AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: લગ્નમાં આવી રહ્યું છે વિઘ્ન ? તો કદાચ આ વાસ્તુ દોષ હોય શકે છે કારણભૂત

કેટલીકવાર વાસ્તુ દોષના કારણે ઘરમાં હાજર યુવક-યુવતીઓના લગ્નજીવનમાં સમસ્યા સર્જાય છે. અથવા તો આ વાસ્તુ દોષોના કારણે ઘરના દીકરા-દીકરીને યોગ્ય જીવનસાથી પણ નથી મળી શકતા.

Vastu Tips: લગ્નમાં આવી રહ્યું છે વિઘ્ન ? તો કદાચ આ વાસ્તુ દોષ હોય શકે છે કારણભૂત
Vastu Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 11:53 PM
Share

Vastu Tips: વાસ્તુ દોષના કારણે જીવનમાં આર્થિક અને શારીરિક સમસ્યાઓ રહે છે. વાસ્તવમાં વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra) દ્વારા જીવનમાં સુખ અને જીવનને સરળ રીતે ચલાવવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘરમાં વાસ્તુ દોષનું આગમન થઈ જાય છે. વાસ્તુ દોષના કારણે લોકોને બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણા પ્રયત્નો પછી પણ આ ખામીઓ દૂર થતી નથી અને પરિસ્થિતિ બગડતી જ રહે છે.

કેટલીકવાર વાસ્તુ દોષના કારણે  યુવક-યુવતીઓના લગ્નજીવનમાં સમસ્યા સર્જાય છે. અથવા તો આ વાસ્તુ દોષોના કારણે ઘરના દીકરા-દીકરીને યોગ્ય જીવનસાથી પણ નથી મળી શકતા. આવી સ્થિતિમાં, અહી કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ છે, જેને અનુસરીને આ ખામીઓને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે.

પલંગનું દીવાલ સાથે અડવું વાસ્તુનું જ્ઞાન ધરાવતા નિષ્ણાતોના મતે લગ્નની ઉંમરના યુવક-યુવતીઓના રૂમમાં રહેલા પલંગને દિવાલ સાથે  અડાવવો  જોઈએ નહીં. બેડની બંને બાજુએ દિવાલોથી અંતર જાળવવું જોઈએ. જો તમે આમ નહીં કરો તો લગ્ન કરવામાં પણ આટલો જ વિલંબ થશે.

રૂમની દિશા લગ્ન કરવા યોગ્ય વ્યક્તિ માટે આ દિશામાં જગ્યા હોવી જોઈએ- વાસ્તુ અનુસાર લગ્ન માટે લાયક સંતાનોના રૂમ યોગ્ય દિશામાં ન હોય તો પણ લગ્નમાં વિલંબ થાય છે. એવું કહેવાય છે કે બાળકનો રૂમ પશ્ચિમ કોણમાં હોવો જોઈએ. ઉપરાંત, જો રૂમ ઉત્તર-પશ્ચિમ દિશામાં હોય તો તે શ્રેષ્ઠ છે.

રૂમનો રંગ રૂમનો રંગ પણ લગ્નના સંજોગોને ખૂબ અસર કરે છે. વાસ્તુ અનુસાર લગ્ન કરવા યોગ્ય યુવક-યુવતીઓના રૂમમાં રંગ આછો ગુલાબી હોવો જોઈએ. આંખોમાં ખૂંચે નહીં તેવો રંગ કરાવવાની સલાહ આપવામાં આવે છે. કાળો, ઘેરો બદામી અને વાદળી રંગ નુકસાનકારક હોઈ શકે છે.

આ સામગ્રી રાખશો નહીં વાસ્તુ અનુસાર લગ્ન કરવા યોગ્ય યુવક-યુવતીના રૂમમાં કોઈપણ પ્રકારના વાસણો ન રાખવા જોઈએ. તેમજ તેમના પલંગની નીચે કોઈપણ પ્રકારની લોખંડની વસ્તુ બિલકુલ ન હોવી જોઈએ.

યુવક-યુવતીઓ રાખે ખાસ ધ્યાન વાસ્તુ અનુસાર લગ્ન પહેલા મળતા યુવક-યુવતીઓએ ક્યારેય દક્ષિણ તરફ મુખ કરીને ન બેસવું જોઈએ. મંગળ કાર્યો માટે દક્ષિણ દિશા અશુભ માનવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વડોદરામાં ઓમિક્રોનના નવા બે કેસ સામે આવ્યા, ઝાંબિયાથી આવેલું દંપતી સંક્રમિત

આ પણ વાંચો: કોરોના રસી Covovaxને WHOએ આપી ઈમરજન્સી ઉપયોગની મંજુરી, SIIના CEO અદાર પૂનાવાલાએ આપી માહિતી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">