AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ 2023: હરેકૃષ્ણ મંદિર, ભાડજ અમદાવાદ દ્રારા વિશ્વ શાંતિ માટે શ્રી કૃષ્ણના નામનું 21 લાખ વખત રટણ કરવાના સંકલ્પ સાથે જન્માષ્ટમી મહોત્સવની થશે ઉજવણી

ઉત્સવમાં આવનાર લાખો દર્શનાથીઓને ધ્યાનમાં રાખી ખૂબજ વિશાળ પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની અનુકૂળતાને ધ્યાનમાં રાખી ને મંદિર આખો દિવસ કોઈપણ જાતના વિરામ વગર દર્શન માટે ખુલ્લું રહેશે. ભગવાનના દર્શન મહામંગલા આરતી અને ભગવાન શ્રીકૃષ્ણ જન્મ ઘડી બાદ રાત્રે 1.00 વાગે બંધ થશે. આખા દિવસ દરમ્યાન જાણીતા ભજન ગાયકો દ્રારા સુંદર ભજન ગાવવામાં આવશે.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ  2023: હરેકૃષ્ણ મંદિર, ભાડજ અમદાવાદ દ્રારા વિશ્વ શાંતિ માટે શ્રી કૃષ્ણના નામનું 21 લાખ વખત રટણ કરવાના સંકલ્પ સાથે જન્માષ્ટમી મહોત્સવની થશે ઉજવણી
Shri Krishna Janmashtami Mohotsav 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 3:49 PM
Share

હરેકૃષ્ણ મંદિર, ભાડજ તા. 7 સપ્ટેમ્બર, 2023 ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની વિશાળ ભવ્યતા ઉજવણી કરી રહ્યું છે. મંદિર ખાતે ઉજવાતો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ આગવો અને બધા ભકતો ને એક અલૌકિક અનુભવ કરાવનારો હોય છે. ઉત્સવ દરમ્યાન મહાભિષેક, હિંડોળા (ઝૂલન) ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવ વિગેરનું કરવામાં આવેલ આયોજન ઉત્સવને વધુમાંવધુ દર્શનીય બનાવશે.

હરેકૃષ્ણ મંદિર,ભાડજ ખાતે વિશ્વ શાંતિ માટે શ્રી કૃષ્ણના નામનું 21 લાખ વખત રટણ કરવાના સંકલ્પ સાથે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

સર્વ ભક્તોને ઉત્સવમાં પધારવા આમંત્રણ

હરેકૃષ્ણ મુવમેન્ટ, અમદાવાદના અધ્યક્ષ શ્રી જગનમોહન કૃષ્ણ દાસા જન્માષ્ટમી ઉત્સવની ભવ્યતા સમજાવતા જણાવે છે કે જન્માષ્ટમી તે આશરે 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણની મથુરાની પવિત્રભૂમિ પર દિવ્યપ્રાગ્ટયની ઉજવણી છે. જન્માષ્ટમી ઉતસ્વ દરેક કૃષ્ણભક્તો માટે બહૂ જ આનંદમય પ્રંસગ હોય છે અને તે સંપૂર્ણ વિશ્વમાં ઘણા જ ઉત્સાહભેર અને ઠાઠમાઠતી ઉજવાય છે. હરેકૃષ્ણ મંદિર,ભાડજ ખાતે અમો તા. 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી અને તા. 8 સપ્ટેમ્બરના રોજ નંદોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ.

ઉત્સવમાં આવનાર લાખો દર્શનાથીઓને ધ્યાનમાં રાખી ખૂબજ વિશાળ પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની અનુકૂળતાને ધ્યાનમાં રાખી ને મંદિર આખો દિવસ કોઈપણ જાતના વિરામ વગર દર્શન માટે ખુલ્લું રહેશે. ભગવાનના દર્શન મહામંગલા આરતી અને ભગવાન શ્રીકૃષ્ણ જન્મ ઘડી બાદ રાત્રે 1.00 વાગે બંધ થશે.

