આ 4 છોડને માનવામાં આવે છે સુખ-સમૃદ્ધિના છોડ ! ક્રૂર ગ્રહના દોષથી આ છોડ અપાવશે મુક્તિ !
ધ્યાનમાં રાખો કે તુલસીના છોડને (plant) ઘરની પૂર્વ દિશામાં અથવા તો ઉત્તર-પૂર્વના ખૂણામાં લગાવવો જોઇએ. ઘરના આંગણામાં આ છોડ રાખી શકાય છે. તુલસીના છોડની આસપાસ કાંટાળા છોડ ક્યારેય ન રાખવા જોઈએ. તેમજ તુલસીના છોડની સમક્ષ સાંજે ઘીનો દીવો જરૂરથી પ્રજવલિત કરવો જોઇએ.

વાસ્તુ શાસ્ત્રમાં છોડનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે અનુસાર ઘરમાં કેટલાંક ખાસ છોડ લગાવવાથી ઘરની નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. તેમજ ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલાંક છોડ એવાં પણ છે કે જે વ્યક્તિને શનિગ્રહ જેવાં ક્રૂર ગ્રહના દોષમાંથી મુક્તિ અપાવે છે. અને સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવાનું નિમિત્ત પણ બને છે. આજે અમારે એવાં જ 4 છોડ વિશે વાત કરવી છે, કે જે ઘરમાં લગાવવાથી ઘર પરના તેમજ તે ઘરમાં રહેનારાઓ પરના અશુભ પ્રભાવો દૂર થઈ જાય છે. અને વ્યક્તિ દિવસેને દિવસે વધુ પ્રગતિ કરવા લાગે છે. તો, ચાલો જાણીએ કે ક્યા છે તે અત્યંત શુભ 4 છોડ ? અને તેને કઈ દિશામાં લગાવવું વિશેષ ફળદાયી બની રહેશે ?
તુલસીનો છોડ
⦁ હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. અને એટલે જ આપણે આ છોડને તુલસી માતાના નામે સંબોધીએ છીએ. વાસ્તવમાં તુલસી એ લક્ષ્મી સ્વરૂપા જ મનાય છે !
⦁ તુલસીના છોડમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે. જે વ્યક્તિને શરદી-ખાંસી જેવી સમસ્યામાંથી મુક્તિ અપાવી દે છે.
⦁ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ છોડ ઘરમાં લગાવવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે.
⦁ ધ્યાનમાં રાખો કે આ છોડને ઘરની પૂર્વ દિશામાં અથવા તો ઉત્તર-પૂર્વના ખૂણામાં લગાવવો જોઇએ. ઘરના આંગણામાં પણ આ છોડ રાખી શકાય છે.
⦁ ધ્યાન રાખો કે તુલસીના છોડની આસપાસ કાંટાળા છોડ ક્યારેય ન રાખવા જોઈએ. તેમજ તુલસીના છોડની સમક્ષ સાંજે ઘીનો દીવો જરૂરથી પ્રજવલિત કરવો જોઇએ.
શમીનો છોડ
⦁ શમીનો છોડ શનિગ્રહ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે જે લોકો આ છોડ તેમના ઘરમાં લગાવે છે, તેમને શનિદોષમાં રાહતની પ્રાપ્તિ થાય છે. માન્યતા અનુસાર આ છોડ જે ઘરમાં હોય છે, તે ઘર પર શનિદેવની કૃપા વરસે છે.
⦁ કહે છે કે શમીનો છોડ ઘરમાં લગાવવાથી વ્યક્તિને દેવાની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે.
⦁ જે લોકોને શનીની સાડા સાતી કે પછી અઢી વર્ષની પનોતી હોય તેમણે શનિવારના દિવસે આ છોડ ઘરમાં લગાવવો જોઇએ. આ છોડને ઘરના મુખ્યદ્વારની બહારની તરફ લગાવવો જોઇએ.
⦁ જેમ તુલસી ક્યારે સંધ્યા સમયે દીપ પ્રાગટ્યનો મહિમા છે, તે જ રીતે શમીના છોડ પાસે પણ નિત્ય દીવો પ્રજવલિત કરવો જોઇએ.
મની પ્લાન્ટ
⦁ મની પ્લાન્ટને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
⦁ મની પ્લાન્ટને માતા લક્ષ્મીના સ્વરૂપ તરીકે જોવામાં આવે છે.
⦁ કહે છે કે મની પ્લાન્ટની વેલને ઘરમાં લગાવવાથી ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
⦁ માન્યતા એવી છે કે જેમ જેમ મની પ્લાન્ટમાં વૃદ્ધિ થાય છે, તેમ તેમ ઘરમાં ધન-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
⦁ યાદ રાખો કે હંમેશા ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં જ મની પ્લાન્ટનો છોડ લગાવવો જોઇએ.
વાંસનો છોડ
⦁ ઘરમાં વાંસનો છોડ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
⦁ માન્યતા અનુસાર વાંસનો છોડ ઘરમાં લગાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે. સાથે જ ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.
⦁ કહે છે કે જે ઘરમાં આ છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા સદૈવ વરસતી જ રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)