Bhakti: આ ઉપાયોથી પ્રાપ્ત કરો ગણેશજીની કૃપા, ક્યારેય કોઈ સમસ્યા નહીં કરે પરેશાન !

ભગવાન શ્રીરામે રાવણ પર વિજય મેળવવા માટે શમીની પૂજા કરી હતી. શમી ગણેશજીને અત્યંત પ્રિય છે. શમીના કેટલાક પાન નિયમિત રીતે ગણેશજીને અર્પણ કરવાથી ઘરમાં ધન અને સુખની વૃદ્ધિ થાય છે.

Bhakti: આ ઉપાયોથી પ્રાપ્ત કરો ગણેશજીની કૃપા, ક્યારેય કોઈ સમસ્યા નહીં કરે પરેશાન !
ગણેશ પૂજા
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 23, 2021 | 8:10 AM

જીવનમાં ગણેશજીની (ganesh) કૃપા રહે તો જીવનમાં બધુ જ મંગળ જ મંગળ રહે છે. ગણેશજી અમંગળને અને વિઘ્નોને હરનારા મનાય છે. કહે છે કે જેની પર ગણેશજીની કૃપા થાય છે, તેના જીવનમાં આવનારી બધી જ સમસ્યાઓ દૂર થઇ જાય છે. અને એમાં પણ સંકષ્ટી કે અંગારકી સંકષ્ટીનો અવસર તો શ્રીગણેશની સવિશેષ કૃપાને પ્રાપ્ત કરાવનારો મનાય છે. ત્યારે આવો, આજે જાણીએ તેમની પ્રસન્નતાને પ્રાપ્ત કરવાના 11 ઉપાય. કે જે તમને કરાવશે શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ.

1. સામાન્ય પૂજાનું અસામાન્ય ફળ સવારે સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. પછી એક સ્વચ્છ આસન પર બિરાજમાન થઇ ગણેશજીની પૂજા કરો. પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવો. પૂજા દરમિયાન ગણેશજીને ધૂપ, દીપ અર્પણ કરો. ત્યારબાદ ફળ, ફૂલ, ચોખા, નાડાછડી અર્પણ કરો. આ દિવસે પ્રભુને તલમાંથી બનેલી વસ્તુઓ કે તલ તથા ગોળથી બનેલ લાડુનો ભોગ લગાવો. આ દિવસે વ્રત રાખનાર વ્યક્તિએ લાલ વસ્ત્ર ધારણ કરવા જોઇએ. એવું કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

2. મોદક અને લાડુ ભગવાન ગણપતિને ગળપણ ખૂબ જ પસંદ છે. ગજાનન ખાવાના ખૂબ શોખીન છે. તેમને વિવિધ પ્રકારની મીઠાઈઓ પસંદ છે. તેમને મોદક, બેસનના લાડુ, મોતીચુરના લાડુ, ગોળ-નારિયેળની બનેલી વસ્તુઓનો પ્રસાદ અને ભોગ લગાવવામાં આવે છે.ગણેશજીને મોદક ખૂબ જ પસંદ હોવાથી મોદકનો પ્રસાદ અવશ્ય ચઢાવવો જોઇએ. મોદક ચોખાનો લોટ, ગોળ, અને નારિયેળથી બનાવવામાં આવે છે. મંગળવારે તો ખાસ ગણપતિજીને મોદક કે લાડુ ચઢાવવાની માન્યતા છે. કહે છે કે આ ભોગ અર્પણ કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સમૃદ્ધિ વધે છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

3. મંત્રનો જાપ જો તમે કોઇ કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવ, છતા તમને તે કાર્યમાં સફળતા ન મળતી હોય તો મંગળવારના રોજ કે સંકષ્ટીના અવસરે નીચે જણાવેલ મંત્રનો વિધિ પૂર્વક જાપ કરો. માન્યતા અનુસાર તેનાથી તમને દરેક પ્રકારના કષ્ટોથી મુક્તિ મળશે. ત્રયીમયાયાખિલબુદ્ધિદાત્રે બુદ્ધિપ્રદીપાય સુરાધિપાય । નિત્યાય સત્યાય ચ નિત્યબુદ્ધિ નિત્યં નિરીહાય નમોસ્તુ નિત્યમ ।।

4. દુર્વા ગણેશજીને પ્રસન્ન કરવાનો આ સૌથી સરળ પ્રયોગ છે દરરોજ સવારે સ્નાન પૂજા કરી ગણેશજીને 5 દૂર્વા અર્પણ કરો. દૂર્વા ગણેશજીના મસ્તક પર રાખવી જોઇએ. ચરણોમાં દૂર્વા ક્યારેય અર્પણ ન કરવી. દૂર્વા અર્પિત કરતી વખતે બોલવાનો મંત્ર “ઇદં દૂર્વાદલં ૐ ગં ગણપતયે નમઃ ।”

