ગૌ માતાને રોટલી ખવડાવો છો ? જાણી લો તેના જબરદસ્ત ફાયદા, પુણ્યની સાથે મળે છે આ ખુશીઓ

માન્યતાઓ અનુસાર ગાય માતામાં 33 કરોડ દેવી-દેવતાઓ નિવાસ કરે છે. જેનો સીધો અર્થ એ છે કે ગાયને રોટલી ખવડાવવાથી તમે 33 કરોડ દેવી -દેવતાઓને પણ જમાડી રહ્યા છો.

ગૌ માતાને રોટલી ખવડાવો છો ? જાણી લો તેના જબરદસ્ત ફાયદા, પુણ્યની સાથે મળે છે આ ખુશીઓ
પ્રતિકાત્મક તસવીર (PS: Facebook@onerotiforcow)

પૃથ્વી પરના કોઈ પણ ભૂખ્યા અને તરસ્યા જીવને ખોરાક અને પાણી આપવું એ મહાન પુણ્યનું કામ છે. જો કે, ગાયને ખવડાવવાથી પુણ્યની સાથે બીજા ઘણા ફાયદા પણ થાય છે. આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં ગાયને આદરણીય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

માન્યતાઓ અનુસાર ગાય માતામાં 33 કરોડ દેવી-દેવતાઓ નિવાસ કરે છે. જેનો સીધો અર્થ એ છે કે ગાયને રોટલી ખવડાવવાથી તમે 33 કરોડ દેવી -દેવતાઓને પણ જમાડી રહ્યા છો. ગાયને રોટલી ખવડાવવાથી પરિવારના ઘણા દુ:ખ દર્દ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે. આજે અમે તમને ગાયને રોટલી ખવડાવવાના કેટલાક જબરદસ્ત ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

હંમેશા પહેલી રોટલી જ ગાયને ખવડાવો
ઘરમાં બનતી રોટલીમાંથી હંમેશા પહેલી રોટલી જ ગાયને ખવડાવી જોઈએ. ઉત્તમ લાભ પ્રાપ્ત કરવા માટે જો તમે રોટલીમાં ઘી અને ગોળ લગાવીને આપો છો તો તેના પણ વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે રોજ ગાયને રોટલી આપવાથી તેનું પુણ્ય આવનાર સેંકડો પેઢીઓ સુધી મળે છે અને તમામ દુ:ખ દર્દથી બચાવે છે. કોશિશ કરો કે જ્યારે તમે ગાયને રોટલી ખવડાવો છો ત્યારે તેને બેસાડી દો, નીચે બેસેલી ગાયને રોટલી ખવડાવના ઘણા ફાયદાઓ છે.

ગાઈને ક્યારેય સૂકી અને વાસી રોટલી ન આપો
ગાયને રોટલી સાથે ગોળ ખવડાવવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. એટલું જ નહીં, તમારા ઘણા બગડેલા કામો પણ થઈ જાય છે. હંમેશા ધ્યાનમાં રાખો કે સૂકી અને વાસી રોટલી ક્યારેય ગાયને ન ખવડાવવી જોઈએ. દરવાજે આવતી ગાયને ક્યારેય ભૂખ્યા ન રહેવા દો. દરવાજે આવતી ભૂખી ગાયને રોટલી ખવડાવવાથી તમારા ઘણા દુ:ખ દૂર થાય છે.

જો તમારા ઘરમાં અશાંતિના કારણે હંમેશા સંઘર્ષ રહેતો હોય તો બપોરે તૈયાર કરેલી પ્રથમ રોટલી ગાયને ખવડાવો. બપોરે ભોજન કરતા પહેલા ગાયને રોટલી ખવડાવવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી તમારા ઘરમાં શાંતિ રહેશે અને ખુશીઓ પરત આવશે.

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 1 ઓગષ્ટ: ઘરના વડીલોનું માર્ગદર્શન દોરી જશે સફળતા તરફ, મહેનત કરતા રહો

આ પણ વાંચો:  Ahmedabad: લોકોમાં રસીને લઈને અનેરો ઉત્સાહ, ઝરમર વરસાદમાં પણ લોકો પહોચ્યા રસી લેવા

Click on your DTH Provider to Add TV9 Gujarati