Navratri 2021: શારદીય નવરાત્રીનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનના શુભ મુહૂર્ત અને સંપૂર્ણ વિધિ

TV9 GUJARATI

|

Updated on: Oct 06, 2021 | 3:20 PM

આસો માસની નવરાત્રી એ શરદ ઋતુમાં આવતી હોઈ તે શારદીય નવરાત્રી તરીકે પણ ઓળખાય છે. ચારેય નવરાત્રીમાં આ નવરાત્રીની એક આગવી જ મહત્તા છે. એટલે જ તેને મહા નવરાત્રી પણ કહે છે. જેમાં ઘટસ્થાપનની વિધિની વિશેષ મહત્તા છે.

Navratri 2021: શારદીય નવરાત્રીનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનના શુભ મુહૂર્ત અને સંપૂર્ણ વિધિ
ઘટસ્થાપનથી જ થશે કલ્યાણની પ્રાપ્તિ !

સમગ્ર વર્ષ દરમિયાન આમ તો કુલ ચાર નવરાત્રી (Navratri) આવતી હોય છે. જેમાં બે સાધનાની નવરાત્રી અને બે ગુપ્ત નવરાત્રી હોય છે. આસો માસ અને ચૈત્ર માસની નવરાત્રી એ સાધનાની નવરાત્રી છે. સંસારીઓ અને સાધકો બંન્ને આ નવરાત્રીમાં માની આરાધના કરે છે. જ્યારે ગુપ્ત નવરાત્રીની સાધના મોટાભાગે સંસારીઓ નથી કરતા. આસો માસની નવરાત્રી એ શરદ ઋતુમાં આવતી હોઈ તે શારદીય નવરાત્રી તરીકે પણ ઓળખાય છે. ચારેય નવરાત્રીમાં આ નવરાત્રીની એક આગવી જ મહત્તા છે. એટલે જ તેને મહા નવરાત્રી પણ કહે છે.

આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ 7 ઓક્ટોબર, 2021ને ગુરુવારના રોજથી થઈ રહ્યો છે. માન્યતા અનુસાર દેવી આ વર્ષે પાલખીમાં સવાર થઈને આવી રહ્યા છે. જે ભક્તો પર વિશેષ કૃપાની વૃષ્ટિ કરશે. આ વખતે બે તિથિ એક જ દિવસે હોઈ નવરાત્રી નવને બદલે આઠ દિવસની રહેશે. 9 ઓક્ટોબર, 2021ના રોજ ત્રીજા અને ચોથા નોરતાની પૂજા કરવાની રહેશે. આ સિવાયની તિથિઓ નીચે મુજબ રહેશે.

મહત્વની તિથિઓ 12/10/2021 – સાતમું નોરતું 13/10/2021 – આઠમું નોરતું (આઠમના ઉપવાસ, નૈવેદ્ય, હવન આ દિવસે કરવા) 14/10/2021 – નવમું નોરતું (નવરાત્રીની સમાપ્તિ થશે) 15/10/2021 – દશેરા

ઘટસ્થાપન મહિમા ઉલ્લેખનિય છે કે આ વખતે એકમ તિથિ પર ચિત્રા નક્ષત્ર અને વૈધુતી યોગ છે. તેમજ એકમ તિથિ બપોરે 13:47 સુધી જ છે. માટે જો સવારના સમયે ઘટસ્થાપન કરી શકાય તો તે વિશેષ ફળદાયી બની રહેશે.

ઘટસ્થાપનના શુભ મુહૂર્ત સવારે 06:34 થી 08:03 સુધી બપોરે 12:25 થી 12:55 સુધી

અભિજીત મુહૂર્ત સવારે 11:46 થી બપોરે 12:32 સુધી

ઘટસ્થાપનાની વિધિ 1.શુભ મુહૂર્તમાં માટીના વાસણમાં સપ્ત ધાન્ય મૂકો. 2.એક કળશમાં જળ ભરીને તેના ઉપરના ભાગ પર નાડાછડી બાંધો. 3.કળશને સપ્ત ધાન્યવાળા માટીના પાત્ર પર મૂકી દો. 4.કળશ પર આસોપાલવના પાન મૂકો. 5.એક નારિયેળને લાલ વસ્ત્રમાં લપેટી નાડાછડી વડે બાંધી દો. 6.નાડાછડી વડે બંધાયેલું નારિયેળ કળશના પાન પર સ્થાપિત કરો. 7.કળશની શાસ્ત્રોક્ત પૂજા કરી આદ્યશક્તિનું આવાહન કરો. 8.નવરાત્રીના તમામ દિવસો દરમિયાન આસ્થા સાથે કળશની પૂજા કરો 9.તામસિક ભોજન અને ખરાબ આદતોથી દૂર રહો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ નવરાત્રીમાં દેવીના આવાહન પૂર્વે શું કરશો ખાસ તૈયારી? જાણો નવરાત્રીની પૂજન સામગ્રીનું મહત્વ આ પણ વાંચોઃ પુષ્પથી પ્રસન્ન થશે આદ્યશક્તિ ! જાણો દેવીના કયા રૂપને કયુ પુષ્પ કરશો અર્પણ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati