Bhakti: 7 દ્રવ્ય અને 7 મંત્રથી પ્રાપ્ત કરો મહાદેવની કૃપા, પૂર્ણ થશે સઘળી મનોકામના
ભગવાન આશુતોષ પર તો વિવિધ દ્રવ્યોના અભિષેકનો પણ વિશેષ મહિમા છે. એટલે કે વ્યક્તિની જે મનોકામના હોય, તે અનુસાર દ્રવ્યથી તે મંત્રોચ્ચાર સાથે શિવલિંગ પર અભિષેક કરે તો તેને ઝડપથી મહેશ્વરની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.
મહાદેવ (MAHADEV) એટલે તો ભોળાનાથ. એવાં નાથ કે જે ઝટ રીઝી જાય છે અને એટલી જ ઝડપથી ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરાવે છે. આમ, તો મહાદેવને આસ્થાથી જળ અર્પણ કરવા માત્રથી તે પ્રસન્ન થઈ જાય છે. પણ, કહે છે કે ભગવાન આશુતોષ પર તો વિવિધ દ્રવ્યોના અભિષેકનો પણ વિશેષ મહિમા છે. એટલે કે વ્યક્તિની જે મનોકામના હોય, તે અનુસાર દ્રવ્યથી તે શિવલિંગ પર અભિષેક કરે તો તેને ઝડપથી મહેશ્વરની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.
કોઈને સંતાન સંબંધી પ્રશ્નો સતાવતા હોય, કે કોઈ વ્યવસાયિક પરેશાનીઓમાંથી પસાર થઈ રહ્યું હોય, ત્યારે તે અનુસાર દ્રવ્ય લઈ શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. સાથે જ તે માટેના મહાદેવના ચોક્કસ મંત્રનો પણ જાપ કરવો જોઈએ. લૌકિક માન્યતા અનુસાર તેનાથી ખૂબ જ ઝડપથી ફળની પ્રાપ્તિ થશે. ત્યારે આવો જાણીએ, મહાદેવના એવાં 7 મંત્ર અને અભિષેક માટેના 7 દ્રવ્ય, કે જે ભક્તના જીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિને હરી લેશે.
વિદ્યા પ્રાપ્તિ માટે શિવજી પર દૂધનો અભિષેક કરવો “ૐ નમઃ શિવાય ।।” મંત્રનો જાપ કરવો
સંતાન પ્રાપ્તિ માટે મહાદેવને બીલીના ફળના રસનો અભિષેક કરવો “ૐ કારાય નમઃ ।।” મંત્રનો જાપ કરવો
વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ મેળવવા આશુતોષ પર સરસવના તેલનો અભિષેક કરવો “ૐ કરાલાય નમઃ ।।” મંત્રનો જાપ કરવો
સમૃદ્ધિની પ્રાપ્તિ માટે શેરડીના રસનો અભિષેક કરવો “ૐ શમભવાય નમઃ ।।” મંત્રનો જાપ કરવો ફળદાયી બનશે
રોગમુક્તિ માટે મહાદેવ પર ધતુરાના પુષ્પનો અથવા ઘીનો અભિષેક કરવો “ૐ અઘોરાય નમઃ ।।” મંત્રનો જાપ કરવો
મુશ્કેલીઓથી મુક્તિ માટે તલ મિશ્રિત જળનો અભિષેક કરવો “ૐ મ્રુડાય નમઃ ।।” મંત્રનો જાપ કરવો
ભક્તિમાર્ગમાં આગળ વધવા શિવજી પર માત્ર શુદ્ધ જળનો અભિષેક કરવો શિવગાયત્રી મંત્રનો જાપ કરવો “ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત્ ।।”
મહાદેવના આ 7 મંત્ર અને 7 અભિષેક ભક્તના જીવનના તમામ સંકટોનું શમન કરશે સાથે જ તેને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરાવશે.
આ પણ વાંચો ઉત્તરાખંડના આ કટારમલ સૂર્યમંદિરનો કોણાર્ક સમાન છે મહિમા !