Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જીવન મરણના સંકટથી ઉગારશે હનુમાન ચાલીસાની આ ચોપાઈ! જાણો મનશાપૂર્તિ ચોપાઈઓ

આમ તો સંપૂર્ણ હનુમાન ચાલીસા જ અત્યંત ફળદાયી છે. પણ, કહે છે કે જો વિશેષ સમસ્યાઓના સંજોગોમાં હનુમાન ચાલીસાની વિશેષ ચોપાઈઓનું અનુષ્ઠાન કરવામાં આવે તો ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થાય છે !

જીવન મરણના સંકટથી ઉગારશે હનુમાન ચાલીસાની આ ચોપાઈ! જાણો મનશાપૂર્તિ ચોપાઈઓ
Lord Hanuman (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 08, 2022 | 6:27 AM

હનુમાન ચાલીસા (hanuman chalisa) એટલે એક એવી સ્તુતિ કે જેનાથી કોઈ અજાણ હોઈ જ ન શકે. આ તો પવનસુતની એ સરળ સ્તુતિ છે કે જેનું ઘર-ઘરમાં પઠન થાય છે. હનુમાન ચાલીસાનું તો પઠન માત્ર ફળદાયી મનાય છે. એમાંય, શાસ્ત્રોક્ત નિયમ અનુસાર હનુમાન ચાલીસાના પઠનથી અનેક પ્રકારના લાભની પ્રાપ્તિની માન્યતા છે. પણ, શું તમને એ ખબર છે કે આ જ હનુમાન ચાલીસાની વિવિધ ચોપાઈઓનો એક મંત્રની જેમ જાપ કરવાથી સવિશેષ કૃપાની પ્રાપ્તિ થઈ શકે છે ?

આમ તો સંપૂર્ણ હનુમાન ચાલીસા જ અત્યંત ફળદાયી છે. પણ કહે છે કે જો વિશેષ સમસ્યાઓના સંજોગોમાં હનુમાન ચાલીસાની વિશેષ ચોપાઈઓનું અનુષ્ઠાન કરવામાં આવે તો ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થાય છે! આવો આજે આવી જ કેટલીક ચોપાઈઓ વિશે વાત કરીએ.

અભ્યાસ અર્થે ચોપાઈ

બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ, હરહુ કલેશ વિકાર ।। જો બાળકોનું મન અભ્યાસમાં ન લાગતું હોય. બાળક વધુ પડતાં ચંચળ હોય તો બાળકોને ઉપરોક્ત ચોપાઈ બોલાવડાવવી જોઈએ.જ્યારે બાળક ભણવા બેસે તે પહેલાં બાળક પાસે  11 વાર આ ચોપાઈનો જાપ કરાવવો જોઈએ અને આ કાર્ય સતત 27 દિવસ સુધી કરાવવાથી ચોક્કસપણે લાભ થવાની માન્યતા છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

ભય મુક્તિ અર્થે ચોપાઈ

ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે । મનમાં કોઇપણ કારણ વગર સતત ભય સતાવતો હોય તો ઉપરોક્ત પંક્તિનો 27 વાર પાઠ કરવો. તેનાથી કોઇપણ વ્યક્તિના મનમાં રહેલ ભય કાયમ માટે દૂર થાય છે. આ ચોપાઇના નિરંતર જાપ કરતા રહેવાથી વ્યક્તિ નિર્ભય બની જાય છે.

કાર્યસિદ્ધિ અર્થે ચોપાઈ

ભીમ રૂપ ધરિ અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સવારે । માન્યતા અનુસાર આ ચોપાઈનો ઓછામાં ઓછો 13 વાર જાપ કરવાથી કોઇપણ કાર્યમાં સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. એટલે કે સફળતા મેળવવાની કામના હોય ત્યારે આ ચોપાઈ બોલીને જ કાર્ય માટે નિકળવું જોઇએ.

રોગમુક્તિ અર્થે ચોપાઈ

નાસૈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા । ઘરમાં કોઈપણ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય ત્યારે આ ચોપાઈનો જાપ કરવો. ખાસ તો દવા લેવાની હોય તેની પહેલા 7 વાર અવશ્ય તેનો જાપ કરવો. કહે છે કે આ ચોપાઇના જાપથી તો લાંબા સમયની માંદગી પણ દૂર થઈ જાય છે અને ઘર પરિવાર માંદગી રહિત બની જાય છે.

જીવન મરણના સંકટથી મુક્તિ

સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા

જ્યારે પણ વ્યક્તિ પર જીવન મરણને લઈને સંકટ આવે ત્યારે સતત આ પંક્તિનો પાઠ મનમાં જાપ કરતાં રહેવું જોઈએ. કહે છે કે તેનાથી મોટામાં મોટા સંકટ પણ દૂર થઈ જાય છે. આપના જીવનમાં આવનાર દરેક સંકટને ટાળી દે છે આ ચોપાઈનો જાપ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા-અર્ચના કેવી રીતે કરવી ? જાણો તેના ઉપાય અને ફાયદાઓ વિશે

આ પણ વાંચો : તમારા જીવનના તમામ કષ્ટો હરશે હનુમાનજીને અર્પણ કરેલી આ વસ્તુઓ

g clip-path="url(#clip0_868_265)">