વડોદરામાં ઓમિક્રોનના નવા બે કેસ સામે આવ્યા, ઝાંબિયાથી આવેલું દંપતી સંક્રમિત

વડોદરામાં ઓમિક્રોનના નવા બે કેસ સામે આવ્યા, ઝાંબિયાથી આવેલું દંપતી સંક્રમિત

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 10:02 PM

વડોદરામાં 67 વર્ષીય મહિલા અને 75 વર્ષીય પુરૂષ પોઝિટિવ આવ્યા છે. હાલ વૃદ્ધ દંપતી આરોગ્ય વિભાગના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં(Gujarat)ઓમીક્રોનની(Omicron)દહેશત વચ્ચે વડોદરામાં (Vadodara)ઓમિક્રોનના નવા બે કેસ સામે આવ્યા છે. જેમાં ઝાંબિયાથી આવેલા દંપતીને ઓમિક્રોનનું સંક્રમણ સામે આવ્યું છે. જેમાં 67 વર્ષીય મહિલા અને 75 વર્ષીય પુરૂષ પોઝિટિવ આવ્યા છે. હાલ વૃદ્ધ દંપતી આરોગ્ય વિભાગના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં સાવચેતીના ભાગરૂપે દંપતીના પરિવારના ટેસ્ટ કરાયા હતા.

આ ઉપરાંત 17 ડિસેમ્બરના રોજ  છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 60 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે..જ્યારે કોરોનાના કારણે નવસારીમાં એક દર્દીનું મૃત્યુ થયું છે.

જેમાં રાજ્યમાં સૌથી રાજકોટ 12 કેસ નોંધાયા છે. જયારે વડોદરામાં 12 કેસ નોંધાયા છે.તો અમદાવાદમાં કોરોનાના 8 નવા દર્દીઓ મળ્યા.કચ્છમાં 7, સુરતમાં 5 કેસ સામે આવ્યા.જામનગર અને નવસારીમાં 3-3, વડોદરા-વલસાડમાં 2-2 નવા દર્દીઓ મળ્યા.તો એક દર્દીનું મોત થતાં અત્યાર સુધીમાં 10,101 લોકોનાં મોત થયા  છે.

જ્યારે બીજી તરફ પાછલા 24 કલાકમાં 58 દર્દીઓ સ્વસ્થ થયા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 8.17 લાખથી વધુ લોકો કોરોના મુક્ત થયા છે આ સાથે રાજ્યમાં રિકવરી રેટ વધીને 98.71 ટકા પર પહોંચી ગયો છે..રાજ્યમાં હજુ પણ 581 એક્ટિવ કેસ..બીજી તરફ કોરોના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે.રાજ્યમાં એક જ દિવસમાં 2 લાખ 40 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

આ પણ વાંચો : ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે દાહોદના છાપરી ગામે દારૂની ફેકટરી ઝડપાઈ

Published on: Dec 17, 2021 09:59 PM
g clip-path="url(#clip0_868_265)">