બુધવારે એક ઉપાયથી દૂર થશે નાણાની તંગી, અત્યારે જ જાણી લો ગજાનનને પ્રસન્ન કરવાની વિધિ

|

Jun 15, 2022 | 6:33 AM

ભગવાન શ્રીગણેશ તો રિદ્ધિ સિદ્ધિના દાતા છે એટલે કે તે વ્યક્તિને શુભ આશિષ પ્રદાન કરનારા છે. બુધવારે એક સરળ ઉપાયથી આપના જીવનમાંથી દૂર થઈ શકે છે નાણાની તંગી. એક સરળ ઉપાયથી દૂર થશે સઘળી પરેશાની.

બુધવારે એક ઉપાયથી  દૂર થશે નાણાની તંગી, અત્યારે જ જાણી લો ગજાનનને પ્રસન્ન કરવાની વિધિ
GANESHA

Follow us on

ભગવાન ગણેશને સુખકર્તા અને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. શ્રી ગણેશ તો સુખી જીવનના આશિષ પ્રદાન કરનારા છે. કહે છે કે જે વ્યક્તિ પર ગજાનનની કૃપા વરસે છે તેના જીવનની દરેક સમસ્યા ગજાનન દૂર કરી દે છે. ભગવાન શ્રીગણેશ પોતે રિદ્ધિ સિદ્ધિના દાતા છે એટલે કે તે વ્યક્તિને શુભ આશિષ પ્રદાન કરનારા છે. અને દરેક સમસ્યા જેમકે, શારિરીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા, માનસિક તણાવ, આર્થિક કે સામાજીક સમસ્યાને દૂર કરનારા છે શ્રીગણેશ. કહેવાય છે કે બુધવારે ગણપતિની પૂજા વિશેષ ફળદાયી રહે છે. ત્યારે આવો આજે આ લેખમાં જાણીએ કે બુધવારે ગજાનનને કેવી રીતે કરશો પ્રસન્ન અને જીવનમાં આવતી સમસ્યાઓના છૂટકારા માટે તથા ગજાનની કૃપા માટે કયા અજમાવશો ઉપાય.

બુધવારે ભગવાન શ્રીગણેશની પૂજા દરમિયાન તેમને સિંદૂર અચૂક ચડાવવું જોઈએ, સિંદૂર ચડાવવાથી વ્યક્તિના જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થતી હોવાની માન્યતા છે. શક્ય હોય તો ગણેશજીના મંદિરે જઈ દર્શન કરવાનો નિયમ લેવો જોઈએ.

આપ બુધવારે ગાયને લીલોતરી ઘાસ ખવડાવી શકો છો, તેનાથી ગજાનન પ્રસન્ન થતા હોવાની માન્યતા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

માન્યતા છે કે જો બુધવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવામાં આવે તો પણ વિશેષ લાભદાયી રહે છે.  ઘરની પારિવારિક સમસ્યાઓ તેનાથી દૂર થતી હોવાની માન્યતા છે.  કહે છે કે તેનાથી ઘરમાં કલેશ દૂર થાય છે.

જો ઘરમાં નાણાકીય પ્રશ્નો રહે છે બુધવારે ભગવાન ગણેશને ઘી અને ગોળ ચડાવવા જોઈએ અને તેને ગાયને પણ ખવડાવવો, તેનથી પૈસા સંબંધિત મુશ્કેલીઓથી છૂટકારો મળે છે અને તમારા જીવનમાંથી આર્થિક પ્રશ્નો દૂર થશે.

તમારા પૂજાઘરમાં, મંદિરમાં ગજાનની મૂર્તિ તો અચૂક હશે, પણ કહેવાય છે કે જો ગજાનન ગણેશની મૂર્તિને ઘરના મુખ્ય દરવાજા પર બિરાજમાન કરવામાં આવે તો તે ઘરમાં સુખ અને સમૃદ્ધિને તો લાવે જ છે સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રવેશતા પણ રોકે છે. અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહેવાથી ઘરમાંથી બીમારી ઓછી થાય છે અને પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્ય સારૂં રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article