કેદારનાથને 230 કિલો સોનાનો ચઢાવો, મુંબઈના એક વેપારીએ દિવાલો પર સોનાની પ્લેટ મઢાવી

કેદારનાથ મંદિરના ગર્ભગૃહની આસપાસની દીવાલો પર સુવર્ણ પ્લેટ મઢાવવામાં આવી છે. આ માટે મુંબઈના એક વેપારીએ 230 કિલો સોનાનો ચઢવો ભગવાનને અર્પણ કર્યો છે. અગાઉ કેદારનાથ ધામના ગર્ભગૃહની આ દિવાલ ચાંદીની બનેલી હતી. પરંતુ હવે અહીં સોનાનો ઢોળ ચઢશે.

કેદારનાથને 230 કિલો સોનાનો ચઢાવો, મુંબઈના એક વેપારીએ દિવાલો પર સોનાની પ્લેટ મઢાવી
Kedarnath temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 5:24 PM

ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ શ્રી કેદારનાથ મંદિર (Kedarnath Temple) ના ગર્ભગૃહની અંદરની દિવાલ હવે સોનાની બનશે. દિવાળીના શુભ મુહૂર્તમાં કેદારનાથના ગર્ભગૃહની દીવાલ સોનાની (GOLD) બનાવ્યા બાદ તે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે.આ દિવાલ સોનાની બનાવવા માટે મુંબઈ (Mumbai) ના એક વેપારીએ લગભગ 230 કિલો સોનું દાનમાં આપ્યું છે. અગાઉ કેદારનાથ ધામના ગર્ભગૃહની આ દિવાલ ચાંદીની બનેલી હતી. પરંતુ હવે અહીં સોનાનો ઢોળ ચઢશે. શંખ, ત્રિશુલ, ડમરુ જેવા ચિહ્નો, જે ભગવાન શંકરના પ્રતિક છે, આ સોનાની પ્લેટ પર કોતરવામાં આવ્યા છે.

આ ઉપરાંત સોનાની આ પ્લેટ પર જય બાબા કેદાર, હર હર મહાદેવ પણ લખવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં બનેલી આ દિવાલ 230 કિલો સોનાથી બનેલી છે. આ સોનું મુંબઈના એક બિઝનેસમેને દાનમાં આપ્યું છે.

ગર્ભગૃહમાં ચાંદીની દીવાલ હટાવીને સોનાની દીવાલ તૈયાર કરાવી

230 કિલો સોનું દાનમાં આપનાર વેપારીએ જણાવ્યું કે ચાંદીની દીવાલ જોયા બાદ તેને વારંવાર વિચાર આવતો હતો કે ભગવાનના ગર્ભગૃહની દીવાલ સોનાની કેમ ન બને. ત્યારબાદ કરોડો રૂપિયા ખર્ચીને આ સોનાની દિવાલ તૈયાર કરવામાં આવી હતી. આ પછી, દિવાળીના શુભ મુહૂર્ત પર, તેને સોનાની પ્લેટ દિવાલ પર સ્થાપિત કરવામાં આવી હતી.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

સ્થાનિક પૂજારીઓ સોનાની દિવાલ બનાવવાનો વિરોધ કરી રહ્યા છે

બદ્રીકેદાર ટેમ્પલ કમિટી અને ઉત્તરાખંડ સરકારે આ સોનાના જડતરના કામ માટે પરવાનગી આપી હતી.પરંતુ સ્થાનિક પૂજારી તેનો વિરોધ કરી રહ્યા હતા.આઘાતની લાગણી અનુભવી રહ્યા છે. જેના કારણે સ્થાનિક પૂજારીઓએ તેનો વિરોધ કર્યો હતો અને ઉપવાસની ચેતવણી આપી હતી. પરંતુ સરકાર અને મંદિર સમિતિએ મંદિરની દિવાલ પર સોનાની પ્લેટ લગાવવા માટે મુંબઈના વેપારીને માત્ર ટેકો જ આપ્યો નથી, પરંતુ તેના માટે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

આજે સૂર્યગ્રહણ દરમિયાન મંદિરના દરવાજા બંધ રહેશે

જણાવી દઈએ કે આજે સૂર્યગ્રહણના કારણે બાબા કેદારનાથનું મંદિર બંધ રહેશે. આ સિવાય બંદરી-કેદાર મંદિર સમિતિ હેઠળના તમામ મંદિરો બંધ રહેશે. મંદિરના દરવાજા સવારે 4:26 થી સાંજના 5:32 સુધી એટલે કે ગ્રહણના સમયગાળા દરમિયાન બંધ રહેશે.

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">