Tv9 Bhakti : આપના નસીબને ચમકાવશે ગ્રહદોષ નિવારણના આ સરળ ઉપાયો

ગ્રહોના (Grah) દોષ દૂર કરવા માટે અને તેમના શુભ ફળ પ્રાપ્ત કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાય ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ પ્રકારના સામાન્ય ઉપાયો કરવાથી પણ આપ આપના જીવનમાં ચમત્કારીક બદલાવ લાવી શકો છો. રવિવારે ઘઉંની રોટલીમાં ઘી-ગોળ ઉમેરીને ચૂરમુ બનાવીને આરોગવાથી મંગળ, સૂર્ય અને ચંદ્ર ગ્રહના શુભફળ પ્રાપ્ત થાય છે.

Tv9 Bhakti : આપના નસીબને ચમકાવશે ગ્રહદોષ નિવારણના આ સરળ ઉપાયો
Navgraha
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 23, 2022 | 7:53 AM

જ્યોતિષ શાસ્ત્રમાં (Jyotish shashtra) ઘણા સરળ અને અકસીર ઉપાયો દર્શાવ્યા છે જે ઉપાય (Upay) કરવાથી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. ગ્રહોના દોષ (Grah dosh) દૂર કરવા માટે અને તેમના શુભ ફળ પ્રાપ્ત કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાય ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. ગ્રહોને મનાવવા માટે એ જરૂરી નથી કે હંમેશા મોંઘા રત્નો પહેરવાથી જ કાર્ય થાય. સામાન્ય ઉપાયો કરવાથી પણ આપ આપના જીવનમાં ચમત્કારીક બદલાવ લાવી શકો છો. તો ચાલો જાણીએ કઇ વસ્તુઓ આપના જીવનમાં ગ્રહોનું શુભ ફળ પ્રદાન કરશે.

સૂર્ય 

સૂર્યદેવની શુભતા વધારવા અને તેમની નારાજગી દૂર કરવા માટે જુઠ્ઠુ ક્યારેય ન બોલવું જોઇએ. આ ઉપાયને કરવાથી સૂર્ય સાથે સંબંધિત દોષ દૂર થઇ જાય છે અને તેના શુભફળ મળવાનો પ્રારંભ થઇ જાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ચંદ્ર 

ચંદ્ર દેવની શુભતા મેળવવા અને તેની સાથે જોડાયેલા દોષ દૂર કરવા માટે જેટલું બને એટલું સફાઇ પર ધ્યાન આપવું જોઇએ. સ્વસ્છ કપડા પહેરવા જોઇએ. આ ઉપાય કરવાથી ચોક્કસપણે આપને ચંદ્રદેવની કૃપાની પ્રાપ્તિ થાય છે. ચંદ્ર એ આપણા સૌના મનને આકર્ષિત કરે છે. જો તમે સ્વસ્છતા પર ધ્યાન રાખશો તો ચંદ્રદેવ પ્રસન્ન થશે.

મંગળ ગ્રહ

મંગળગ્રહ સૂર્યનો સેનાપતિ છે. આપણાં ભોજનમાં તે ગોળનું સ્વરૂપ છે. જો કે ઘઉં એ સૂર્યનું પ્રતિક છે. મંગળ ગ્રહની કૃપા પ્રાપ્ત કરવા માટે રવિવારે ઘઉંની રોટલીમાં ઘી-ગોળ ઉમેરીને ચૂરમુ બનાવીને આરોગવું તેમજ બીજાને પણ આપવું. આ ઉપાય કરવાથી મંગળ દેવતા પ્રસન્ન થાય છે. ખાસ એક બાબત ધ્યાનમાં રાખવી કે સૂર્યનું પ્રતિક ઘઉં, મંગળનું પ્રતિક ગોળ અને ચંદ્રનું પ્રતિક ઘી છે અને આ ત્રણેયમાં ખાસ મિત્રતા છે. આ સંજોગોમાં જો આ 3 ગ્રહ પ્રસન્ન રહે તો આપની પર તેમની કૃપા વસરસે. આપને આ 3 ગ્રહના શુભ ફળની પ્રાપ્તિ થશે.

