Navratri 2021 : પુષ્પથી પ્રસન્ન થશે આદ્યશક્તિ ! જાણો દેવીના કયા રૂપને કયુ પુષ્પ કરશો અર્પણ

નવરાત્રી એ ગુજરાત અને ગુજરાતીઓ માટે કોઈ તહેવાર નહીં એક લોકોત્સવ છે. ત્યારે નવરાત્રી દરમિયાન થતી દેવીની પૂજામાં પુષ્પનું છે વિશેષ મહત્વ. પુષ્પ વગર તો અપૂર્ણ મનાય છે દેવીની આરાધના !

Navratri 2021 : પુષ્પથી પ્રસન્ન થશે આદ્યશક્તિ ! જાણો દેવીના કયા રૂપને કયુ પુષ્પ કરશો અર્પણ
પુષ્પથી પ્રસન્ન થશે આદ્યશક્તિ !

નવરાત્રીનો(Navratri) પાવનકારી પર્વ આવી પહોંચ્યો છે. ગુજરાત માટે તો આ ન માત્ર તહેવાર પરંતુ એ ઉત્સવ તરીકે માનવામાં આવે છે. કારણકે ગુજરાતીઓ નવરાત્રી દરમિયાન માતાજીના અલગ અલગ રૂપની આરાધના કરે છે માતાજીના ગુણલાં ગાય છે અને ગરબે ઘૂમે છે એટલે જે નવરાત્રી એ ગુજરાત અને ગુજરાતીઓ માટે કોઈ તહેવાર નહીં એક લોકોત્સવ છે. એક એવો ઉત્સવ કે જ્યાં નવદૂર્ગાની ઉપાસના પણ થાય, જગદંબાની સ્તુતિ પણ ગવાય અને નાનેરા થી લઈ મોટેરાં સૌ કોઈ ગરબે રમે છે.
પણ શું આપણે એ જાણીએ છીએ કે નવ દુર્ગાના નિત્ય અલગ અલગ રૂપની પૂજા થાય છે? શક્તિના નવ સ્વરૂપ ભક્તિ કરવી કેવી રીતે ? કેવી રીતે જગદંબાની આરાધના કરવી ? આદ્યશક્તિની પૂજામાં શું ખાસ ધ્યાન રાખવું ? જગદંબાને નૈવેદ્યમાં શું અર્પણ કરવું ? માતાના કયા સ્વરૂપની કેવી રીતે ઉપાસના કરવી ? આ તમામ સવાલો આપના મનમાં પણ થતાં હશે.
ત્યારે આજે આપણે જાણીશું કે એવું તે શું છે કે જે આદ્યશક્તિના વિધ-વિધ સ્વરૂપને અચૂક અર્પણ કરવું. આવો જાણીએ કે એ વસ્તુ વિષે કે જેના વિના માતાજીની આરાધના અધૂરી મનાય છે. અને આ પદાર્થ એટલે પુષ્પ. કહે છે કે દેવીના નિત્ય પૂજનમાં પુષ્પનો ખૂબ મહિમા છે. પરંતુ કહે છે કે કેટલાક એવા પુષ્પ છે કે જેને અર્પણ કરવાથી દેવી અત્યંત પ્રસન્ન થાય છે. આવો જણાવીએ દેવીના કયા સ્વરૂપને કયુ પુષ્પ કરશો અર્પણ .
નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીને સફએદ કરેણના પુષઅપ અને તેની માળા અર્પણ કરવી જોઈએ.
બીજા નોરતે માતા બ્રહ્મચારિણીને પાંદડાની માળા અર્પણ કરવી જોઈએ.
નવરાત્રીના ત્રીજા દિવસે દેવીના ચંદ્રઘંટા સ્વરૂપને શંખપુશ્પીના ફૂલ અર્પણ કરવાં.
જ્યારે ચોથા નોરતે માતા કુષ્માંડાને પીળા રંગના પુષ્પ અર્પણ કરવાં જોઈએ.
નવરાત્રીની પાંચમની તિથીએ ભૂરા રંગના પુષ્પ દેવી સ્કંદમાતાને અર્પણ કરવાં.
છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીને બોરડીના વૃક્ષના ફૂલ ચઢાવવા જોઈએ.
જ્યારે સાતમા નોરતે માતા કાલરાત્રિને ગુંજામાલા ધરાવવી.
આઠમે માતા મહાગૌરીને પ્રસન્ન કરવાં માળા રૂપે નાડાછડી અર્પિત કરવી.
જ્યારે છેલ્લા નોરતે માતા સિદ્ધિદાત્રીને જાસુદના ફૂલ ચઢાવવાં જોઈએ.

આ પણ વાંચો : નવરાત્રી એટલે આદ્યશક્તિના નવ રૂપની આરાધનાનો અવસર ! જાણો કયા દિવસે દેવીના કયા રૂપની કરશો ઉપાસના 

આ પણ વાંચો : સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે નવરાત્રી પર ઘરે લવો આ 6 વસ્તુઓ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati