Pitru paksha 2021: પિતૃ પક્ષમાં નિત્ય કરો આ કાર્ય, આ કાર્ય દૂર કરશે કરશે આપની સઘળી પરેશાની !

Pitru paksha 2021: પિતૃ પક્ષમાં નિત્ય કરો આ કાર્ય, આ કાર્ય દૂર કરશે કરશે આપની સઘળી પરેશાની !
પૂર્વજો પ્રત્યે આભાર પ્રગટ કરવાનો અવસર એટલે શ્રાદ્ધ પક્ષ.

પિતૃઓ પ્રત્યે એટલે કે પોતાના પૂર્વજો પ્રત્યે આભાર પ્રગટ કરવાનો અવસર એટલે શ્રાદ્ધ પક્ષ. પિતૃ પક્ષમાં નિત્ય સવારે પૂર્વજોએ કરેલા કામને આદર પૂર્વક યાદ કરવાથી અને પોતાની ભૂલોની ક્ષમા માગવાથી પણ પિતૃ કૃપા પ્રાપ્ત થતી હોવાની માન્યતા છે.

TV9 Bhakti

| Edited By: Pinak Shukla

Sep 27, 2021 | 9:52 AM

Pitru paksha 2021:  પવિત્ર પિતૃ પક્ષ(Pitru Paskh) અત્યારે ચાલી રહ્યો છે. પિતૃ પક્ષમાં પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમની આત્માને શાંતિની પ્રાપ્તિ થાય તે માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. તો સાથે જ જીવનમાં અનુભવાતી સમસ્યાઓ અને પરેશાનીઓને દૂર કરવાનું સામર્થ્ય પણ પિતૃ પક્ષ ધરાવે છે. એવું કહેવાય છે કે પિતૃઓ પ્રત્યે એટલે કે પોતાના પૂર્વજો પ્રત્યે આભાર પ્રગટ કરવાનો અવસર એટલે શ્રાદ્ધ પક્ષ. શ્રાદ્ધ પક્ષમાં થતું કર્મ પિતૃ દોષની સાથે અન્ય ગ્રહ દોષને પણ નિવારે છે.

કેટલીયે વખત એવું થાય છે કે વારંવાર કોઈને કોઈ પરેશાની વ્યક્તિને ઘેરી વળે છે. માન્યતા છે કે વારંવાર બિમારીનો સામનો કરવો પડે, ઘરમાં કલેશનું વારંવાર વાતાવરણ બને, આર્થિક સંકળામણ અનુભવાય, દેવું વધતું જાય, માનસિક તણાવનો અનુભવ થાય કે કોઈ અજાણ્યા શત્રુનો વારંવાર ભય લાગે તો સમજવું પિતૃઓ નારાજ છે. ત્યારે આ તમામ સમસ્યાઓને દૂર કરવા માટે પિતૃઓનું પૂજન, તર્પણ કે પીંડદાન અચૂક પણે કરવામાં આવે છે.

જો કે કેટલાક લોકો શ્રાદ્ધ વિધિ કરી શકતાં નથી. ત્યારે પિતૃઓની નારાજગીને કઈ રીતે દૂર કરવી ? કેવી રીતે આ સમસ્યાઓથી છૂટકારો પ્રાપ્ત કરવો ? કેવી રીતે પિતૃઓની નારાજગી દૂર કરી જીવનમાં ખુશીઓનું આગમન થશે ? આવો અમે આપને જણાવીએ આ તમામ સવાલોનો જવાબ.

કેટલાક એવા સરળ કાર્યો તો ચોક્કસ દિવસની શરૂઆત સાથે કરી શકીએ જે આપને પિતૃ કૃપાના અધિકારી બનાવે. જે કાર્ય કરવાથી ગૃહ કલેશ દૂર થાય, જે કાર્ય કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે, જે કાર્ય કરવાથી આર્થિક પ્રશ્નોને દૂર થાય. શ્રાદ્ધ કર્મની સાથે જો નિત્ય નીચે જણાવેલા કાર્ય કરશો તો અવશ્ય વ્યક્તિને પિતૃઓના આશિર્વાદની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. ⦁ પિતૃ પક્ષમાં નિત્ય પિતૃઓનું સ્મરણ કરવું. ⦁ પૂર્વજોએ કરેલા કામને આદર પૂર્વક યાદ કરવા. ⦁ પોતાની ભૂલની ક્ષમા પણ માગવી. ⦁ પિતૃ પક્ષમાં ક્રોધ, મોહ, નશો કે અહંકાર કદાપિ ન કરવો. ⦁ ઘરે ભિક્ષા માટે આવેલા કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથ પાછો ન મોકલવો. ⦁ નિત્ય ગાયને રોટલી કે ચારો ખવડાવવો. ⦁ પિતૃ પક્ષમાં નિત્ય ઘરની છત પર પક્ષીઓને ચણ નાંખવું. આ પણ વાંચો:  શ્રાદ્ધ પર કરવામાં આવેલું દાન દૂર કરશે આપના ઘરનો કલેશ ! જાણો કઈ વસ્તુઓના દાન થી મળશે પિતૃઓના આશિષ

આ પણ વાંચો: કુશા અને કાળા તલનો કેમ થાય છે શ્રાદ્ધમાં ઉપયોગ ? જાણો શ્રાદ્ધ સામગ્રીનું મહત્વ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati