ભગવાન ભોળાનાથે શા માટે પોતાના ગળામાં સાપ ધારણ કર્યો છે ? જાણો તેની કથા !

|

Aug 27, 2021 | 1:41 PM

ભોળાનાથનું સ્વરૂપ અન્ય દેવોથી ઘણું અલગ જોવા મળે છે. તેના ગળામાં સર્પ છે, જટામાં ગંગા છે, માથા પર ચંદ્ર અને હાથમાં ત્રિશૂળ તથા ડમરુ ધારણ કરેલું છે જે આ વાતનું પ્રતીક છે. પરંતુ શું તમે જાણો છો કે આ બધી જ વસ્તુઓ ધારણ કરવા પાછળ જુદી જુદી કથા છે.

ભગવાન ભોળાનાથે શા માટે પોતાના ગળામાં સાપ ધારણ કર્યો છે ? જાણો તેની કથા !
Lord Shiva

Follow us on

શિવ ભક્તો માટે શ્રાવન મહિનો ખૂબ જ પવિત્ર છે. ભોલેનાથ પોતાના ભક્તોથી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. ભોલેનાથના માથા પર ચંદ્ર છે અને ગળામાં સાપ વીંટળાયેલો છે. પરંતુ શું તમે જાણો છો તેના પાછળનું કારણ ? હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.

શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનાને મનોકામના પૂરી કરનાર માસ કહેવાય છે. આ મહિનામાં પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી શ્રાવન માસ દરમિયાન પૃથ્વી પર રહે છે અને ભક્તોની ઈચ્છા પૂર્તિ કરે છે. ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ રાખે છે. આ સિવાય સોમવારના દિવસે વિશેષ પૂજા-પાઠ કરે છે.

ભોળાનાથનું સ્વરૂપ અન્ય દેવોથી ઘણું અલગ જોવા મળે છે. તેના ગળામાં સર્પ છે, જટામાં ગંગા છે, માથા પર ચંદ્ર અને હાથમાં ત્રિશૂળ તથા ડમરુ ધારણ કરેલું છે જે આ વાતનું પ્રતીક છે. પરંતુ શું તમે જાણો છો કે આ બધી જ વસ્તુઓ ધારણ કરવા પાછળ જુદી જુદી કથા છે. ભોળાનાથ માત્ર મનુષ્ય પર જ નહી પરંતુ અન્ય જીવો પર પણ પોતાની કૃપા જાળવી રાખે છે. કહેવાય છે કે નાગ-નાગિન ભોલેનાથને પોતાના ઈષ્ટદેવ ભગવાન માને છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

પૌરાણિક કથા અનુસાર નાગરાજ વાસુકી ભગવાન શિવના અનન્ય ભક્ત હતા. તે હંમેશા શિવ પૂજા કરવામાં લીન રહેતા હતા. નાગરાજ વાસુકીએ સમુદ્ર મંથનના સમય દરમિયાન દોરડા તરીકેનું કામ કર્યું હતું. નાગરાજની ભક્તિ જોઈને ભોળાનાથ પ્રસન્ન થયા અને તેમણે વાસુકીને તેના ગળામાં રહેવા માટે વરદાન આપ્યું. ત્યારબાદ નાગરાજ વાસુકી અમર થઈ ગયા.

નાગ પંચમીનો તહેવાર શ્રાવન મહિનામાં ઉજવાય છે. આ દિવસે મંદિરોમાં સર્પની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ સિવાય કુંડળીમાંથી કાલ સર્પ દોષને દૂર કરવા માટે પણ ખાસ ઉપાય કરવામાં આવે છે.

 

આ પણ વાંચો : Nag panchami: શું તમને ખબર છે કે નાગપંચમીની ઊજવણીની શરૂઆત કેવી રીતે થઈ ? જાણો, નાગ પ્રજાતિના ઉદ્ધારની કથા

આ પણ વાંચો : Janmashtami 2021 : શુભ સંયોગ સાથે જન્માષ્ટમી ! ખુશીઓથી ભરાશે ખાલી ઝોળી !

Next Article