AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ કથા : કોણ હતા ભગવાન રામના બહેન ? શા માટે નથી થતો ઉલ્લેખ, જાણો રોચક કથા

Ramayana Story:તમે રાજા દશરથની ત્રણ રાણીઓ, ભગવાન રામ, લક્ષ્મણ ભરત શત્રુઘ્ન સહિત રામાયણના લગભગ દરેક પાત્રોથી પરિચિત હશો. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શ્રી રામની એક મોટા બહેન પણ હતા. જેમનું નામ શાંતા હતું.

રામ કથા : કોણ હતા ભગવાન રામના બહેન ? શા માટે નથી થતો ઉલ્લેખ, જાણો રોચક કથા
Ram Katha
| Updated on: Jan 15, 2024 | 12:01 PM
Share

હિંદુ ધર્મમાં, વેદ, પુરાણ, શાસ્ત્રો અને અન્ય ધાર્મિક પુસ્તકોમાં હિંદુ ધર્મની સંસ્કૃતિ અને વારસાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વેદ અને પુરાણોમાં જીવન જીવવાની રીત સહિત ધર્મ અને અધર્મને લગતા ઉપદેશો આપવામાં આવ્યા છે. ચાર વેદ સહિત રામાયણ અને મહાભારત જેવા ધાર્મિક ગ્રંથોમાં ઘણી પૌરાણિક કથાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રી રામ, લક્ષ્મણ, માતા સીતા અને હનુમાનજી સહિત રામાયણમાં વર્ણવેલ તમામ પાત્રોથી દરેક વ્યક્તિ સારી રીતે વાકેફ છે, પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શ્રી રામની એક બહેન પણ હતા. તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. ચાલો જાણી કોણ હતા ભગવાન રામના બહેન.

રામના બહેનનું નામ શાંતા હતું

રાજા દશરથ અને રાણી કૌશલ્યાનું પ્રથમ સંતાન એક પુત્રી હતા. જેનું નામ શાંતા હતું. શાંતા ભગવાન શ્રી રામના મોટા બહેન હતા. પુરાણો અનુસાર શાંતા દરેક કાર્યમાં કુશળ હતા અને બુદ્ધિશાળી હોવા ઉપરાંત અનેક કાર્યોમાં નિપુણ હતી.

પૌરાણિક કથાઓ અનુસાર, એકવાર રાણી કૌશલ્યાની બહેન વર્ષિણી તેના પતિ રોમપદ સાથે અયોધ્યા આવી હતી. તે સમયે રાણી કૌશલ્યાની બહેન નિઃસંતાન હતી. બાળકોના સુખથી વંચિત રહેવાથી રાજા રોમપદ અને વર્ષિણી ખૂબ જ દુઃખી હતા. ત્યારે રાજા દશરથે તેમને દુઃખી અને ઉદાસ જોયા અને તેમની પુત્રી શાંતાને દત્તક આપી દિધા. રાજા રોમપદ અને વર્ષિણી શાંતા સાથે અંગદેશ પરત ફર્યા. આ પછી શાંતા અંગ દેશની રાજકુમારી બની.

શ્રૃંગ ઋષિ સાથે લગ્ન કર્યા

ભગવાન શ્રી રામની મોટા બહેન શાંતાના લગ્ન ઋષિ શ્રૃંગ સાથે થયા હતા. ઋષિ શૃંગ અને શાંતાના લગ્ન વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. શાંતાના પતિ ઋષિ શૃંગે રાજા દશરથના ઘરે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. જેના પરિણામે રાજા દશરથના ચાર પુત્રોનો જન્મ થયો. એવું માનવામાં આવે છે કે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ઋષિ શૃંગનું મંદિર છે જ્યાં ઋષિ શૃંગ અને રામની બહેન શાંતાની પૂજા કરવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">