5. ગણપતિ મંત્રનો 108 વાર જાપ ગણપતિની પૂજા કરતી વખતે પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને બેસવું. ભગવાન ગણેશની પૂજા કર્યા પછી તે જ સમયે ગણેશજીનો મંત્ર “ૐ શ્રીગણેશાય નમઃ । મંત્રનો 108 વાર જાપ કરવો. સાંજે કથા સાંભળ્યા પછી ગણેશજીની આરતી ઉતારવી. ચંદ્રમા ઉદય થાય પછી તેમની પંચોપચાર પૂજા કરો. આ પ્રકારે વિધિવત ભગવાન શ્રીગણેશજીનું પૂજન કરવાથી માનસિક શાંતિ મળવાની સાથે તમારા ઘર પરિવારમાં સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. 6. ગણપતિને પસંદ છે શમીના પાન ! શાસ્ત્રો અનુસાર શમી એકમાત્ર એવું પાન છે જેની પૂજાથી ગણેશજી અને શનિદેવ બંને પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામે રાવણ પર વિજય મેળવવા માટે શમીની પૂજા કરી હતી. શમી ગણેશજીને અત્યંત પ્રિય છે. શમીના કેટલાક પાન નિયમિત રીતે ગણેશજીને અર્પણ કરવાથી ઘરમાં ધન અને સુખની વૃદ્ધિ થાય છે.

7. શુદ્ધ ઘી અને ગોળનો ભોગ જો તમે ધનની ઇચ્છા રાખતા હોવ તો મંગળવાર કે સંકષ્ટીના અવસરે ભગવાન ગણેશને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવવો. પછી આ ઘી અને ગોળ ગાયને ખવડાવી દેવા. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

8. સંકષ્ટીની વિશેષ પૂજા સવારે સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી ગણેશ મંદિરમાં જઇને ગણેશજીના દર્શન કરી તેમને ગોળના 21 ટુકડાંની સાથે દૂર્વા અર્પણ કરવા. આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. સમગ્ર દિવસ વ્રત રાખી સાંજના સમયે ઘરમાં જ ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવા જોઇએ. ત્યારબાદ ગણેશજીને તલથી બનેલા લાડુનો ભોગ લગાવવો જોઇએ. આ પ્રસાદ ગ્રહણ કરીને જ તમારું વ્રત ખોલવું અને ભગવાન ગણેશને મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરવી.

9. હાથીને ઘાસચારો આપો જો તમારા જીવનમાં ખૂબ જ પરેશાનીઓ હોય તો તમારે સંકષ્ટીના દિવસે હાથીને લીલો ઘાસચારો નિરવો જોઇએ અને ગણેશજીના મંદિર જઇને ભગવાન ગણેશ સમક્ષ તમારી સમસ્યાઓના સમાધાન માટે પ્રાર્થના કરવી જોઇએ. તેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ થોડા જ દિવસોમાં દૂર થઇ શકે છે.

10. ગણપતિ દર્શન સંકષ્ટીએ ગણેશ મંદિરમાં જઇને ભગવાનના દર્શન કરવા. ત્યારબાદ જરૂરિયાતમંદને દાન કરવું. દાનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રીગણેશ તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે.

11. ગણેશ યંત્ર ગણેશ યંત્ર બહુ જ ચમત્કારી યંત્ર છે. સંકષ્ટીએ ઘરમાં ગણેશ યંત્રની સ્થાપના કરો. સંકષ્ટીએ ગણેશ યંત્રની સ્થાપના અને પૂજન કરવાથી બહુ લાભ થાય છે. આ યંત્ર ઘરમાં રાખવાથી કોઇપણ પ્રકારની નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશી નથી શકતી.

મંગળવારના રોજ શ્રીગણેશની પૂજાનો સવિશેષ મહિમા છે. ત્યારે મંગળવાર, સંકષ્ટી, અંગારકી ચતુર્થી તેમજ ગણેશ ચતુર્થી જેવાં અવસરો પર તમે આ રીતે ગણેશ પૂજા કરીને વિઘ્નહર્તાની સવિશેષ કૃપાને પ્રાપ્ત કરી શકો છો.

આ પણ વાંચો : વિવિધ દેવીદેવતાને નૈવેદ્યમાં શું કરવું જોઈએ અર્પણ ? જાણો દેવીદેવતાઓનો અત્યંત પ્રિય પ્રસાદ

આ પણ વાંચો : પગરખાંથી જોડાયેલુ છે તમારું ભાગ્ય, જાણો પગરખાંથી જોડાયેલા જ્યોતિષ ઉપાય

ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
g clip-path="url(#clip0_868_265)">