Navratri 2023 : નવરાત્રી દરમિયાન ધાર્મિક વિધિઓ કરીને મેળવો માતાના આશીર્વાદ, જાણો કેટલી થાય છે વિધિઓ

|

Oct 09, 2023 | 3:31 PM

નોરતાએ શક્તિની ભકિત છે. તે શક્તિની સાધના કરવાનું મહાપર્વ છે. નવરાત્રીના પવિત્ર આ નવ દિવસો દરમિયાન નિયમ-સંયમની સાથે મા દૂર્ગાની વિશેષ પૂજા કરવાનું મહત્ત્વ છે. નવરાત્રી પર દૂર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી માનસિક શાંતિ મળે છે તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

Navratri 2023 : નવરાત્રી દરમિયાન ધાર્મિક વિધિઓ કરીને મેળવો માતાના આશીર્વાદ, જાણો કેટલી થાય છે વિધિઓ
know how many rituals during navratri

Follow us on

આપણે શાસ્ત્રોમાં જોઈએ તો તેમાં પણ ઘણા મહાપુરૂષોએ માતાના આશીર્વાદ મેળવવા તેમની આરાધના કરી છે. મહામુનિ નારદે તેમને કહ્યું કે, જ્યારે પણ માણસ કોઈ પણ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તેણે આ વ્રત અવશ્ય કરવું જોઈએ. આ પહેલા પણ મહર્ષિ વિશ્વામિત્ર, ભૃગુ, વસિષ્ઠ અને કશ્યપ આ વ્રતની વિધિ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો : Surendranagar News: નવરાત્રી દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધતાં પરંપરાગત વાજિંત્રોના બજારમાં મંદીનો માહોલ

વૃત્રાસુરને મારવા માટે ઈન્દ્ર અને ત્રિપુરાનો વધ કરવા ભગવાન શંકરે પણ આ વ્રત રાખ્યું છે. ભગવાન શ્રી હરિએ મધુને મારવા માટે સુમેરુ ગિરિ પર આ વ્રત રાખ્યું હતું. આ વ્રત કરવાથી તમે અસુરી શક્તિ એટલે કે નકારાત્મક ઉર્જાનો નાશ કરી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

નોરતાના 9 દિવસ દરમિયાન ઘણી બધી વિધિઓ હિન્દુ શાસ્ત્રોમાં આપવામાં આવી છે. જે આજે આપણે અહીંયા જોઈશું.

કન્યા પૂજન

હિન્દુ શાસ્ત્રોમાં બે વર્ષની છોકરીને કુમારી, ત્રણ વર્ષની ત્રિમૂર્તિ, ચાર વર્ષની કલ્યાણી, પાંચ વર્ષની રોહિણી, છ વર્ષની કાલિકા, સાત વર્ષની ચંડિકા, આઠ વર્ષની શાંભવી, નવ વર્ષની દુર્ગા અને દસ વર્ષની છોકરીને સુભદ્રા માનવામાં આવે છે. એટલા માટે 10 કુવારિકાને ભોજન કરાવ્યા પછી કન્યાઓને દક્ષિણા પણ આપવીએ પરંપરા છે. આ રીતે નવ દૂર્ગા ભગવતી પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ વ્રત નોમના દિવસે કરવામાં આવે છે.

છોકરીના પગ ધોઈને આસન પર બેસાડો. તેના હાથ પર નાડાછડી બાંધો અને કપાળ પર કુમકુમનું તિલક કરો. બાફેલા ચણા, હલવો, પુરી, ખીર, પુઆ અને ફળ વગેરે દેવી દુર્ગાને અર્પણ કરવામાં આવે છે. આ જ પ્રસાદ દરેક દીકરીઓને પણ આપવામાં આવે છે. કન્યાને થોડી દક્ષિણા પણ આપવામાં આવે છે. યુવતીને લાલ ચુન્ની અને બંગડીઓ વગેરે શણગારની વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવે છે. છોકરીઓને ઘરેથી વિદાય કરતી વખતે આશીર્વાદ તરીકે દીકરીઓના માથે હાથ મુકવાની પણ પરંપરા છે. ધ્યાનમાં રાખો કે છોકરીઓની સાથે ભૈરવ એટલે કે છોકરાની પણ પૂજા કરવામાં આવે છે.

નૈવેદ્ય

નોરતાનો નવમો દિવસ એટલે મહા અષ્ટમી. આ દિવસે એટલે કે આઠમના દિવસે પરિવારના જે માતાજી પુજાતા હોય તેના નૈવેદ્ય કરવામાં આવે છે. સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને માતાજીનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવે છે તેમજ કુળ પ્રમાણે જે નૈવેદ્ય થતાં હોય તે ઘરની વહૂઓના હાથે માતાજીને પ્રસાદમાં ધરાવવામાં આવે છે. આ નૈવેદ્ય માતાજીને અર્પણ કર્યા પછી પરિવારના સભ્યો સાથે બેસીને ભાવપૂર્વક પ્રસાદ આરોગે છે.

નવચંડી યજ્ઞ અને દુર્ગા સપ્તશતી પાઠ

નવચંડી યજ્ઞ એ માતાજીના દરેક સ્વરૂપને સમર્પિત, એક વિશાળ ઉર્જા ધરાવતો હવન છે. જેમાં માતાજીના દરેક સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. નવચંડી પૂજા એ એક વિસ્તૃત, વિશિષ્ટ પૂજા છે, જે સામાન્ય રીતે નવરાત્રીના સમય દરમિયાન કરવામાં આવે છે. નવરાત્રીમાં નવચંડી પૂજા અને પાઠનું મહત્વ અનિવાર્ય છે. નવચંડી એક વિશેષ પૂજા છે. નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતી મંત્રની શક્તિ અને તેના પાઠ, પૂજા અને યજ્ઞથી તમામ ગ્રહોની અશુભ અસર દૂર થાય છે.

સામાન્ય રીતે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે. આ એક મજબૂત ઉપવાસ વિધિ છે. આ વિધિ નવરાત્રિ દરમિયાન દરરોજ પણ થાય છે. દુર્ગા સપ્તશતી પાઠના મંત્રનો જાપ કરવાથી ધાર્મિક વિધિ થાય છે.

દશેરા-શસ્ત્ર પૂજન

દશેરા એ આસુરી શક્તિઓ પર શક્તિના વિજયનો તહેવાર છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. તે દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. દશેરાના એક દિવસ પહેલા શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. ભગવાન રામે પણ રાવણને મારતા પહેલા દુર્ગા અને તેના શસ્ત્રની પૂજા કરી હતી. દશેરા પર વિજય મુહૂર્ત પૂજા માટે શ્રેષ્ઠ છે.

ક્ષત્રિય લોકો પોતાના શસ્ત્રોની પૂજા કરવા કુળદેવીના મંદિરે શોભાયાત્રા કાઢીને પ્રસ્થાન કરે છે તેમજ શૌર્યના નારાઓ પણ બોલતા જાય છે. મંદિરે જઈને માતાજીની સમક્ષ શસ્ત્રોનું વિધિ પૂર્વક પૂજન કરે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

 ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Next Article