Vastu Tips: ઘરમાં હાજર આ 5 વસ્તુઓથી આવે છે ગરીબી અને બીમારીઓ, આવી વસ્તુ તરત જ કરો દુર
Vastu Tips: વાસ્તુ અનુસાર જો કોઈ ઘરમાં કોઈ દેવી-દેવતાની તુટેલી મૂર્તિ હોય કે કોઈ તસ્વીર ફાટી ગઈ હોય કે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય તો તેને તરત જ ઘરની બહાર કોઈ પવિત્ર સ્થાન પર મૂકી દો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરોમાં વાસ્તુ યોગ્ય હોય છે અને કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ નથી હોતો ત્યાં હંમેશા સુખ, સકારાત્મક ઉર્જા અને સુખ-શાંતિ રહે છે. પરંતુ તેનાથી વિપરિત જે ઘરોમાં વાસ્તુદોષ હોય અથવા કોઈ સામગ્રી ખોટી દિશામાં રાખવામાં આવે ત્યાં હંમેશા નકારાત્મક ઉર્જા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વાસ્તુ દોષના કારણે વ્યક્તિના મનમાં નકારાત્મક લાગણી ઉત્પન્ન થાય છે અને વ્યક્તિ ઘણીવાર બીમાર પડી જાય છે.
ખંડિત મુર્તિ
હિંદુ ધર્મમાં મૂર્તિ પૂજાનું વિશેષ મહત્વ છે. વાસ્તુ અનુસાર જો કોઈ ઘરમાં કોઈ દેવી-દેવતાની તુટેલી મૂર્તિ હોય કે કોઈ તસ્વીર ફાટી ગઈ હોય કે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય તો તેને તરત જ ઘરની બહાર કોઈ પવિત્ર સ્થાન પર મૂકી દો. હિંદુ ધર્મમાં તૂટેલી મૂર્તિની પૂજા કરવી સારી માનવામાં આવતી નથી. વાસ્તુ અનુસાર ખંડિત મૂર્તિઓની પૂજા કરવી વર્જિત માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં જો ઘરમાં તૂટેલી મૂર્તિ કે તસવીર હોય તો તેનું નદીમાં વિસર્જન કરવું જોઈએ.
તૂટેલો માલ- સામાન
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જે વસ્તુઓ નકામી થઈ ગઈ હોય અથવા તૂટી ગઈ હોય તેમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. આવી સ્થિતિમાં નકામી વસ્તુઓને તરત જ ઘરમાંથી હટાવી દેવી જોઈએ. ઘણા લોકોને તૂટેલા સામાનનો સતત કેટલાક દિવસો સુધી ઉપયોગ કરવાની આદત હોય છે. આવી સ્થિતિમાં ઘરમાં રહેતા સભ્યોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કાંટાવાળા છોડ
વાસ્તુ અનુસાર ઘરોમાં લીલા છોડ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે. પરંતુ ઘરની અંદર કોઈપણ સમયે સુકાઈ ગયેલા છોડ અથવા એવા છોડ કે જેમાં ખૂબ કાંટા હોય તેને ઘરમાં ન રાખવા જોઈએ. આનાથી ઘરમાં તણાવ અને રોગ પેદા થાય છે.
મુખ્ય દ્વાર સામે મંદિર
ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા ઘરોમાં મંદિર એવા મુકવામાં આવે છે જ્યાં મુખ્ય દરવાજો સીધો હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે મંદિર બિલકુલ ન હોવું જોઈએ. જેના કારણે તે વ્યક્તિને ભાગ્યનો પૂરો સાથ નથી મળતો. જે ઘરોમાં દેવી-દેવતાઓનું મંદિર આવા સ્થાને હોય ત્યાં પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)