આખા દિવસ દરમ્યાન જાણીતા ભજન ગાયકો દ્રારા સુંદર ભજન ગાવવામાં આવશે. સર્વે ભક્તો આ દિવ્યમય સંગીતનો લાભ લઈ શકશે જે તેમના ઉત્સવના આનંદમાં વધારો કરશે. હિંડોળા સેવાનું આખા દિવસ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે જેને મુલાકાત લેનાર સર્વે ભક્તો ભગવાનને ઝૂલવવાનો લહાવો લઈ શકશે.

આ માટે મોટા પાયે પ્રસાદમ, પાર્કીંગ અને જનરલ સુવિધાઓની  વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ખાસ કાળજી માંગી લેતા લોકો અને ઘરડા લોકો માટે વ્હીલ ચેર અને સહજ રીતે દર્શન કરવા માટેના પ્રવેશ વિગેરેની વ્યવસ્થા કરાઈ છે.

સાંસ્કૃતિક કાર્યક્રમોની વિગત

– કૃષ્ણલીલા વિષ્યવસ્તુ કથકનૃત્ય પેશગી – “બ્રિજ શ્યામ” નું મૌલિક શાહ –સંજુક્તા સિંહા ડાન્સ કંપની દ્રારા કથકનૃત્ય પેશગી રાત્રીના 10.00 વાગ્યાથી – કૃષ્ણ ભજન – શ્રી ધામ વ્રીન્દાવન થી આવેલા ભક્તો અને વિવિધ કલાકરો દ્રારા ભજન સંગીત કાર્યક્રમ સવારના 9.00 થી મધ્યરાત્રીના 12.00 સુધી આયોજન

તા. 7 સપ્ટેમ્બર, 2023 જન્માષ્ટમીના રોજ યોજાનાર કાર્યક્રમની વિશેષતાઓ

1. હરેકૃષ્ણ મંદિર ખાતે ઉત્સવ દરમ્યાન આવનાર લાખો ભકતો અને માનવમેદની માટે બહોળા પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક લોકોને શ્રીકૃષ્ણ પ્રસાદ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ હરેકૃષ્ણ મંદિર-ભાડજ દ્રારા ફરાળી પ્રસાદની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

2. દર્શન આવનાર લોકો માટે દિવ્યમય અને શાંતિપૂર્ણ વાતાવરણ સાથે લાઈનની વ્યવસ્થા

3. દર્શનાથે આવતા લોકોની અનુકૂળતા ખાતર મંદિર પરિસરમાં શટલ સર્વિસીસની વ્યવસ્થા કરલે છે. ઘરડા અને શારિરીક રીતે નબળા લોકોને મંદિરના પ્રાંગણ થી પરિસર સુધી લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાતં દર્શનાર્થીઓને મંદિર પરિસરમાં વરસાદનું વિધ્ન ન નડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

4. મંદિર આવતા ભકતો અને જનસમુદાયની મુલાકાત યાદગર અને અનુપમ બની રહે તે માટે આશરે 500 કરતા પણ વધુ સ્વયંસેવકો બુડ-ચંપલ સ્ટેન્ડ, દર્શન માટેની લાઈન વ્યવસ્થા, પ્રસાદ કાઉન્ટર્સ વિગેરે જેવી વિવિધ પ્રકારની સેવાઓ આપી રહ્યા છીએ. શારિરીક રીતે નબળા અને ઘરડા લોકો માટે વ્હીલ ચેઅરની સુવિધા સ્વયંમસેવકો પૂરી પાડશે.

5. દર્શનાથીઓને મંદિર પરિસરમાં વરસાદ દરમ્યાન વિધ્ન ન નડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

6. હરેકૃષ્ણ મંદિર દ્રારા પ્રસાદઘરની દૂધ, વિવિધ જાતની મીઠાઈ અને પકવાન વિગેરે 151 વિશેષ પકવાન અને વાનગીઓ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરીને ભકતોમાં તેનું વિતરણ કરવામાં આવશે.

