AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri Colours 2023 : નવરાત્રીના 9 દિવસ મા દુર્ગાની આરાધના કરતી વખતે રોજ આ નવ રંગના પહેરો વસ્ત્ર, જાણો વિવિધ દિવસોને લગતા કલર

નવરાત્રી એ હિન્દુ ધર્મનો ખૂબ જ વિશિષ્ટ તહેવાર છે. આ તહેવાર સમગ્ર દેશમાં વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે - ચૈત્ર (માર્ચ-એપ્રિલ) અને શરદ (ઓક્ટોબર-નવેમ્બર) મહિનામાં. નવરાત્રીમાં આ વર્ષે 2023માં નવરાત્રીના રંગોનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિવિધ રંગોથી પૂજા કરવાથી દેવીના આશીર્વાદ મળે છે. આ રંગોને ધ્યાનમાં રાખીને પૂજા પદ્ધતિનું પાલન કરવાથી પરિવારમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. આ ઉપરાંત, આ તહેવારની ઉજવણી માટે, કેટલાક લોકો નવરાત્રીના 9 રંગ અનુસાર તેમના ઘરના મંદિરને પણ શણગારે છે. ભારતીય ઘરોમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે.

Navratri Colours 2023 : નવરાત્રીના 9 દિવસ મા દુર્ગાની આરાધના કરતી વખતે રોજ આ નવ રંગના પહેરો વસ્ત્ર, જાણો વિવિધ દિવસોને લગતા કલર
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2023 | 3:39 PM
Share

દેશના અલગ-અલગ ભાગોમાં નવરાત્રીની ઉજવણી અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જો કે, આ તહેવાર ઉજવવાનું સૌથી મહત્વનું કારણ દેવી કાલી અથવા દુર્ગાના વિજયની ઉજવણી છે. નવરાત્રી પર, સ્ત્રીઓ નવ દિવસ માટે ઉપવાસ કરે છે, નવા વસ્ત્રો પહેરે છે અને મિત્રો અને પરિવારની મુલાકાત લે છે. નવરાત્રીનો તહેવાર દેશભરની લાખો મહિલાઓ દ્વારા ઉજવવામાં આવે છે, જેઓ ઘરે નવરાત્રીની ઉજવણી કરતી વખતે વિવિધ ખાદ્યપદાર્થો બનાવે છે.

અહીં અમે 2023ની નવરાત્રીના 9 રંગ વિશે જણાવ્યું છે , જે તમારે જાણવું જોઈએ. નવરાત્રીના 9 દિવસ દરરોજ આમાંથી કોઈ એક રંગમાં તૈયાર થવું ખૂબ જ ખાસ માનવામાં આવે છે. નવરાત્રીના અંત સુધી દરરોજ આ 9 રંગના કપડાં પહેરવા સહિત તમારા ઘરના મંદિરની સજાવટ માટે આ થીમ રાખવી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

આગળ વધતા પહેલા તમને જણાવી દઈએ કે શરદ નવરાત્રી 15 ઓક્ટોબર 2023 થી 24 ઓક્ટોબર 2023 વચ્ચે ઉજવવામાં આવશે. તેથી, નવરાત્રી પર તમારા ઘરના મંદિરને શણગારો અને નવરાત્રીના રંગ 2023 મુજબ દરરોજ અલગ-અલગ રંગના કપડાં પહેરવાનું ભૂલશો નહીં.

તમને જણાવી દઈએ કે આ વખતે શરદ નવરાત્રી 2023 15 ઓક્ટોબર 2023 થી 24 ઓક્ટોબર 2023 સુધી ઉજવવામાં આવશે. 24મી ઓક્ટોબરે દશેરા છે. તેથી, હવેથી નવરાત્રી પર તમારા ઘરના મંદિરને સજાવો અને નવરાત્રી 2023ના રંગો અનુસાર દરરોજ અલગ-અલગ રંગના કપડાં પહેરવાનું ભૂલશો નહીં.

આ પણ વાંચો : Astrology and Yog: શું તમારી કુંડળીમા વકીલ બનવાના યોગ છે? કઈ રીતે જાણશો આ યોગને ? જુઓ Video

નવરાત્રીના 9 રંગ અને તેમનું મહત્વ

અહીં શરદ નવરાત્રીના 9 રંગ એ ક્રમમાં આપવામાં આવ્યા છે કે જેને મા દુર્ગાની પૂજા કરતી વખતે પહેરવા જોઈએ.

  • નવરાત્રીનો પ્રથમ દિવસ (15 ઓક્ટોબર 2023) – નારંગી
  • નવરાત્રીનો બીજો દિવસ (16 ઓક્ટોબર 2023) – સફેદ
  • નવરાત્રીનો ત્રીજો દિવસ (17 ઓક્ટોબર 2023) – લાલ
  • નવરાત્રીનો ચોથો દિવસ (18 ઓક્ટોબર 2023) – રોયલ બ્લુ
  • નવરાત્રીનો પાંચમો દિવસ (19 ઓક્ટોબર 2023) – પીળો
  • નવરાત્રીનો છઠ્ઠો દિવસ (20 ઓક્ટોબર 2023) – લીલો
  • નવરાત્રીનો સાતમો દિવસ (21 ઓક્ટોબર 2023) – બ્રાઉન
  • નવરાત્રીનો આઠમો દિવસ (22 ઓક્ટોબર 2023) – જાંબલી
  • નવરાત્રીનો નવમો દિવસ (23 ઓક્ટોબર 2023) – મોરપીંછ

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">