AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિજયા એકાદશીએ આ ખાસ તિલકનો કરો ઉપયોગ, દરેક કાર્યમાં અકલ્પનીય સફળતાની થશે પ્રાપ્તિ !

કહે છે કે આ ખાસ તિલકથી (tilak) આપને કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. તેના લીધે તમારું પર્સ હંમેશા જ પૈસાથી ભરેલું રહે છે. એટલું જ નહીં, સૂર્ય અને ગુરુ ગ્રહ પણ હંમેશા આપને અનુકૂળ થઈને રહે છે.

વિજયા એકાદશીએ આ ખાસ તિલકનો કરો ઉપયોગ, દરેક કાર્યમાં અકલ્પનીય સફળતાની થશે પ્રાપ્તિ !
Tilak
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 15, 2023 | 6:30 AM
Share

આ ગુરુવારે તારીખ 16 ફેબ્રુઆરીના રોજ વિજયા એકાદશીનો રૂડો અવસર છે. ગુજરાતી પંચાંગ અનુસાર મહા માસના વદ પક્ષની એકાદશી તિથિને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. મૂળે તો આ એકાદશી શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ કરાવનારી છે. પણ, જો તમે આસ્થા સાથે આ દિવસે શ્રીહરિની પૂજા કરો છો, તો વિજયા એકાદશી આપના સઘળા મનોરથોને સિદ્ધ કરી દે છે.

તો, આ દિવસે એક ખાસ તિલકનો પ્રયોગ કરીને તમે તમારો ભાગ્યોદય પણ કરી શકો છો. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ. સર્વ પ્રથમ તો એ જ જાણીએ કે આ અત્યંત ફળદાયી એકાદશીની વ્રતની વિધિ શું છે ?

વિજયા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું ?

⦁ કોઈપણ એકાદશીનું વ્રત દશમની તિથિથી શરૂ કરવામાં આવે છે. એટલે કે દશમની તિથિએ ભોજનમાં માત્ર સાત્વિક આહાર જ કરવો. અને શક્ય હોય ત્યાં સુધી સંધ્યાકાળ પછી કશું જ ગ્રહણ ન કરવું.

⦁ વિજયા એકાદશીના દિવસે બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇ જવું.

⦁ પૂજાઘર સન્મુખ બેસીને એકાદશી વ્રતનો અને વિષ્ણુ પૂજાનો સંકલ્પ લેવો.

⦁ આસ્થા સાથે શ્રીહરિની પૂજા કરો, તેમની આરતી ઉતારો અને નૈવેદ્ય અર્પણ કરો.

⦁ આ દિવસે માત્ર ફળાહાર જ કરવું. જો ભૂખ્યા રહી શકાય તેમ ન હોય તો એકટાણું કરી શકાય. પરંતુ, તેમાં સાત્વિક આહાર જ ગ્રહણ કરવો. ભૂલથી પણ ભોજનમાં ભાત તો ન જ લેવા.

⦁ દિવસ દરમિયાન સતત શ્રીહરિનું જ ચિંતન કરવું.

⦁ એકાદશીએ પોતાના આચરણ પર ખાસ નિયંત્રણ રાખવું અને જેટલું બને એટલું ગુસ્સો કરવાથી બચવું.

⦁ રાત્રે જાગરણ કરતા સમયે ભગવાન વિષ્ણુજીના મંત્રોનો જાપ કરવો અને ભજનમાં સમય પસાર કરવો.

⦁ દ્વાદશીના દિવસે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવા.

ખાસ તિલક ચમકાવશે ભાગ્ય !

આ દિવસે પીળા ચંદન અને કેસરને મિશ્રિત કરી તેમાં ગુલાબજળ ઉમેરવું અને પછી તેનાથી શ્રીહરિને વૈષ્ણવ તિલક કરવું. તેનાથી જ સ્વયં પણ તિલક કરવું. માન્યતા એવી છે કે કોઇ શુભ કાર્ય કરતા પહેલા ચંદન-કેસરનું આવું તિલક અવશ્ય લગાવવું જોઈએ. અને પછી જ ઘરની બહાર નીકળવું જોઈએ. કહે છે કે તેનાથી આપને કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. તેના લીધે તમારું પર્સ હંમેશા જ પૈસાથી ભરેલું રહે છે. એટલું જ નહીં, સૂર્ય અને ગુરુ ગ્રહ પણ હંમેશા આપને અનુકૂળ થઈને રહે છે !

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">