનો જાપ યોગ અથવા ધ્યાનની શરૂઆત અને અંત દરમિયાન કરવામાં આવે છે. ઓમનો જાપ ભલે નાનો શબ્દ લાગે, પરંતુ આ મંત્ર આધ્યાત્મિક અને સર્જનાત્મક શક્તિ ધરાવતો હોવાનું માનવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ અનુસાર, તેને બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ કહેવામાં આવે છે અને તેથી તેને બ્રહ્માંડનો સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી ધ્વનિ માનવામાં આવે છે.

ॐ નો જાપ કરવો એ ખૂબ જ સારો અભ્યાસ છે જે એક જ સમયે શરીર અને મનને સક્રિય કરે છે. જ્યારે યોગ્ય રીતે જાપ કરવામાં આવે છે, ત્યારે તે શરીરને ઘણી હકારાત્મકતા, શાંતિ અને ઊર્જાથી ભરી દે છે. ઓમ નમઃ શિવાય એ ભગવાન શિવને (Lord Shiv) સમર્પિત સૌથી શક્તિશાળી મંત્રોમાંનો એક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તેનો જાપ કરવાથી શું લાભ થાય છે.

1. તે તમારી ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે. 2. કોઈપણ તણાવ દૂર કરે છે અને તમને ચિંતામુક્ત બનાવે છે. 3. તમને તમારી લાગણીઓને સંતુલિત કરવામાં અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં પણ શાંત રહેવામાં મદદ કરે છે. 4. ઓમનો જાપ ધ્યાન કરવામાં મદદરૂપ છે. 5. તે તમારી યાદશક્તિ અને એકાગ્રતા શક્તિને વધારે છે. 6. સકારાત્મક ઉર્જા બનાવે છે અને તમને વધુ આશાવાદી બનાવે છે. 7. તમને ગુસ્સા જેવી નકારાત્મકતાથી દૂર રહેવામાં મદદ કરે છે. 8. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો ઓમનો જાપ તમારા માટે રામબાણ સાબિત થશે. 9. ઓમનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે. 10. તે તમારા શરીરને આરામ આપે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ઓમનો જાપ કરવાથી તમારા સમગ્ર શરીરમાં સ્પંદનો ઉત્પન્ન થાય છે, જે એવી ઊર્જા બનાવે છે જે તમને શાંત અને ખુશ બનાવે છે. જેટલી વાર તમે ઓમનો જાપ કરશો, સ્ત્રોત સાથે તમારું જોડાણ એટલું જ મજબૂત બનશે. શરૂઆતમાં તમે 108 વખતથી શરૂઆત કરી શકો છો અને ધીમે ધીમે તેને 200-300 સુધી વધારી શકો છો. તમે મહિનામાં એકવાર 1008 વાર જાપ પણ કરી શકો છો.

ઓમનો જાપ કરવાનો સારો સમય સવારે 6 વાગ્યા અને સાંજે 6 વાગ્યાનો છે. આ સમયને સંધ્યાકાળ અથવા શુભ સમય તરીકે ઓળખવામાં આવે છે. તમે અનુકૂળતા મુજબ ગમે તેટલી વખત ઓમનો જાપ કરી શકો છો. તમે દિવસના કોઈપણ સમયે જ્યારે ઈચ્છો ત્યારે ઓમનો જાપ કરી શકો છો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhakti : રામચરિત માનસમાં તુલસીદાસજી ચોપાઇ દ્વારા સમગ્ર માનવજાતને બોધ આપતા કહે છે

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 06 ડિસેમ્બર: જમીન સંબંધિત કોઈપણ કામ આજે મુલતવી રાખો, વિજાતીય વ્યક્તિ સાથે મુલાકાત જૂની યાદો તાજી થશે

g clip-path="url(#clip0_868_265)">