કુંડળી અનુસાર અજમાવી લો આ સરળ ઉપાય દૂર થશે આપનો માંગલિક દોષ
વિદ્વાનોના મત અનુસાર માંગલિક દોષવાળા જાતકના લગ્ન જે કન્યા કે વર બંનેની કુંડળીમાં (kundali) માંગલિક દોષ હોય તેમની સાથે જ કરવા જોઇએ. ઉજ્જૈનમાં મંગલનાથ નામના સ્થાન પર ભાત પૂજન થાય છે. આ એકમાત્ર સ્થાન છે કે જ્યાં આ કાર્ય થાય છે. તેનાથી મંગળદોષ સમાપ્ત થાય છે.

કોઇપણ વ્યક્તિની જન્મકુંડળીમાં મંગળ લગ્ન ચોથા, સાતમા, આઠમા અને દસમા ભાવમાંથી કોઇ એક ભાવમાં હોય તો આને માંગલિક દોષ કહેવામાં આવે છે. કેટલાક વિદ્વાનોના મત અનુસાર માંગલિક દોષવાળા જાતકના લગ્ન જે કન્યા કે વર બંનેની કુંડળીમાં માંગલિક દોષ હોય તેમની સાથે જ કરવા જોઇએ. જો આપની કુંડળીમાં આંશિક કે પૂર્ણ મંગળદોષ હોય તો આપના લગ્ન પહેલા આપે આ ઉપાયો અવશ્ય અજમાવવા જોઇએ.
કુંડળી અનુસાર ઉપાય
અષ્ટમનો મંગળ છે તો તંદૂરી ગળી રોટલી શ્વાનને 40 કે 45 દિવસ સુધી ખવડાવવી અને ગળામાં ચાંદીની ચેઇન ધારણ કરવી.
જો સપ્તમનો મંગળ છે તો બુધ અને શુક્રના ઉપાય કરવાની સાથે ઘરમાં શુદ્ધ ચાંદી રાખો.
જો ચોથાભાવમાં મંગળ છે તો વટવૃક્ષના મૂળમાં ગળ્યુ દૂધ અર્પણ કરવું. પક્ષીઓને ચણ નાંખવું, વાનરને ગોળ-ચણા ખવડાવવા. પોતાની પાસે હંમેશા ચાંદી રાખવી.
જો મંગળ લગ્નમાં છે તો શરીર પર સુવર્ણ ધારણ કરવું જોઇએ. જો મંગળ 12માં ભાવમાં છે તો નિત્ય સવારે ખાલી પેટ મધનું સેવન કરવું. એક કિલો પતાશા મંગળવારના દિવસે વહેતા જળમાં પ્રવાહિત કરવા અથવા તો કોઇ મંદિરમાં દાન કરવા.
કુંભ વિવાહ
એટલે કે કોઇ ઘડા સાથે વિવાહ કરાવીને તેને ફોડી દેવો જોઇએ. જો કે આ વિષય પર વધુ માહિતી મેળવવા આપના નિકટના બ્રાહ્મણ કે જાણકાર સાથે વાત કરવી યોગ્ય રહેશે
ભાત પૂજન
ઉજ્જૈનમાં મંગલનાથ નામના સ્થાન પર ભાત પૂજન થાય છે. આ એકમાત્ર સ્થાન છે કે જ્યાં આ કાર્ય થાય છે. તેનાથી મંગળદોષ સમાપ્ત થાય છે.
લીમડાનું વૃક્ષ
ગમે તે સમયે સુરક્ષિત સ્થાન પર જઇને ત્યાં એક લીમડાનું વૃક્ષ રોપવું જોઇએ અને તેની સારી રીતે દેખરેખ કરવી જોઇએ. જો તમે ઇચ્છો તો મોટું ઊગાડીને પણ તેની ઓછામાં ઓછી 43 દિવસ સુધી દેખરેખ રાખી શકો છો.
સફેદ રંગનો સુરમો
આપને લગ્નમાં અવરોધ આવી રહ્યા હોય, આપ માંગલિક હોવ તો આપે સતત 43 દિવસ સુધી સફેદ રંગનો સુરમો લગાવવો જોઇએ.
હનુમાન ચાલીસા
ઓછામાં ઓછી 1001 વખત હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઇએ તેમજ હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું જોઇએ. તેનાથી આપનો માંગલિક દોષ દૂર થાય છે.
ગુસ્સો
આપના ગુસ્સા પર નિયંત્રણ લાવવું અને આપનુ ચરિત્ર ઉત્તમ બનાવી રાખવું. ભાઇ-બહેનનું સન્માન કરવું. તેનાથી આપનો માંગલિક દોષ દૂર થાય છે.
ગોળ
જો આપને કોઇપણ પ્રકારની શારીરિક સમસ્યા ન હોય તો પોતે ગોળ આરોગવો અને અન્ય લોકોને પણ ગોળ ખવડાવવો જોઇએ. તેનાથી આપનો માંગલિક દોષ દૂર થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)