AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology 9 : મૂળાંક 9 ધરાવતા લોકો દરેક પડકારને કેવી રીતે પાર કરે છે? જાણો તેમની શક્તિ અને નબળાઈઓ વિશે!

મૂળાંકથી આપણ વ્યક્તિના સ્વભાવ, ભવિષ્ય, માનસિકતા વિશે જાણી શકે છે. કોઈપણ મહિનાની 9મી, 18મી અથવા 27મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 હોય છે. આ લોકો ભીડમાં અલગ દેખાય છે કારણ કે તેમની પાસે એક અનોખી ઉર્જા અને આત્મવિશ્વાસ હોય છે.

Numerology 9 : મૂળાંક 9 ધરાવતા લોકો દરેક પડકારને કેવી રીતે પાર કરે છે? જાણો તેમની શક્તિ અને નબળાઈઓ વિશે!
Numerology 9Image Credit source: Whisk
| Updated on: May 28, 2026 | 2:49 PM
Share

અંકશાસ્ત્રમાં 9 નંબરને હિંમતવાન અને નેતૃત્વનું પ્રતીક માનવામાં આવે છે. ઘણીવાર આ લોકો પહેલી મુલાકાતથી જ તેમના પ્રેમમાં પડી શકે છે. 9 નંબર ધરાવતા લોકો માત્ર સપના જ જોતા નથી પરંતુ તેમને પૂરા કરવાની હિંમત પણ ધરાવે છે. તેમની પાસે લડવાની ક્ષમતા પણ હોય છે. તેથી જ તેમના જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ તેવમ હાર માનતા નથી.

9 નંબર સાથે કયો ગ્રહ સંકળાયેલો છે?

અંકશાસ્ત્ર અનુસાર 9 નંબર મંગળ ગ્રહ સાથે સંકળાયેલો છે. મંગળ ગ્રહ હિંમત, ઉર્જા, ગુસ્સો, આત્મવિશ્વાસ અને નેતૃત્વ માટે જાણીતો છે. 9 નંબર ધરાવતા લોકો અત્યંત નિર્ભય, મહેનતુ અને ઉત્સાહથી ભરેલા હોય છે. મંગળનો પ્રભાવ તેમને લડવાની શક્તિ આપે છે. તેઓ જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓથી ડરતા નથી, પરંતુ તેનો સામનો કેવી રીતે કરવો તે જાણે છે. જો કે, ક્યારેક મંગળનો વધુ પડતો પ્રભાવ તેમને ક્રોધી અને ઉતાવળા બનાવી શકે છે.

9 નંબર ધરાવતા લોકોની પર્સનાલિટી

મંગળના પ્રભાવને કારણે 9 નંબર ધરાવતા લોકોને ઝડપી ગુસ્સો આવી શકે છે. જોકે તેમનો ગુસ્સો લાંબો સમય ટકતો નથી. તેમનો સ્વભાવ ભાવનાત્મક હોઈ શકે છે. બહારથી કઠોર દેખાવા છતાં 9 નંબરના લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને સંબંધોને પૂરા મનથી નિભાવે છે. તેમનામાં નેતૃત્વ ધરાવાની ક્ષમતા હોઈ શકે છે. તેમનામાં જન્મજાત નેતૃત્વ ગુણો હોય છે. લોકો તેમના નિર્ણયો પર વિશ્વાસ કરે છે. 9 મૂળાંક ધરાવતા લોકો અન્યાય સહન કરી શકતા નથી અને ખોટી બાબતો સામે અવાજ ઉઠાવવાનું પસંદ કરે છે.

9 નંબર ધરાવતા લોકોએ શું ટાળવું જોઈએ?

9 નંબર ધરાવતા લોકો લાગણીશીલ હોય છે તેથી બધા પર જલ્દી વિશ્વાસ કરવો નહીં. સારા સ્વભાવના કારણે લોકો ઘણીવાર આ લોકોનો ફાયદો ઉઠાવી શકે છે. તેથી વિશ્વાસ કરવા પહેલા વિચાર કરવો જરૂરી છે. કામ પ્રત્યે ગંભીરતા સારી હોય છે પરંતુ વધુ પડતો તણાવ સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

9 નંબર ધરાવતા લોકો માટે કયું કારકિર્દી શ્રેષ્ઠ છે?

મંગળના પ્રભાવને કારણે 9 નંબર ધરાવતા લોકો એવા ક્ષેત્રોમાં વધુ સફળ થાય છે જેમાં હિંમત, નેતૃત્વ અને સખત મહેનતની જરૂર હોય છે. આ લોકોની વિચારસરણી અને આત્મવિશ્વાસ લોકોને પ્રેરણા આપી શકે છે. અન્ય લોકોને મદદ કરવાનો તેમનો સ્વભાવ તેમને સમાજ સેવા તરફ આકર્ષિત કરે છે. તેમની પાસે મજબૂત નેતૃત્વ ગુણો છે જે તેમને વહીવટી, સોશિયલ વર્ક, મોટિવેશનલ સ્પીકર, ડોક્ટર અને સર્જન, બિઝનેસ અને સરકારી હોદ્દાઓમાં સફળ બનાવે છે.

કયા મૂળાંક સાથે સંબંધ સારા બને છે?

મૂળાંક 2 ધરાવતા લોકો ભાવનાત્મક અને સમજદાર હોય છે અને મૂળાંક 9 ધરાવતા લોકોના હૃદયને સારી રીતે સમજી શકે છે. મૂળાંક 3 ધરાવતા લોકો તેમના વિચાર અને ઉર્જાને સારી રીતે સમજે છે. બંને એકબીજાને આગળ વધારવાનું કામ કરે છે. મૂળાંક 6 ધરાવતા લોકોનો શાંત અને પ્રેમાળ સ્વભાવ મૂળાંક 9 ને સંતુલિત કરે છે. આ સંબંધ ખૂબ મજબૂત માનવામાં આવે છે. બે મૂળાંક 9 ધરાવતા લોકો વચ્ચે ઊંડો સંબંધ હોઈ શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, Numerology 8 : શનિદેવનો ખાસ આશીર્વાદ હોય છે 8 મૂળાંકના લોકો પર!

Follow Us
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
g clip-path="url(#clip0_868_265)">