
Vastu Tips : કોઈપણ ઘર માટે ઘરના મુખ્ય દરવાજાનું વિશેષ મહત્વ હોય છે. ઘરના મુખ્ય દરવાજાને જોઈને ઘર(house)ના લોકોની જીવનશૈલી અને વ્યક્તિત્વ જાણી શકાય છે. જો ઘરનો મુખ્ય દરવાજો ચોખ્ખો, વ્યવસ્થિત અને સારી રીતે સજ્જ હોય તો ઘરમાં આવતા લોકો પર તેની સારી અસર પડે છે. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
જો જોવામાં આવે તો મુખ્ય દરવાજાથી માત્ર આવવા-જવાનું કામ જ નથી થતું પરંતુ આપણું સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ પણ આ દરવાજાથી જ થાય છે. જો તેમાં કોઈ ખામી હોય તો તે આપણી આર્થિક સફળતા, પ્રગતિ, જીવનમાં સુખ અને સગવડમાં ઘટાડો થાય છે.
આ પણ વાંચો : Vastu tips : શું આપના બાળકો ભણવાથી દૂર ભાગે છે તો આજે જ અજમાવો વાસ્તુ સાથે જોડાયેલ આ સરળ ઉપાયો
દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ, સંપત્તિ, વિકાસ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય ઈચ્છે છે. જેના માટે તે ઘણી મહેનત પણ કરે છે. આમ છતાં તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે તમારા જીવનમાં આવનારી પરેશાનીઓ માટે તમારા ઘરના વાસ્તુ દોષો મોટાભાગે જવાબદાર હોય છે. તેની નકારાત્મક કે સકારાત્મક અસર જીવન પર પડે છે. જાણો ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલા કેટલાક વાસ્તુ નિયમો, જેને અપનાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો