Vishu 2022: કેરળમાં આજથી શરૂ થશે નવું વર્ષ, જાણો કેવી રીતે ઉજવાય છે વિષુ પર્વ !

|

Apr 15, 2022 | 12:19 PM

કેરળમાં દર વર્ષે એપ્રિલના મધ્યમાં વિષુનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસથી મલયાલમ નવું વર્ષ શરૂ થાય છે. અહીં જાણો વિષુ ના તહેવાર સાથે જોડાયેલી ખાસ વાતો અને તે કેરળમાં કેવી રીતે ઉજવવામાં આવે છે!

Vishu 2022: કેરળમાં આજથી શરૂ થશે નવું વર્ષ, જાણો કેવી રીતે ઉજવાય છે વિષુ પર્વ !
Vishu-Festival-2022 (symbolic image )

Follow us on

કેરળ (Kerala) માં વિષુનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર મલયાલમ કેલેન્ડર (Malayalam Calendar) ના પ્રથમ મહિના ‘મેદમ’ના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસથી મલયાલમ નવું વર્ષ શરૂ થાય છે. મોટે ભાગે આ તહેવાર એપ્રિલની મધ્યમાં 14મી અથવા 15મી એપ્રિલે ઉજવવામાં આવે છે. આ વખતે વિષુ પર્વ 15 એપ્રિલ, શુક્રવારે ઉજવવામાં આવી રહ્યો છે. વિષુના તહેવાર પર, લોકો મંદિરોમાં ભગવાન વિષ્ણુના દર્શન કરે છે અને નવા વર્ષ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. આ દિવસે કેરળના સબરીમાલા મંદિરમાં મોટા પાયે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મલયાલમ માન્યતા અનુસાર, આ તહેવાર સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે માનવામાં આવે છે. આ દિવસને સૌભાગ્યના આગમનનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે સમગ્ર કેરળમાં જાહેર રજા છે. જાણો કેરળના લોકો કેવી રીતે ઉજવે છે વિષુ તહેવાર અને આ તહેવાર સાથે જોડાયેલી અન્ય મહત્વપૂર્ણ બાબતો.

આ દિવસે શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો

કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરીને લોકોને તેના આતંકમાંથી મુક્ત કર્યા હતા. તેથી, આ દિવસે ભગવાન વિષ્ણુ સિવાય તેમના શ્રીકૃષ્ણ સ્વરૂપની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસને સૂર્યના પુનરાગમનનો દિવસ પણ માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, એકવાર લંકાપતિ રાવણે સૂર્યને પૂર્વ તરફ જતા અટકાવ્યો હતો. રાવણના મૃત્યુ પછી, સૂર્ય ફરીથી પૂર્વ દિશામાંથી ઉગવા લાગ્યો. આ પછી વિષુ ઉત્સવ મનાવવાની પ્રથા શરૂ થઈ. વિષુ તહેવાર કેરળવાસીઓ માટે શુભ અને સમૃદ્ધિનું પ્રતિક છે.

આ રીતે વિષુનો તહેવાર ઉજવવામાં આવે છે

આ દિવસે દરેક ઘરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. કેરળવાસીઓ પોતપોતાના ઘરે 12 વાગ્યે ભગવાન કૃષ્ણની મૂર્તિની સામે નવા કપડાં, ઘરેણાં, અરીસાઓ, શાકભાજી, ફળો, રામાયણ અથવા શ્રીમદ ભગવદ ગીતા મૂકે છે. સવારે ઉઠ્યા પછી આ પહેલી વસ્તુ જોવા મળે છે. આ વિધિને વિશુક્કાની કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી આખું વર્ષ ભગવાનની કૃપા બની રહે છે અને લોકોના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે. આ દિવસે વડીલો આશીર્વાદ સ્વરૂપે નાના બાળકોને ભેટ અથવા તો કેટલાક પૈસા પણ આપે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વિષુ ભોજનની રસમ

વિષુક્કાણી વિધિ કર્યા પછી, ભક્તો મંદિરમાં જાય છે અને શ્રીહરિના દર્શન કરે છે. તેમને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે. આ ભોગને એક ખાસ પ્રકારના વાસણમાં નાખવામાં આવે છે, આ વાસણને ઉરલી કહેવામાં આવે છે. ઉરલીમાં કાકડી, નારિયેળ, કોળું, કાચા કેળા, અનાનસ, બદામ અને ચોખા રાખવામાં આવે છે. આ પછી વિષુ ફૂડનો વારો આવે છે, જે લોકો બપોરે કરે છે. તેમા 26 પ્રકારની વાનગીઓ પીરસે છે. આ દિવસે પુરુષો ધોતી પહેરે છે અને સ્ત્રીઓ કસુવુ સાડી પહેરે છે. આ દિવસે ઘણા લોકો બાળ કૃષ્ણ જેવા બાળકોને શણગારે છે.

આ પણ વાંચો :અજાન પર આપતિ : રાજ ઠાકરે આજથી પુણેની મુલાકાતે, સામૂહિક રીતે હનુમાન ચાલીસાના થશે પાઠ

આ પણ વાંચો :Vadodara: ભાજપના કોર્પોરેટરની દારુ લાવવાનો ઉલ્લેખ કરતી ચેટ વાયરલ થતાં વિવાદ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Published On - 12:13 pm, Fri, 15 April 22

Next Article