Ganeshji : ગણેશજીના 12 નામનું સ્મરણ દૂર કરશે જીવનના તમામ વિધ્નો

દેવોમાં પ્રથમ પૂજનીય ગણેશજી, મંગળકર્તા દેવ છે. આ એવાં દેવ છે કે જેમને રીઝવવા માટે શુદ્ધ ભાવથી વિશેષ બીજી કોઈ જ વસ્તુની જરૂર નથી પડતી. અને જો આ જ શુદ્ધ ભાવ સાથે આપ નીત્ય તેમના 12 નામનું સ્મરણ કરી લો તો જીવનમાંથી તમામ વિઘ્નો દૂર થઈ જવાની માન્યતા છે

Ganeshji : ગણેશજીના 12 નામનું સ્મરણ  દૂર કરશે જીવનના તમામ વિધ્નો
Lord Ganesh (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 19, 2022 | 6:37 AM

જીવનમાં કોઈ વિઘ્ન આવે કે પછી શુભકાર્યની શરૂઆત કરવાની હોય શ્રદ્ધાળુઓ સર્વપ્રથમ તો કરતાં હોય છે વિઘ્નહર ગણેશજી (LORD GANESH)નું સ્મરણ. કોઈપણ મોટી પૂજા કે પછી શ્રેષ્ઠ સંકલ્પ પણ શ્રીગણેશના સ્મરણ વિના તો અપૂર્ણ જ મનાય છે. અને એટલે જ આવી અપૂર્ણતાને પૂર્ણ કરવા ભક્તો આસ્થા સાથે ગજાનનની પૂજા કરતાં હોય છે અને એ કરવા માત્રથી તેમની તમામ મનશાઓની પૂર્તિ થાય છે.

દેવોમાં પ્રથમ પૂજનીય દેવ છે ગણેશજી. ભગવાન ગણેશ મંગળકર્તા દેવ છે. આ એવાં દેવ છે કે જેમને રીઝવવા માટે શુદ્ધ ભાવથી વિશેષ બીજી કોઈ જ વસ્તુની જરૂર નથી પડતી. અને જો આ જ શુદ્ધ ભાવ સાથે આપ નીત્ય તેમના 12 નામનું સ્મરણ કરો છો તો તમારા જીવનમાંથી તમામ વિઘ્નો દૂર થઈ જાય છે. ક્યારેય આપના જીવનમાં કોઇ વિધ્ન આવતા નથી. તો ચાલો જાણીએ કે  કયા છે ગણેશજીના આ બાર નામ ? અને શું છે શ્રીગણેશ સંકટનાશન સ્તોત્રના પઠનનો મહિમા.  આજે તેના વિશે માહિતી મેળવીએ. વ્યક્તિના જીવનની તમામ ગૂંચવણનો ઉકેલ છે શ્રીગણેશ સંકટનાશન સ્તોત્રમાં. ભગવાન ગણેશના આ 12 નામોના પાઠને સંકટનાશક સ્તોત્રના નામથી પણ ઓળખવામાં આવે છે.આ મંત્ર સ્તોત્રનું પઠન કરતાં પહેલા ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરો. તેમનું વિધિ વિધાનથી આહ્વાહન કરો પછી જ આ 12 નામોનો જાપ કરવાનું શરૂ કરો.

માન્યતા અનુસાર ભગવાન ગણેશના શુભદાયી 12 નામોનું નિત્ય સ્મરણ કરનાર વ્યક્તિના જીવનમાં કોઇપણ પ્રકારના સંકટો આવતા નથી. વિદ્યા, વિવાહ, યાત્રા, નોકરી, ધંધો કે કોઇપણ પ્રકારના કાર્યના શુભારંભમાં ગણેશજીના 12 નામોનું સ્મરણ કરી લેશો તો તમારા જીવનની તમામ અડચણો દૂર થઇ જશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભગવાન ગણેશના 12 નામો

સુમુખ – સુંદર મુખવાળા

એકદંત – એક દાંતવાળા

કપિલ – સૂરજ જેવા પીળા રંગના

ગજકર્ણ – હાથી જેવા કાન ધરાવનાર

લંબોદર – મોટા ઉદરવાળા

વિકટ – વિશાળ અને કદાવર

વિનાયક – દેવોના દેવ

ધૂમ્રવર્ણ – ધૂપ જેવા રંગવાળા

ગણાધ્યક્ષ – બધા ગુણોના અધ્યક્ષ

ભાલચંદ્ર – ચંદ્રને મસ્તક પર ધારણ કરનાર

ગજાનન – હાથી સમાન મુખવાળા

વિધ્નેશ્વર – વિધ્નોને દૂર કરનાર

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : જાણી લો ધૂપના આ ફાયદા, આજ પછી તમે ધૂપ પ્રગટાવવાનું ક્યારેય નહીં ભૂલો આ પણ વાંચો : શા માટે મુખ્ય દ્વાર પર કરવામાં આવે છે સિંદૂરનું તિલક ? જાણો, સિંદૂરનું ધાર્મિક મહત્વ

g clip-path="url(#clip0_868_265)">