7. વિશેષ જન્માષ્ટમી અંલકાર : જન્માષ્ટમી દરમ્યાન હરેકૃષ્ણ મંદિર ખાતે શ્રી શ્રી રાધામાધવને સુંગધીદાર અને આનંદદાયક વસ્ત્રો પહેરાવાશે. ભગવાનશ્રીને સુંદર રેશ્મી વસ્ત્રોમાંથી બનાવેલ ભવ્ય પોશાક અને તેમજ ઉત્સવ માટે ખાસ વૃંદાવન થી તૈયાર કરેલ વિવિધ કિમંતી અલંકારો પહેરાવવામાં આવશે. ઉપરાંત મંદિરને ભારતના જુદા જુદા સ્થળોથી લાવેલ સુંગધીદાર અને રંગબેરંગી પુષ્પોથી સજાવવામાં આવશે. આ માટેની તૈયારી સતત 2 મહીના પહેલાથી કરવામાં આવે છે.

8. આધ્યાત્મિક મનોરંજન – દર્શનાથે આવતા ભક્તોને આધ્યાત્મિક અનુભવ અને ભગવાન શ્રીકૃષ્ણએ કરેલ લીલાઓથી માહિતગાર કરવા માટે વિવિધ એક્ટિવીટી અને ઈવેન્ટસનું આયોજન કરવામાં આવ્યું છે.

a. ભગવાન શ્રીકૃષ્ણની વૃંદાવન લીલાઓ, લિટલ ક્રિષ્ના નામનો એનિમેશન શો દર્શાવાશે.

b. જન્માષ્ટમીના દિવસે હરિનામ જપયજ્ઞમાં ભગવાન શ્રીકૃષ્ણના દિવ્યનામનું 21 લાખ વખત રટણ કરવામાં આવશે અને મુલાકાતીઓને તેમાં ભાગ લેવા તક આપવામાં આવશે જે લોકોની શાંતિ અને સુખાકારીમાં વૃદ્ધિ કરવામાં આશિષમય બની રહેશે

c. ક્રિષ્ના થીમ એકઝીબીશન – ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ વિશે એકઝીબીશન પ્રદર્શિત કરવામાં આવશે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ કરેલ વિવિધ લીલાઓ દર્શાવામાં આવશે.

d. ચિલ્ડ્રન ફન ઝોન – ઘણી બધી મનોરંજક એક્ટીવીટીસ, શ્રી કૃષ્ણ વાર્તા અને પ્રાઈઝ વિનીંગ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ છે.

e. પશ્નોત્તરી સ્પર્ધા – ભગવાની શ્રી કૃષ્ણ વિશે મુલાકાત લેનાર સર્વેની સ્મૃતિઓની ચકાસણી કરવા પશ્ર્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.

f. ક્રિષ્ના લીલામૃત- ભગવાનશ્રી એ કરેલ જુદી-જુદી લીલાઓ આધારિત એજ્યુકેટીવ મોડેલ નું પ્રદર્શન તેમજ ફીલોસોફીકલ ટોપીક જેમકે ભગવાન કોણ છે, ગીતા જણાવ્યા અનુસાર જીંદગીની સમસ્યાઓનો સામનો કરવો, શુ હું ભગવાનને જોઈ શકું, ગોલકા પ્લાનેટનું વર્ણન, વિગેરેનું પ્રદર્શન મુકવામાં આવનાર છે. ખાસ રીતે રાધાકૃષ્ણ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યું છે.

