તમારી દરેક ચિંતાને દૂર કરશે દુર્ગા સપ્તશતીનો આ અધ્યાય! જલદી જ જાણી લો તમારા ફાયદાની વાત

દુર્ગા સપ્તશતી પાઠમાં કુલ 13 અધ્યાય છે. જો ભૂત પ્રેતનો ડર છે તો કયા અધ્યાયનું કરશો પઠન ? જો સંતાનની કામના છે તો કયા અધ્યાયના પાઠથી આધ્યશક્તિ આપશે આશીર્વાદ ? દુર્ગા સ્પતશતીના દરેક અધ્યાય વ્યક્તિની દરેક કામનાને કરે છે પૂર્ણ.

તમારી દરેક ચિંતાને દૂર કરશે દુર્ગા સપ્તશતીનો આ અધ્યાય! જલદી જ જાણી લો તમારા ફાયદાની વાત
Maa Durga (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 02, 2022 | 6:21 AM

ચૈત્રી નવરાત્રીમાં આદ્યશક્તિ (Adyashakti)ની વિશેષ રૂપે આરાધનાનું મહત્વ છે અને આ 9 દિવસ દરમિયાન જો વ્યક્તિ દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકે તો તે વિશેષ ફળદાયી માનવામાં આવે છે. દુર્ગા સપ્તશતી પાઠમાં કુલ 700 શ્લોકમાં દેવી ચરિત્રનું વર્ણન છે. આ પાઠ કુલ 13 અધ્યાયમાં વિભાજીત છે. કહેવાય છે કે આ દરેક અધ્યાયનું એક આગવું મહત્વ અને ફળ છે. અલગ અલગ અધ્યાય અલગ અલગ ફળની પ્રાપ્તિ કરાવે છે. ત્યારે આવો જાણીએ કે કયા અધ્યાયનું પઠન કરવાથી જીવનની કઈ સમસ્યામાંથી મુક્તિ મળે છે અને કયા વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે દુર્ગા સપ્તશતી પાઠના દરેક અધ્યાય.

પ્રથમ અધ્યાય

નવરાત્રીના દિવસોમાં દુર્ગા સપ્તશતીના પહેલા અધ્યાયનો પાઠ કરવાથી વ્યક્તિને જીવનની તમામ ચિંતાઓમાંથી મુક્તિ મળતી હોવાની માન્યતા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બીજો અધ્યાય

દુર્ગા સપ્તશતીના બીજા અધ્યાયનો પાઠ કરવાથી દરેક પ્રકારના શત્રુઓ અને વિઘ્નો દૂર થાય છે. સાથે જ કોર્ટ કચેરી સાથે જોડાયેલી બાબતોમાં પણ વિજયની પ્રાપ્તિ થતી હોવાનું કહેવાય છે.

તૃતીય અધ્યાય

દુર્ગા સપ્તશતીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવાથી જાતકના જીવનમાં રહેલા આંતરિક અને બાહ્ય શત્રુઓનો  નાશ થાય છે.

ચોથો અધ્યાય

કહેવાય છે કે દુર્ગા સપ્તશતીના ચોથા અધ્યાનનું આસ્થા સાથે પઠન કરવામાં આવે તો જાતકની ભક્તિ વધુને વધુ દ્રઢ બનતી જાય છે.

પાંચમો અધ્યાય

દુર્ગા સપ્તશતીના પાંચમા અધ્યાયનો પાઠ કરવાથી ભક્તિ, શક્તિ અને દેવીના દર્શનની  પ્રાપ્તિ થાય છે.

છઠ્ઠો અધ્યાય

દુર્ગા સપ્તશતીના છઠ્ઠા અધ્યાયના પઠનથી જીવનમાં રહેલ દુ:ખ, દરિદ્રતા અને તમામ ભયમાંથી મુક્તિ મળે છે. જો વ્યક્તિને રાહુ કે કેતુ ગ્રહથી સંબંધિત પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેનો પણ ઈલાજ છે, નિયમિત દુર્ગા સપ્તશતીના છઠ્ઠા અધ્યાયનું પઠન.

સાતમો અધ્યાય

દુર્ગા સપ્તશતીના સાતમા અધ્યાયના પાઠથી જાતકની દરેક મનોકામનાની પૂર્તિ મા ભગવતી કરતા હોવાનું કહેવાય છે.

આઠમો અધ્યાય

આઠમા અધ્યાયના પઠનથી કોઈ ખોવાયેલું સ્વજન હોય તો તેની ભાળ મળતી હોવાની માન્યતા છે.

નવમો અધ્યાય

દુર્ગા સપ્તશતીના નવમા અધ્યાયના પઠનથી સંતાનની કામના રાખનારા દંપતિને સંતાનની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં ઉન્નતિની પ્રાપ્તિ થાય છે.

દસમો અધ્યાય

જો તમારા સંતાન કોઈ ખોટા માર્ગે વળી રહ્યા છે તો દસમા અધ્યાયનો પાઠ આપને અને આપના સંતાનોને મદદ કરી શકે છે.

અગિયારમો અધ્યાય

દુર્ગા સપ્તશતીના અગિયારમાં અધ્યાયના પઠનથી જાતકને દરેક પ્રકારના ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે.

બારમો અધ્યાય

કહે છે કે દુર્ગા સપ્તશતીના બારમાં અધ્યાયના પઠનથી આરાધકને સમાજમાં માન, સન્માન અને લાભની પ્રાપ્તિ થાય છે.

તેરમો અધ્યાય

અંતે દુર્ગા સપ્તશતીના અંતિમ એટલે તેરમા અધ્યાયના પઠનથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરતો હોવાની માન્યતા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : નવરાત્રીમાં દેવીના આવાહન પૂર્વે શું કરશો ખાસ તૈયારી? જાણો નવરાત્રીની પૂજન સામગ્રીનું મહત્વ

આ પણ વાંચો : દેવીને આ રીતે અર્પણ કરો પ્રસાદ, તો જીવનમાં વરસશે ખુશીઓનો વરસાદ !

g clip-path="url(#clip0_868_265)">