શાકંભરી નવરાત્રિનો શા માટે છે વિશેષ મહિમા ? જાણો મા શાકંભરીની કૃપાપ્રાપ્તિની ફળદાયી વિધિ

આ ગુપ્ત નવરાત્રિ અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવનારી છે. શાકંભરી નવરાત્રિ દરમિયાન શક્રાદય સ્તુતિનું પઠન ફળદાયી બની રહે છે. કહે છે કે તેનાથી વ્યક્તિના અટકેલાં કાર્યો પણ પરિપૂર્ણ થઈ જાય છે અને વ્યક્તિને યશની પ્રાપ્તિ થાય છે !

શાકંભરી નવરાત્રિનો શા માટે છે વિશેષ મહિમા ? જાણો મા શાકંભરીની કૃપાપ્રાપ્તિની ફળદાયી વિધિ
Goddess Shakambhari (Symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 11, 2022 | 9:49 AM

જ્યારે ધરતી પર સો વર્ષ સુધી વરસાદ ન પડ્યો અને મુનિઓએ મનુષ્યોને પીડાતા જોયા ત્યારે તેઓએ માતાને પ્રાર્થના કરી. આખરે, આદ્યશક્તિ જગદંબાએ સર્વ પ્રથમ શતાક્ષી (shatakshi) રૂપે પ્રાગટ્ય કર્યું. દેહ પરના સો નેત્રમાંથી અશ્રુધારા વરસાવી દેવીએ સૃષ્ટિને પાણી આપ્યું. અને પછી શાકંભરી (shakambhari) રૂપ ધરી તેમના શરીરમાંથી ઉત્પન્ન થતાં શાકભાજી દ્વારા વિશ્વનું ભરણ પોષણ કર્યું.

‘શ્રી દુર્ગા સપ્તશતી’ અને ‘આથા મૂર્તિરહસ્યામ’ના અગિયારમા પ્રકરણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેવીની અંગભૂતા છ દેવીઓ છે. જેમાં નંદા, રકતદંતીકા, શાકંભરી, દુર્ગા, ભીમા અને ભ્રામરીનો સમાવેશ થાય છે. શાકંભરી દેવીની પૂજા પોષ સુદ અષ્ટમીથી શરૂ થાય છે અને પોષી પૂર્ણિમાએ સમાપ્ત થાય છે. આ સમયગાળો શાકંભરી નવરાત્રિ (shakambhari navratri) તરીકે ઓળખાય છે. જે આ વખતે 10 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી રહેશે.

શાકંભરી નિલવર્ણનિલોત્વિલોચના । ગંભીર નવવિશ્વવિશુતિતાનુદ્રી ।। માતા શાકંભરીનું શરીર વાદળી રંગનું છે. તેમની આંખો નીલકમલ જેવી જ હોય છે. નાભિ નીચી હોય છે અને માતાનું પેટ સૂક્ષ્મ હોય છે. માતા શાકંભરી કમલની રહેવાસી છે અને તેના હાથમાં તીર, શાક તેમજ તેજસ્વી ધનુષ રહેલા છે. માતા અનંત ઇચ્છિત રસથી ભરેલી છે. તે ભૂખ, તરસ અને મૃત્યુના ડરનો નાશ કરે છે. તે ફૂલો, પલ્લવો અને ફળોથી ભરપૂર હોય છે. ઉમા, ગૌરી, સતી, ચંડી, કાલિકા અને પાર્વતી પણ એ જ છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

શાકંભરી નવરાત્રિ એ એક ગુપ્ત નવરાત્રિ છે. શક્તિ ઉપાસકોમાં આ નવરાત્રિનો સવિશેષ મહિમા છે. કહે છે કે જે જાતકોને મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ લગ્ન હોય તેમણે માતા શાકંભરીની પૂજા અવશ્ય કરવી જોઇએ. ત્યારે આવો જાણીએ કે કેવાં આશિષની પ્રાપ્તિ કરાવે છે માતા શાકંભરી.

શાકંભરી ઉપાસના મહિમા

1. એવું કહેવાય છે કે મા શાકંભરીની કૃપા જે પણ શ્રદ્ધાળુ ઉપર થાય છે, તેને આજીવન ધન-ધાન્યની સમસ્યા નથી રહેતી.

2. શાકંભરી નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓએ વિદ્વાનોને દાન-પુણ્ય તેમજ ભોજન પણ કરાવવું જોઈએ.

3.ખાસ કરીને દુર્ગાસપ્તશતીનાં પઠન સાથે હોમાત્મક યાગનો શાકંભરી નવરાત્રિ દરમિયાન વિશેષ મહિમા રહેલો છે.

4.આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન કુમારીકા અને બટુક ભોજન કરાવવાનો મહિમા છે. કહે છે કે તેનાથી દેવી વિશેષ પ્રસન્ન થઈ ભક્તો પર કૃપાની વૃષ્ટિ કરે છે.

5. શાકંભરી નવરાત્રિ દરમિયાન મંત્રનો જાપ સવિશેષ ફળદાયી બની રહે છે. સમગ્ર નવરાત્રિ દરમિયાન શક્ય ન હોય તો નવરાત્રિના અંતિમ દિવસે તો જરૂરથી મંત્રનો જાપ કરવો જોઈએ. માન્યતા અનુસાર “ૐ અંબિકાદેવ્યૈ નમઃ ।” તેમજ “ૐ દું દુર્ગાયૈ નમઃ ।” મંત્રનો જાપ વિશેષ ફળદાયી બની રહેશે.

6. શાકંભરી નવરાત્રિ દરમિયાન શક્રાદય સ્તુતિનું પઠન પણ ફળદાયી બની રહે છે. કહે છે કે આ સમય દરમિયાન દિવસમાં ત્રણ વખત શક્રાદય સ્તુતિનું પઠન કરવામાં આવે તો વ્યક્તિના અટકેલાં કાર્યો પણ પરિપૂર્ણ થઈ જાય છે. અને વ્યક્તિને યશની પ્રાપ્તિ થાય છે.

7.આરોગ્યની રક્ષા માટે ‘દેવી કવચ’નું પઠન પણ શ્રદ્ધાળુઓ દ્વારા આ દિવસોમાં કરવામાં આવતું હોય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : દક્ષિણાવર્તી શંખ પ્રાપ્ત કરાવશે દેવી લક્ષ્મીની અપાર કૃપા! જાણો શંખ પૂજાના વિવિધ લાભ

આ પણ વાંચો : શું તમે જાણો છો સિંદૂરના આ ફાયદા? ભયનો નાશ કરી શુભ ફળની પ્રાપ્તિ કરાવશે સિંદૂર

g clip-path="url(#clip0_868_265)">