“ડ્રેસ યોર ચાઈલ્ડ એઝ ક્રિષ્ના” નામક સ્પર્ધાનું આયોજન કરાયુ છે કે જેમાં તમારા બાળકને ભગવાન શ્રીકૃષ્ણ જેવો વેશભૂષા અને શણગાર કરવાની અને સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. ઉત્સવના ભાગરૂપે સ્ટોરી ટેલીંગ સ્પર્ધાનું પણ આયોજન કરેલ છે. ઉપરાંત મંદિરના સ્વયંસેવક દ્રારા કલરથી ટેટુ બનાવવાનું આયોજન કરાયુ છે. ભગવાનની લીલા દર્શાવતુ કઠપૂતળીના ખેલનું આયોજર કરેલ છે. “વન મિનિટ” નામક ઈવેન્ટનું આયોજન કરલે છે.

9. કૃષ્ણલીલાનું પ્રદર્શન તેમજ ભગવાન શ્રીકૃષ્ણ માટે હિંડોળા (ઝૂલન) સેવાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

10. સ્વર્ણ રથ જન્માષ્ટમી ઉતસ્વ દરમ્યાન ભગવાનશ્રી શ્રી રાધામાધવને વિશિષ્ટરીતે બનાવટ કરેલ સ્વર્ણરથમાં સાંજે 7.00 વાગે સવારી કરાવવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં રથની પૂજા કરી સાથોસાથ વૈદિકગ્રંથોના વૈદીક મંત્રોનું ગાન અને ભગવાનશ્રી ની મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ ભક્તો દ્રારા રથના દોરડા ખેંચીને ભગવાન શ્રી શ્રી રાધા માધવને મંદિર પરિસરની ફરતે સવારી કરાવવામાં આવશે. આજ રીતે સમીસાંજે પણ ભગવાનશ્રી ની પ્રતિમાને સ્વર્ણરથમાં સવારી કરાવવામાં આવશે. રથના સંપૂર્ણ રૂટ દરમ્યાન ભક્તો દ્રારા હરિનામ સંકિર્તન કરવામાં આવશે.

11. મહાઅભિષેક : આશરે પાંચ હજાર વર્ષ પહેલા, જયારે ભગવાન શ્રી કૃષ્ણનું અવરતરણ થયું, ત્યારે મહારાજા નંદ અને માતા યશોદા બાલકૃષ્ણને પવિત્ર વસ્તુઓ જેવી કે દૂધ, ઘી, મધ વગેરે અને વિવિધ અન્ય વસ્તુઓ જેમ કે પંચગવ્ય, ઔષધિયો, ફળોના રસ અને પુષ્પો થી અભિષેક કરવામાં આવશે. તેમજ સાત પવિત્ર નદીઓના જળવાળા 108 કળશથી ભગવાનનો અભિષેક સવારના 9.30 વાગે તેમજ સાંજના 9.00 વાગે કરવામાં આવશે.

12. જન્માષ્ટમી મહોત્સવમાં મધ્યરાત્રિના 12 વાગ્યે સંકિર્તન સાથે ભગવાનશ્રીની ભવ્ય મહા આરતી કરવામાં આવશે.

13. તા. 8 સપ્ટેમ્બર, 2023ના રોજ નંદોત્સવ અને વ્યાસપૂજાનું ઉજવણી કરવામાં આવનાર છે. વૈષ્ણવ ગુરૂના જન્મને વ્યાસપૂજા તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય શ્રીલા પ્રભુપાદનો જન્મ નંદોત્સવના દિવસે થયો હોવાથી આ ઉત્સવને વ્યાસપૂજા મહોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે.

કાર્યક્રમની વિગત

તારીખ અને વાર – ગુરુવાર તા. 7 સપ્ટેમ્બર, 2023 તથા શુક્રવાર 8 સપ્ટેમ્બર, 2023 સ્થળ – હરેકૃષ્ણ મંદિર, અમદાવાદ ડેન્ટલ કોલેજની સામે, સાયન્સસીટી પાસે, ભાડજ ગામ, અમદાવાદ. દર્શનનો સમય – 7 સપ્ટેમ્બરના રોજ સવારે 8.00 થી રાત્રીના 12.00 સુધી અને 8 સપ્ટેમ્બરના રોજ સવારે 8.00 થી રાત્રીના 9.00 સુધી

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">