Shradh Paksh 2021: ક્યાંક તમે તો નથી કરતાં ને શ્રાદ્ધમાં આ ભૂલ ? જાણીલો શ્રાદ્ધ સંબંધી આ 10 વાત

શ્રદ્ધાથી કરેલું કાર્ય એટલે શ્રાદ્ધ. શ્રાદ્ધ પિતૃઓની આત્માની શાંતિ માટે કરવામાં આવે છે. ક્યાંક તમે તો કોઈ બીજાની ભૂમિ પર નથી કરતાં ને શ્રાદ્ધ ? શ્રાદ્ધમાં તુલસીનો ઉપયોગ આપના પર વરસાવી શકે છે પિતૃઓની કૃપા.

Shradh Paksh 2021:  ક્યાંક તમે તો નથી કરતાં ને શ્રાદ્ધમાં આ ભૂલ ? જાણીલો શ્રાદ્ધ સંબંધી આ 10 વાત
શ્રદ્ધાથી કરેલું કાર્ય એટલે શ્રાદ્ધ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Sep 22, 2021 | 11:38 AM

શ્રદ્ધા શબ્દમાંથી શ્રાદ્ધ(Shradh) શબ્દનું નિર્માણ થયું છે. શ્રદ્ધાથી કરેલું કાર્ય એટલે શ્રાદ્ધ. એવું કહેવાય છે કે શ્રાદ્ધથી શ્રદ્ધા જીવીત રહે છે. શ્રાદ્ધ એટલે પિતૃઓની આત્માને શાંતિ પ્રદાન કરવાનો અવસર. પિતૃઓની તૃપ્તિ અર્થે તેમને જલ અર્પણ કરવાથી લઈને પીંડદાન સુધીની આપણે વિધિ કરતાં હોઈએ છીએ. સાથે જ શ્રાદ્ધ પર નજીકના સગા સંબંધીઓને ભોજન કરાવવાથી લઈ ખાસ તો બ્રાહ્મણને ભોજન માટે બોલાવતા હોય છે. દાન કર્મ પણ કરતાં હોઈએ છીએ. ત્યારે આવો આજે જાણીએ શ્રાદ્ધ સંબંધી જરૂરી 10 વાતો.

જાણો શ્રાદ્ધમાં શું કરશો અને શું નહીં. 1. પોતાના પિતૃઓનું શ્રાદ્ધ પોતાના ઘરે જ કરવું જોઈએ. કોઈ બીજાની ભૂમિ પર કરેલું શ્રાદ્ધ ક્યારેય સફળ ન ગણાતું હોવાની માન્યતા છે. 2. કાળા તલ, કુશા, દુધ, મધ અને ગંગાજળ આ પાંચ દ્રવ્યો શ્રાદ્ધમાં હોવા અનિવાર્ય છે. 3. ચણા, મસુર, અડદ, દુધી, મૂળા કે કાકડી જેવા દ્રવ્યોનો શ્રાદ્ધમાં ઉપયોગ વર્જિત મનાય છે. 4. શ્રાદ્ધનું ભોજન કેળાના પાન પર ક્યારેય ન ગ્રહણ કરવું જોઈએ. સોનું, ચાંદી, કાંસુ કે તાંબાનુ પાત્ર જો ભોજન માટે લેવામાં આવે તો તે ઉત્તમ મનાય છે. 5. શ્રાદ્ધ કર્મમાં તુલસીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. એવું કહેવાય છે કે તુલસી થી પિતૃઓ પ્રસન્ન થાય છે. જો તુલસીથી પીંડની પૂજા કરવામાં આવે તો તેનાથી પિતૃઓ ને તૃપ્તિની પ્રાપ્તિ થતી હોવાની પણ વાયકા છે. 6. શ્રાદ્ધના ભોજનમાં લસણ કે ડુંગળીનો ઉપયોગ નિષેધ માનવામાં આવે છે. 7. કહેવાય છે કે શ્રાદ્ધનું તૈયાર ભોજન સૌથી પહેલા કાગડા, કુતરા, કીડી, ગાય અને દેવતાઓ માટે કાઢવું. તેમને અર્પણ કર્યા બાદ જ ભોજન વ્યક્તિઓને અર્પણ કરી શકો છો. 8. શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણને ભોજન અવશ્ય કરાવવું જોઈએ. બ્રાહ્મણના ભોજન બાદ જ તમામ પરિજનોને ભોજન કરાવવું. સાથે જ શ્રાદ્ધના દિવસે જો કોઈ ભિક્ષુક નજરે ચઢે છે તો તેને પણ અવશ્ય આદર પૂર્વક ભોજન કરાવવું જોઈએ. કોઈ પણ ભિખારીને ખાલી હાથે શ્રાદ્ધ પર પાછો ન મોકલવો જોઈએ. 9. શ્રાદ્ધ પર જ્યારે બ્રાહ્મણને ભોજન કરાવી લો છો ત્યારે તેમને ઘરના દ્વાર સુધી અવશ્ય વળાવવા જવા. એવું માનવામાં આવે છે કે તેમની સાથે પિતૃઓ ચાલતાં હોય છે એટલે આદર પૂર્વક વળાવવા. 10. શ્રાદ્ધ પર દાન કર્મ અવશ્ય કરવું જોઈએ.

આ પણ વાંચો : કેમ કરવું જોઈએ શ્રાદ્ધ ? પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ કામ !

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો : મૃત્યુ બાદ ગરુડ પુરાણના પાઠ કરાવવાનું મહત્વ શું છે ? તેના વિશે જાણો

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">