બુધ ગ્રહ

બુધનો રંગ લીલો છે. તે નવ ગ્રહોમાં શારીરિક રૂપે સૌથી નબળો અને બૌદ્ધિક રીતે સૌથી શ્રેષ્ઠ છે. બુધ ગ્રહની શુભતા પ્રાપ્ત કરવા માટે અને તેની સાથે જોડાયેલા દોષ દૂર કરવા માટે ગાયને નિત્ય લીલો ઘાસચારો નીરવો જોઇએ. એવું કહેવાય છે કે પૃથ્વી અને ગાય બંને શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે લીલો ઘાસચારો બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. ઘાસ એટલે કે બુધ અને ધરતી એટલે કે શુક્ર. આ દરમ્યાન જો ગાય લીલો ઘાસચારો ખાઇને ખુશ થશે તો આપને બુધ ગ્રહનું શુભ ફળ પ્રદાન થશે.

ગુરુ ગ્રહ

ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા માટે પોપટને ચણાની દાળ ખવડાવવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે.કારણ કે પોપટ એ બુધ ગ્રહનું પ્રતિક છે અને ચણાની દાળ ગુરુ ગ્રહનું પ્રતિક છે. આ કારણે તમે આ ઉપાય કરશો તો બુધ સ્વરૂપ પોપટ ચણાની દાળ આરોગીને સંતુષ્ટ થાય છે. એટલે ગુરુ પણ પ્રસન્ન થાય છે એવું કહેવાય છે કે આ કારણે ગુરુ ગ્રહના સારા ફળ આપને પ્રદાન થશે.

શુક્ર ગ્રહ

જો આપ શુક્ર ગ્રહથી પીડિત હોવ તો ગાયને રોટલી નિયમિત રૂપે અર્પણ કરવી.આ કાર્ય એટલે કરવું કે સૂર્યનું પ્રતિક ઘઉં છે અને શુક્રનું પ્રતિક ગાય છે. એટલે જ્યારે તમે ઘઉં ગાયને ખવડાવશો તો નિશ્ચિતરૂપે શુક્રનું શુભ ફળ પ્રદાન થશે.

શનિ ગ્રહ

શનિ ન્યાયના દેવતા છે. શ્રમના પુજારી છે. એટલે કે તમે કોઇ મહેનત-મજૂરી કરનાર વ્યક્તિને સમ્માન પ્રદાન કરશો. તેને મદદ કરશો તો શનિદેવ ચોક્કસ પ્રસન્ન થશે. તેમની કૃપા તમારા પર વરસસે અને દરેક દોષ દૂર થશે.

રાહુ ગ્રહ

રાહુ છાયા ગ્રહ છે જે ભોજન કરાવવાથી જલ્દી જ શાંત થાય છે. એવામાં જો તમે રાહુ સંબંધિત વ્યક્તિ જેમ કે કૃષ્ઠ રોગી, નિર્ધન, સફાઇ કર્મચારીને ભોજન કરાવીને પ્રસન્ન કરશો તો આપના પર રાહુની કૃપા વરસસે. આ ભોજનમાં જો તમે ગરીબને વનસ્પતિ ઘીમાંથી બનેલી મોટા આકારની પૂરીઓ, ગોળનો હલવો અને બટાકા-મૂળાની સબ્જી તેમજ છાશ આપશો તો નિશ્ચિતરૂપે તમને લાભ પ્રાપ્ત થશે.

કેતુ ગ્રહ

કેતુ ગ્રહના દોષને કારણે વ્યક્તિ ભ્રમનો શિકાર બને છે. તેના કારણે તેને દરેક પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડે છે. કેતુના દુ:પ્રભાવથી બચવા સૌપ્રથમ વડીલોની સેવા , સમ્માન કરવાનું શરૂ કરો સાથે જ શ્વાનને ગળી રોટલી ખવડાવવી. આ ઉપાય કરવાથી આપને નિશ્ચિતરૂપે સકારાત્મક પરિણામ મળશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">