Navratri 2022 : મા દુર્ગાના આ મંદિરમાં જતા લોકો ડરે છે! જાણો શું છે રહસ્ય

|

Oct 01, 2022 | 6:15 PM

લોકો કહે છે કે જે વ્યક્તિ ખોટા ઈરાદા સાથે આ મંદિરમાં આવે છે તેને હંમેશા નુકસાન થાય છે. ઘણા લોકોએ મંદિરને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ તેમના ઇરાદામાં સફળ ન થઈ શક્યા.

Navratri 2022 : મા દુર્ગાના આ મંદિરમાં જતા લોકો ડરે છે! જાણો શું છે રહસ્ય
Maa Durga

Follow us on

નવરાત્રો(Navratri 2022)માં લોકો ખૂબ જ ભક્તિભાવથી મા દુર્ગાની પૂજા કરે છે. દેવીની પૂજા સાથે લોકો માનતા પણ રાખે છે. દેવી માતાના મંદિરમાં સાચા દિલથી આવી માનતા માંગવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ મધ્યપ્રદેશના દેવાસમાં બનેલ દેવી માતાનું મંદિર કંઈક અલગ જ વાર્તા કહી રહ્યું છે. લોકો મા દુર્ગાના આ મંદિર (Temple)માં જતા ડરે છે. તમને જણાવી દઈએ કે નવરાત્રી દરમિયાન લોકો આ મંદિરની અંદર જતા નથી, પરંતુ બહારથી માથું ટેકવીને પાછા ફરે છે. આવો જાણીએ શું છે આ મંદિરનું રહસ્ય.

આ મંદિર શ્રાપિત છે

એવું કહેવામાં આવે છે કે આ મંદિર શ્રાપિત છે અને સૂર્યાસ્ત પછી અહીં કોઈ જતું નથી. લોકોની માન્યતા મુજબ, સૂર્યાસ્ત પછી જે પણ અહીં આવ્યો છે, તેની સાથે વિચિત્ર ઘટનાઓ બની છે. એટલું જ નહીં આ મંદિરમાંથી ડરામણા અવાજો પણ આવે છે. લોકો કહે છે કે મંદિરમાં ક્યારેક સિંહોની ગર્જના સંભળાય છે તો ક્યારેક ઘંટનો અવાજ સંભળાય છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ મંદિરમાં ખોટા ઈરાદા સાથે આવે છે તેને હંમેશા નુકસાન થાય છે.

શું છે મંદિર પાછળનું રહસ્ય?

સ્થાનિક લોકોના મતે, દેવાસના મહારાજાએ જ મા દુર્ગાનું આ મંદિર બનાવ્યું હતું. જો કે તેના નિર્માણ બાદ રાજવી પરિવારમાં અશુભ ઘટનાઓ બનવા લાગી હતી. મંદિરની આસપાસ રહેતા લોકોનું પણ કહેવું છે કે અહીંની રાજકુમારીને સેનાપતિ સાથે પ્રેમ સંબંધ હતો. રાજાને આ ગમ્યું નહીં અને તેણે આ સંબંધનો વિરોધ કર્યો. રાજાએ દીકરીને જેલમાં પૂરી દીધી. એવું કહેવાય છે કે રાજકુમારીનું રહસ્યમય રીતે જેલમાં જ મૃત્યુ થયું હતું. તે જ સમયે, રાજકુમારીના મૃત્યુના સમાચાર પછી, સેનાપતિએ પણ મંદિરમાં આત્મહત્યા કરી. જે બાદ પૂજારીઓએ કહ્યું કે આ મંદિર અશુદ્ધ થઈ ગયું છે. ત્યારબાદ આવા પ્રકારના અવાજ આવવા અને ઘટના બનવાના ભાષ લોકોને થવા લાગ્યા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article