Pitru paksha 2021: કુશા અને કાળા તલનો કેમ થાય છે શ્રાદ્ધમાં ઉપયોગ ? જાણો શ્રાદ્ધ સામગ્રીનું મહત્વ

શ્રાદ્ધમાં વપરાતી સામગ્રી પ્રકૃતિ સાથે તાલમેલ બનાવવાની પણ આપણને શીખ આપે છે. શ્રાદ્ધ સ્થાન પર તમસ ગુણોનો પ્રભાવ ઘટાડે છે કુશા ! શ્રાદ્ધ પર પિતૃઓને અર્પણ કરવામાં આવતી ચોખાની ખીર એ ચેતનાનું પ્રતિક માનવામાં આવે છે.

Pitru paksha 2021: કુશા અને કાળા તલનો કેમ થાય છે શ્રાદ્ધમાં ઉપયોગ ? જાણો શ્રાદ્ધ સામગ્રીનું મહત્વ
શ્રાદ્ધમાં વપરાતી સામગ્રી પ્રકૃતિ સાથે તાલમેલ બનાવવાની પણ આપણને શીખ આપે છે
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Sep 24, 2021 | 9:27 AM

પિતૃ પક્ષ( Pitru paksh) એટલે પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરવાનો અવસર. આપણી સંસકૃતિમાં શ્રાદ્ધ કર્મનું ખાસ મહત્વ છે. તર્પણ વિધિ અને પીંડદાન એ તો શ્રાદ્ધ પક્ષમાં વિશેષ મહત્વ ધરાવે છે. અલબત્, શ્રાદ્ધની સંપૂર્ણ રીતમાં શ્રાદ્ધની સામગ્રીનું ખાસ મહત્વ છે. એવું કહેવાય છે કે કુશા, કાળા તલ, ચોખા અને જવ આ ચાર સામગ્રી વગર તો શ્રાદ્ધ જ અધુરૂ ગણાય છે. એવું કહેવાય છે શ્રાદ્ધમાં વપરાતી આ સામગ્રી પ્રકૃતિ સાથે તાલમેલ બનાવવાની પણ આપણને શીખ આપે છે. ત્યારે આવો આજે અમે આપને જણાવીએ કે આ તમામ દ્રવ્યોનું કેમ વિશેષ મહત્વ છે. આજે એ પણ જાણીશું કે શ્રાદ્ધની પ્રક્રિયામાં વપરાતી આ ત્રણેય સામગ્રી આપણને શું સૂચવે છે. કાળા તલ ભગવાન વિષ્ણુના પરસેવામાંથી તલની ઉત્પતિ થઈ હોવાની માન્યતા છે. એટલે જ શ્રાદ્ધમાં તેનો ઉપયોગ થતો હોવાની માન્યતા છે. કાળા તલને પિતૃઓની તૃપ્તિનું સાધન માનવામાં આવે છે. કહે છે કે તલના ઉપયોગથી પીંડદાન કરવામાં આવે તો પૂર્વજોને મુક્તિની પ્રાપ્તિ થાય છે. તમને ખ્યાલ હશે કે શ્રાદ્ધ સ્થળ પર તલનો છંટકાવ કરવામાં આવે છે. તેની પાછળ માન્યતા એવી છે કે જે પૂર્વજોનું આહ્વાન કરવામાં આવ્યું છે તે નિશ્ચિત સ્થળ પર પિતૃઓ પધારે છે. કુશા શ્રાદ્ધ કર્મ માટે વપરાતી કુશા એ શ્રાદ્ધ માટચે વપરાતી મુખ્ય સામગ્રીમાંથી એક છે. એવું કહેવાય છે કે કુશા એ પિતૃઓ સાથે વ્યક્તિનો સીધો સંપર્ક કરાવે છે. માન્યતા તો એવી પણ છે કે, કુશા એટલે વિષ્ણુના વરાહ અવતારનો રોમ અંકુર ! કહે છે કે કુશામાંથી તેજોમય તરંગો પ્રસરે છે એટલે કુશાને પ્રકાશનું પ્રતિક પણ માનવામાં આવે છે. જે સ્થાન પર શ્રાદ્ધની પ્રક્રિયા થાય છે તે સ્થાન પર રજસ અને તમસ ગુણોનો પ્રભાવ પણ કુશા ઘટાડે છે અર્થાત નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો કરે છે. જવ જવ તમો ગુણ વૈભવનું પ્રતિક છે. એવું કહેવાય છે કે જે મૃતકોને જીવનપર્યંત વૈભવ કે સુખની પ્રાપ્તિ નથી થઈ એવા પૂર્વજોને જવ અર્પણ કરવાંથી વૈભવ કે સુખનો સંતોષ આપે છે. જવથી નકારાત્મક શક્તિઓનો પણ નાશ થાય છે. અક્ષત અર્થાત ચોખા અક્ષતને દેવઅન્ન માનવામાં આવે છે. પિતૃઓની તૃપ્તિ માટે અક્ષત અર્પણ કરવામાં આવે છે. અક્ષતને ધન-ધાન્યનું પહેલું પ્રતિક માનવામાં આવે છે. શ્રાદ્ધ પર પિતૃઓને અર્પણ કરવામાં આવતી ખીર એ ચેતનાનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પિતૃઓ જ્યારે તેને ગ્રહણ કરે છે ત્યારે તેને તૃપ્તિનો અનુભવ થાય છે અને શ્રાદ્ધ કરનાપ પર તેના પિતૃઓની કૃપા વરસે છે. આ પણ વાંચો: શ્રાદ્ધ પક્ષમાં કેમ કાગડાને કરાવાય છે ભોજન ? જાણો કઈ રીતે શરૂ થઈ પિતૃપક્ષમાં કાગડાને ભોજનની પરંપરા આ પણ વાંચો: ક્યાંક તમે તો નથી કરતાં ને શ્રાદ્ધમાં આ ભૂલ ? જાણીલો શ્રાદ્ધ સંબંધી આ 10 વાત

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">