Bhakti : ગુરુવારે ભૂલથી પણ ન કરવા જોઈએ આ 10 કામ, નહીંતર પસ્તાવાનો આવી શકે છે વારો !

|

Dec 02, 2021 | 6:54 AM

ગુરુવારે રસોઈમાં ઉપરથી મીઠું ઉમેરીને ભોજન ગ્રહણ ન કરવું જોઇએ. તેનાથી સ્વાસ્થ્યમાં તો તકલીફ આવે જ છે સાથે જ તમારા બધાં કાર્યોમાં પણ અવરોધ આવી શકે છે ! કારણ કે તેનાથી વ્યક્તિનો ગુરુ ખરાબ થાય છે.

Bhakti : ગુરુવારે ભૂલથી પણ ન કરવા જોઈએ આ 10 કામ, નહીંતર પસ્તાવાનો આવી શકે છે વારો !
દેવગુરુ બૃહસ્પતિ

Follow us on

ગુરુવારનો (Thursday) દિવસ એ બ્રહ્માજી તેમજ ગુરુ ગ્રહ સાથે જોડાયેલો છે. ભાગ્યને જાગૃત કરવા માટે, સારાં સ્વાસ્થ્ય તેમજ દીર્ઘાયુષ્ય માટે ગુરુવારનું વ્રત ફળદાયી મનાય છે. એ જ કારણથી ગુરુવારના દિવસે દેવ દર્શને જવાનો પણ સવિશેષ મહિમા છે. પણ, ઘણાં ઓછાં લોકોને એ વાતનો ખ્યાલ હશે કે ગુરુવારે કેટલાંક કાર્યો કરવા વર્જિત મનાય છે !

લૌકિક માન્યતા અનુસાર એવાં ઘણાં કાર્યો છે કે જે ગુરુવારે મનુષ્યએ ભૂલથી પણ ન કરવા જોઈએ. માન્યતા એવી છે કે આ વર્જિત કાર્યોને જો ગુરુવારના દિવસે કરવામાં આવે તો ગુરુ ગ્રહ દોષપૂર્ણ બને છે. અને જે તે વ્યક્તિને તેનું ખરાબ ફળ ભોગવવું પડી શકે છે. ત્યારે આવો, આજે એ જ વિશે જાણકારી મેળવીએ કે એવાં તો કયા દસ કાર્ય છે, કે જે ગુરુવારના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ.

ગુરુવારે શું ન કરવું ?
1. આ દિવસે પુરુષોએ દાઢી ન કરવી જોઈએ. તેમજ સ્ત્રીઓ કે પુરુષોએ શરીરના કોઇ પણ વાળને કાપવા ન જોઈએ. માન્યતા અનુસાર આ દિવસે વાળ કાપવાથી સંતાન સંબંધી સુખમાં મુશ્કેલીઓ આવી શકે છે. એટલું જ નહીં, આ દિવસે નખ કાપવા પણ અશુભ મનાય છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

2. લૌકિક માન્યતા એવી છે કે ગુરુવારે દક્ષિણ, પૂર્વ તેમજ નૈઋત્યમાં યાત્રા ન કરવી જોઈએ. ખાસ કરીને આ દિવસે દક્ષિણમાં દિશાશૂળ રહે છે. જો યાત્રા કરવી અનિવાર્ય જ હોય તો દહીં કે જીરું ખાઇને ઘરની બહાર નીકળવું. તે શુભદાયી બની રહેશે અને આવનારી મુસીબતોને નિવારશે.

3. ગુરુવારે રસોઈમાં ઉપરથી મીઠું (નમક) ઉમેરીને ભોજન ગ્રહણ ન કરવું જોઇએ. તેનાથી સ્વાસ્થ્યમાં તો તકલીફ આવે જ છે સાથે જ તમારા બધાં કાર્યોમાં પણ અવરોધ આવી શકે છે. કારણ કે તેનાથી વ્યક્તિનો ગુરુ ખરાબ થાય છે. મીઠું વધુ પ્રમાણમાં ખાવાથી ગુરુ અસ્ત થાય છે !

4. આમ તો દૂધ-કેળા ખાવા એ એક શ્રેષ્ઠ આહાર છે. પરંતુ, ગુરુવારના દિવસે દૂધ-કેળાને સાથે ગ્રહણ કરવું વર્જિત મનાય છે.

5. વ્યક્તિએ ક્યારેય કોઈનું અપમાન ન કરવું જોઈએ. તે જ શ્રેષ્ઠ સંસ્કાર છે. પરંતુ, લૌકિક માન્યતા એવી છે કે ગુરુવારના દિવસે તો ભૂલથી પણ ગુરુદેવ, દેવતા, પિતા, દાદા અને ધર્મનું અપમાન ન કરવું જોઇએ. તેમજ તેમનો મજાક પણ ન કરવો જોઈએ. નહીંતર તેનું ખૂબ જ ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.

6. શક્ય હોય તો ગુરુવારે કપડા ધોવાનું ટાળવું જોઈએ.

7. આમ તો ગુરુવારના દિવસે પોતા પણ ન કરવા જોઈએ. માન્યતા અનુસાર આવું કરવાથી ગુરુ ગ્રહની અશુભ અસર પડે છે. તેનાથી વ્યક્તિને ભાગ્યનો સીધો સાથ પણ નથી મળતો.

8. ગુરુવારના રોજ ખીચડી ખાવી પણ વર્જિત મનાય છે.

9. એવુ માનવામાં આવે છે કે ગુરુવારે મહિલાઓએ વાળ ન ધોવા જોઇએ. કારણ કે તેનાથી ગુરુ ગ્રહ કમજોર થાય છે અને તેનાથી સંપત્તિ અને સંપન્નતામાં ઘટાડો થાય છે.

10. ગુરુવારના દિવસે પૂજા પાઠથી જોડાયેલ સામાન, આંખો સાથે જોડાયેલી કોઇપણ વસ્તુ, કોઇ ધારદાર વસ્તુ જેમ કે ચપ્પુ, કાતર, વાસણ કંઇ જ ખરીદવું ન જોઇએ. તે પણ અશુભ મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ શું તમારા ઘરના મંદિરમાં છે આ પવિત્ર વસ્તુઓ ? જાણો પુણ્યફળની પ્રાપ્તિ કરાવનારી પૂજા સામગ્રી

આ પણ વાંચોઃ શું તમે જાણો છો ગંગા નદીના જળ સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો ? જાણો, ગંગાજળ કેમ મનાય છે પવિત્ર !

Next Article