AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 સંસ્કારોમાંથી એક છે નામકરણ સંસ્કાર, બાળકનું નામ રાખતા પહેલા તમારે આ 5 બાબતો જાણવી જરૂરી

નામકરણને સનાતન ધર્મના 16 સંસ્કારોમાંથી એક ગણવામાં આવે છે. આ નામ તેની ઓળખ તરીકે જીવનભર તેની સાથે રહે છે. તેની અસર વ્યક્તિના જીવન, આચરણ અને ભાગ્ય પર પણ જોવા મળે છે. તેથી નામકરણ હંમેશા જ્યોતિષના નિયમોને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ.

16 સંસ્કારોમાંથી એક છે નામકરણ સંસ્કાર, બાળકનું નામ રાખતા પહેલા તમારે આ 5 બાબતો જાણવી જરૂરી
નામકરણ સંસ્કાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 2:56 PM
Share

બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે, ત્યારથી તેના માતા-પિતા તેના જીવનની તમામ યોજના તેના નામથી શરૂ કરે છે. કેટલાક લોકો અગાઉથી વિચારે છે કે તેઓ તેમના બાળકના જન્મ (Child Birth) પછી શું નામ રાખશે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર તેને યોગ્ય માનવામાં આવતું નથી. નામકરણને સનાતન ધર્મના 16 સંસ્કારોમાંથી એક ગણવામાં આવે છે.

આ નામ તેની ઓળખ તરીકે જીવનભર તેની સાથે રહે છે. તેની અસર વ્યક્તિના જીવન, આચરણ અને ભાગ્ય પર પણ જોવા મળે છે. તેથી નામકરણ હંમેશા જ્યોતિષના નિયમોને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. જો તમે પણ હાલમાં જ માતા-પિતા બન્યા છો, તો તમારે બાળકનું નામ રાખતા પહેલા આ બાબતો જાણી લેવી જોઈએ.

1. રાશિ પ્રમાણે નામ બાળકનું નામ હંમેશા તેની રાશિ પ્રમાણે રાખો. જન્મ સમયે, જ્યારે બાળકની કુંડળી તૈયાર કરવામાં આવે છે, ત્યારે જ્યોતિષીઓ તમને બાળકના નામનો અક્ષર કહે છે. તમારે બાળકનું નામ સમાન અક્ષરોથી રાખવું જોઈએ. નામનો આ અક્ષર તેના ગ્રહ, નક્ષત્ર અને રાશિચક્રની સુસંગતતા અનુસાર નક્કી કરવામાં આવે છે.

2. નામકરણ માટે દિવસનું ધ્યાન રાખો બાળકના નામકરણની વિધિ કરતા પહેલા, ખાસ દિવસની કાળજી લેવી જોઈએ. જ્યોતિષશાસ્ત્રના નિયમો અનુસાર, બાળકના નામકરણની વિધિ જન્મ પછી 11, 12 અને 16 માં દિવસે થવી જોઈએ. આ ઉપરાંત, તમે નામકરણ વિધિ માટે પંડિત પાસેથી અન્ય કોઈ શુભ તિથિ પણ મેળવી શકો છો. પરંતુ પૂર્ણિમા કે અમાવસ્યા પર નામકરણ ન કરવું.

3. નક્ષત્રનું ધ્યાન રાખવું જો નામકરણ વિધિ યોગ્ય નક્ષત્રમાં કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં અનુરાધા, પુનર્વસુ, માઘ, ઉત્તરા, ઉત્તરભાદ્ર, સ્વાતી, ધનિષ્ઠા, શ્રવણ, રોહિણી, અશ્વિની, મૃગશિર, રેવતી, હસ્ત અને પુષ્ય નક્ષત્ર નામકરણ માટે શુભ માનવામાં આવે છે.

4. અર્થપૂર્ણ નામ પસંદ કરો આજકાલ ઈન્ટરનેટ પર બાળકોના નામ જોયા પછી જે ગમે તે નામ રાખવામાં આવે છે, પરંતુ આ પદ્ધતિ ખોટી છે. નામ હંમેશા અર્થપૂર્ણ હોવું જોઈએ કારણ કે નામનો અર્થ બાળકના વ્યક્તિત્વ પર પણ અસર કરે છે. તેથી બાળક માટે અર્થપૂર્ણ નામ પસંદ કરો.

5. નામના સ્પેલિંગનું પણ ધ્યાન રાખો અંકશાસ્ત્રમાં પણ નામને મહત્વ આપવામાં આવ્યું છે. નામ દ્વારા નામાંકની ગણતરી કરવામાં આવે છે, જે વ્યક્તિના ભવિષ્ય વિશે ઘણું કહે છે. ઘણી હસ્તીઓ અંકશાસ્ત્રના નિષ્ણાત દ્વારા તેમના નામના સ્પેલિંગમાં ઘણી વખત ફેરફાર કરે છે. તેથી અંકશાસ્ત્રના નિષ્ણાતની મદદથી નામની જોડણી નક્કી કરો તો તે વધુ શુભ રહેશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Numerology: ધન-દોલત મામલે ભાગ્યશાળી હોય છે આ અંકના લોકો, શું તમે પણ છો આમાનાં એક ? જાણો અહી

આ પણ વાંચો : Bhakti: આ ઉપાયોથી પ્રાપ્ત કરો ગણેશજીની કૃપા, ક્યારેય કોઈ સમસ્યા નહીં કરે પરેશાન !

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">